હ્યુન્ડાઇએ પહેલીવાર દેખાડી નેક્સ્ટ જનરેશન i20 ની ઝલક, જાણો કેટલા એન્જીન ઓપશન અને ફીચર્સ સાથે થશે લોન્ચ.

0
139

જુઓ હ્યુન્ડાઇની નેક્સ્ટ જનરેશન i20 ની પહેલી ઝલક, એકદમ ફ્રેશ લુક સાથે મળશે આટલા બધા ફીચર્સ. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે સ્થાનિક બજાર માટે ત્રીજી પેઢીની આઇ 20 (third generation i20) નું પ્રથમ ડિઝાઇન સ્કેચ રજૂ કર્યું છે. તેને બ્રાન્ડ દ્વારા વૈશ્વિક સ્તરે અપનાવવામાં આવેલી ‘સેંસેસ સ્પોર્ટીનેસ’ સ્ટાઇલિંગ ફિલસૂફીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. પ્રીમિયમ હેચબેકને આવનારા અઠવાડિયામાં નવી ડિઝાઇન અને નવા ઇન્ટિરિયર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

નવી હ્યુન્ડાઇ આઇ 20 એ ડીલર યાર્ડમાં પહોંચવાનું શરૂ કરી દીધું છે. ટેસ્ટિંગ દરમિયાન પણ તેને ઘણા ભારતીય રસ્તાઓ પર સ્પોટ કરવામાં આવી છે. ઓલ ન્યૂ આઇ 20 એ ઓલ્ડ કોન્ટીનેંટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વેચવામાં આવી રહેલી યુરો-સ્પેક આઇ 20 પર આધારિત છે.

એક્સટીરિયરમાં ઘણા ફેરફારો જોવા મળશે : રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, નવી આઈ 20 પ્રીમિયમ હેચબેક સ્પેસમાં ફરીથી એક બેંચમાર્ક સ્થાપિત કરી શકે છે, કેમ કે તેની અંદર શાનદાર ઇંટીરિયર જોવા મળશે. ટીઝર સ્કેચમાં જોઈ શકાય છે કે 5 સીટર હેચબેકમાં વધુ એગ્રેસીવ એક્સટીરિયર ડિઝાઇન જોવા મળે છે. આગળના ભાગમાં રી-ડિઝાઈન હેક્સાગોનલ ફ્રન્ટ ગ્રિલ આપવામાં આવી છે, જેમાં હેન્ડલેમ્પ ક્લસ્ટરને ઇંટિગ્રેટ કરવામાં આવ્યું છે.

ઇન્ટિગ્રેટેડ એલઇડી ડે-ટાઇમ રનિંગ લાઇટ્સ સાથે શાર્પર પ્રોજેક્ટર હેડલાઇટ્સ નવી ડિઝાઇન કરેલા ફ્રન્ટ બમ્પર પર જોવા મળે છે, જેની સાથે કિનારા સુધી ફેલાયેલા ફોગ લેમ્પ્સને ટ્રેંગુલર બ્લેક હાઉસિંગ સાથે જોડવામાં આવ્યા છે. ટીઝરની અન્ય હાઇલાઇટ્સમાં કાળી છત સાથે પાતળા વિંગ મિરર અને ડ્યુઅલ-ટોન દેખાવ શામેલ છે. તે સિવાય એક મોટી વિન્ડશિલ્ડ, સ્પોર્ટીઅર કટ અને ક્રીઝ, પ્રોમિનેંટ કેરેકટર લાઇન્સ, નવું હૂડ સ્ટ્રક્ચર અને નવા પૈડાં જોઈ શકાય છે. પાછળના ભાગમાં નવી આઇ 20 માં ઝેડ શેપ્ડ સિગ્નેચર સાથે એલઇડી ટેલ લેમ્પ્સ, હ્યુન્ડાઇ અને આઇ 20 બેજ, રી-સ્ટાઇલ બમ્પર જોવા મળે છે.

ઈંટીરિયરમાં હશે આ ખાસ ફીચર્સ : આ કારમાં ઈંટીરિયરમાં ઘણા મોટા ફેરફાર જોવા મળશે, જેમાં નવું ડેશબોર્ડ, સેન્ટર કન્સોલ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, નવું મલ્ટિ-ફંક્શનલ સ્ટિયરીંગ વ્હીલ, એપલ-કારપ્લે, એન્ડ્રોઇડ-ઓટો અને બ્લુલિંક કનેક્ટિવિટી સાથે ફ્રી-સ્ટેન્ડિંગ હોરિઝોન્ટલ ઓરિએન્ટેડ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક કલાઇમેટ કંટ્રોલ, ક્રૂઝ કંટ્રોલ, ક્રોમ એક્સેન્ટ્સ, સનરૂફ, વાયરલેસ ચાર્જર જેવા ફીચર્સ શામેલ છે.

કેબીન પર ઓછા ફિઝિકલ બટનોનો ઉપયોગ કરીને કંપનીએ અંદર ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલની ગુણવત્તામાં સુધારો કર્યો છે. તે 1.2 લિટર નેચરલ એસ્પિરેટેડ પેટ્રોલ અને 1.0 લિટર થ્રી સિલિન્ડર ટર્બો પેટ્રોલ અને મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પો સાથે 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે લોન્ચ કરી શકાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.