કોમળ છું કમજોર નહિ.. મળો તેલંગાનાની આદિલક્ષ્મીને, જે ટ્રકોના પંચર બનાવી ચલાવે છે પરિવાર.

0
74

પતિને દેવામાં ડૂબવાથી બચાવવા માટે આદિલક્ષ્મીએ આપ્યો સાથ, ટ્રકોના પંચર બનાવવાનું કરે છે કામ. એવું કોઈ કામ નથી જેને કરવાનો નિશ્ચય કોઈ મહિલા કરી લે, તો તે કરી ન શકે. ટ્રકનું વેલ્ડિંગ કરવાનું હોય, પંચર બનાવવાનું હોય કે અન્ય કોઈ નાનું-મોટું રીપેરીંગ કામ કરવાનું હોય, આ બધા કામો માટે લોકોના મગજમાં સામાન્ય રીતે પુરુષ કારીગરનો જ ખ્યાલ આવે છે. પણ જણાવી દઈએ કે, મહિલાઓ પણ આ બધા કામ કરી શકે છે. 30 વર્ષની વાય. આદિલક્ષ્મી તેલંગાના રાજ્યની એવી એકલી મહિલા છે, જે આ બધા કામોને ઘણી સરળતાથી કરે છે.

ઘણા એક્સેલવાળા ટ્રકોના ભારે ભરખમ પૈડાનું પંચર બનાવવું આદિલક્ષ્મી માટે ડાબા હાથની રમત જેવું છે. તેલંગાણાના કોથાગુડેમ જિલ્લાના સુજાતાનગરમાં આદિલક્ષ્મી પોતાના પતિ વીરભદ્રમ સાથે ટાયર રિપેયર શોપ ચલાવે છે. બે દીકરીઓની માં આદિલક્ષ્મી સ્કૂલ ડ્રોપ આઉટ છે. 2010 માં તેમના લગ્ન થયા હતા.

ત્રણ વર્ષ પહેલા આદિલક્ષ્મી અને તેમના પતિએ રિપેયર શોપ શરૂ કરી હતી. તેમની પાસે પૈસાની અછત હતી એટલે તેમણે પોતાનું ઘર ગીરવી રાખવું પડ્યું. શરૂઆતમાં ગ્રાહકો આદિલક્ષ્મીની શોપ પર આવવાથી અચકતા હતા. તેમને શંકા રહેતી હતી કે તે સારી રીતે પંચર નહિ બનાવી શકે. પણ ધીરે ધીરે તેમની કુશળતા વિષે બધાને ખબર પડી. હવે તેમની શોપ દિવસના 24 કલાક ખુલ્લી રહે છે, અને ગ્રાહક પણ અહીંની સર્વિસથી ઘણા ખુશ છે.

આદિલક્ષ્મી કહે છે કે, અમારા પર દેવું વધી રહ્યું હતું, એવામાં મેં પતિની મદદ કરવાનો નિર્ણય લીધો. મારી બે દીકરીઓ છે. અમારી પાસે સાધન ઓછા છે, પણ તેનાથી અમારું કામ ચાલી જાય છે. જો મને સરકાર તરફથી કોઈ મદદ મળી જાય, તો તેનાથી મારી દીકરીઓનું ભવિષ્ય સુધારવામાં મદદ મળી જશે.

આદિલક્ષ્મી ટાયર ફિક્સ કરવાની સાથે સાથે કુશળ વેલ્ડર અને મેટલ ફ્રેમ ફેબ્રીકેટર પણ છે. કોથાગુડેમ એવો વિસ્તાર છે, જ્યાં ખાણના ઘણા કામ થાય છે. એવામાં અહીં ભારે ટ્રક અને અન્ય ભારે વાહનોની અવરજવર બની રહે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.