“આઈ એમ સોરી માં, ગેમમાં 40 હજાર હારી ગયો, તમે રડશો નહિ” લખીને 13 વર્ષના બાળકે ભર્યું આવું પગલું.

0
343

માં બાપ સાવચેત રહે, બાળકો મોબાઈલમાં શું કરે છે તેની પર ધ્યાન રાખો નહિ તો આવા પરિણામ મળશે, વાંચો સત્ય ઘટના.

દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમના બાળકો ભણવા ઉપર વધુ ધ્યાન આપે અને ખોટો સમય ન બગાડે. આમ તો બાળકો માટે રમવું કૂદવું પણ એટલું જ જરૂરી છે જેટલું ભણવું. પણ આજના સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાના જમાનામાં બાળકો આઉટડોર ગેમ્સ રમવાનું ઓછું પસંદ કરે છે અને આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ખાસ કરીને બાળકોને મોબાઈલ ગેમ્સ રમવાનું વધુ ગમે છે. તે માતા પિતાથી છાનામાના કે તેમની સામે કલાકો ગેમ્સ રમતા રહે છે.

એવી જ મોબાઈલ ગેમ રમવાની આદત મધ્ય પ્રદેશના છતરપુર જીલ્લાના 13 વર્ષના કૃષ્ણાને પણ હતી. તે લોકડાઉનમાં પોતાની માં ના મોબાઈલમાં ઓનલાઈન ક્લાસ ભરતો હતો, પણ ચોરીછુપે ગેમ પણ રમવા લાગ્યો. હવે વાત ગેમ રમવા સુધી હોય ત્યાં સુધી તો ઠીક હતું, પણ તે ગેમમાં પૈસા પણ લગાવવા લાગ્યો. કૃષ્ણાને ફ્રી ફાયર ગેમ રમવાનો વધુ શોખ હતો. તે આ ગેમમાં તે 40 હજાર રૂપિયા હારી ગયો હતો. તે પૈસા તેની માં ના બેંક એકાઉન્ટ માંથી કપાયા હતા.

જયારે માં પ્રીતિ પાંડેય એ બેંક માંથી પૈસા કપાયાનો મેસેજ જોયો તો તેણીએ દીકરાને ફોન કર્યો. દીકરાએ જણાવ્યું કે તેમના પૈસા ફ્રી ફાયર ગેમમાં કપાઈ ગયા છે. તે સાંભળીને માં ઘણી નારાજ થઇ અને દીકરાને ઠપકો આપ્યો. માં નો ઠપકો સાંભળીને દીકરો ફા સો ખાઈ લીધો. દુનિયામાંથી વિદાય લેતા પહેલા તેણે એક ચિઠ્ઠી પણ લખી છે જે વાંચીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે.

સાગર રોડ ઉપર રહેતો કૃષ્ણા વિવેક પાંડેય, પ્રીતિ પાંડેયનો એકમાત્ર દીકરો હતો. કૃષ્ણાના પિતા પેથોલોજી સંચાલક છે જયારે માં જીલ્લાની હોસ્પિટલમાં કાર્યરત છે. કૃષ્ણા છઠ્ઠા ધોરણમાં હતો. તેને એક બહેન પણ છે. શુક્રવારે બપોરે 3 વાગ્યે તે ઘરમાં પોતાની બહેન સાથે એકલો હતો. તેના પિતા પેથોલોજીમાં હતા જયારે માં હોસ્પિટલમાં હતી. માં ના મોબાઈલ ઉપર રૂપિયા કપાવાનો મેસેજ આવ્યો હતો. તેથી માં એ દીકરાને ફોન કરી પૂછ્યું કે પૈસા કેમ કપાયા? એટલે દીકરાએ ઓનલાઈન ગેમની વાત કરી, તેની ઉપર નારાજ માં એ તેને ઠપકો આપ્યો.

માં નો ઠપકો સાંભળ્યા પછી કૃષ્ણા રૂમમાં જતો રહ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. થોડી વાર પછી તેની મોટી બહેને દરવાજો ખખડાવ્યો. જ્યારે અંદરથી કૃષ્ણાની કોઈ પ્રતિક્રિયા ન મળી તો તેના મમ્મી પપ્પાને ફોન કર્યો. માતા પિતા જયારે ઘરે આવ્યા તો તેમણે કૃષ્ણાના રૂમનો દરવાજો તોડી દીધો. પણ અંદરનું દ્રશ્ય જોઈ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમનો 13 વર્ષનો દીકરો દુનિયામાંથી વિદાય લઇ ચુક્યો હતો.

કૃષ્ણાના રૂમ માંથી ચિઠ્ઠી મળી જેમાં તેણે ફ્રી ફાયર ગેમમાં 40 હજાર રૂપિયા હારવાની વાત લખી. સાથે જ તેણે જણાવ્યું કે તેણે આવું પગલું કેમ ભર્યું. તેણે પોતાની માં માટે લખ્યું “આઈ એમ સોરી માં, રડતા નહિ. બાળકની તે ચિઠ્ઠી હવે સોશિયલ મીડિયા ઉપર ઘણી શેર થઇ રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.