મજેદાર જોક્સ : પતિ (ફોન પર) : તારા કહેવા પર મેં તને તારા પિયર મોકલી, છતાં પણ તું મારી સાથે…

0
294

જોક્સ :

પતિ (ફોન પર) : તારા કહેવા પર મેં તને તારા પિયર મોકલી,

છતાં પણ તું મારી સાથે ઝગડો કેમ કરી રહી છે?

પત્ની : હું વર્ક ફ્રોમ હોમ કરું છું.

જોક્સ :

એક બહેનપણીએ બીજી બહેનપણીને કીધું,

મારો પતિ મને ખુબ પ્રેમ કરે છે.

કહે છે કે તું જ સાત જન્મ સુધી મારી પત્ની રહેજે.

બીજી બહેનપણી બોલી : આ પુરુષો આવા જ હોય છે,

સાતમાં જન્મથી આગળ બીજી કોઈને કહી રાખ્યું હોય છે.

જોક્સ :

સોનુએ મોનુને પૂછ્યું : મને એ જણાવ કે સપના પુરા કરવા માટે આપણે શું કરવું જોઈએ?

મોનુએ કહું : ખુબ સરળ છે યાર, ફરીથી સુઈ જવું જોઈએ.

જોક્સ :

બે મહિલાઓ વાતો કરી રહી હતી.

પહેલી મહિલા : ઘણા વર્ષો પહેલા એક બાબાજીએ કહ્યું હતું કે, ભગવાન તને એટલું આપશે કે તારાથી સચવાશે નહિ.

બીજી મહિલા : તો પછી શું થયું?

પહેલી મહિલા : હવે ખબર પડી તે વજનની વાત કરી રહ્યા હતા.

જોક્સ :

છોકરી : મારા ફોનમાં નેટવર્ક નથી આવતું.

દુકાનદાર : પણ મેડમ આ તો ખરાબ વાતાવરણને કારણે થઇ રહ્યું છે.

છોકરી : ભાઈ જેટલા પણ પૈસા લાગે એટલા લઇ લો બસ નવું વાતાવરણ નાખી આપો.

જોક્સ :

ગપ્પુ : ડોક્ટર શાહેબ જુઓ મને ઈજા થઈ છે.

ડોક્ટર : ઈજા થયા પછી કાંઈ કર્યું હતું?

ગપ્પું : હા ડોક્ટર સાહેબ, પછી મેં વોટ્સએપ સ્ટેટ્સ મુક્યું હતું.

જોક્સ :

સાસુ : તને તો રસોઇ બનાવતાં જ નથી આવડતું, લગન પેહલા આ કેમ નહીં કીધું?

વહુ : સરપ્રાઈઝ દેવી તી.

જોક્સ :

બહાર શાકભાજી વાળો બોલી રહ્યો હતો,

20 રૂપિયામાં ફ્લાવરની જોડી લઇ લો.

આ સાંભળીને સોનુ ઉદાસ થયો અને મોનુને કહેવા લાગ્યો,

લો હવે તો ફ્લાવરની પણ જોડી બની જાય છે,

ફક્ત હું જ એકલો છું.

જોક્સ :

પત્ની : સરકાર બીજી પત્ની કરનારને 5 લાખ ઇનામ આપે તો તમે શું કરો?

પતિ : ગાંડી, હું થોડાં રાખું, તને જ આપી દઉં ને.

જોક્સ :

રાજુને 1 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો કે,

પત્નીના પગ દબાવવા સેવા છે કે પ્રેમ?

તેના જવાબને 5 કરોડ મળ્યા.

જવાબ હતો : પત્ની પોતાની હોય તો સેવા અને બીજાની હોય તો પ્રેમ.

જોક્સ :

વિદ્યાર્થી પરિક્ષામાં કાંઈ લખી રહ્યો ન હતો.

ટીચરે નજીક જઈને પૂછ્યું : શું થયું? સવાલ અઘરા છે?

વિદ્યાર્થી : ના હું એ ભૂલી ગયો છું કે તેનો જવાબ કયા ખીસામાં છે.

જોક્સ :

ચાર વસ્તુઓ માણસને ક્યારેય ખુશ નથી રાખી શકતી.

કાર, મોબાઇલ, ટીવી અને પત્ની.

કારણ કે હંમેશા તેના લેટેસ્ટ મોડલ બીજા પાસે હોય છે.

જોક્સ :

પપ્પુને શમશાન ઘાટ પર વાઈફાઈનું સિગ્નલ મળતા બાજુમાં ઉભેલા ભાઈને પૂછ્યું,

આ વાઈફાઈનો પાસવર્ડ શું છે?

પેલા ભાઈએ જવાબ આપ્યો : મૈયતમાં આવ્યા છો, થોડી તો શરમ કરો.

પપ્પુ બોલ્યો : M કેપિટલ કે સ્મોલ છે?