મજેદાર જોક્સ : પતિ : શું થયું, આટલી ગુસ્સે કેમ છે? પત્ની : આ જુઓ રીંગણ સડેલા નીકળ્યા. કેટલી વાર….

0
204

જોક્સ 1 :

પત્નીએ નવો કૂતરો ખરીદ્યો અને તેને ઘરે લાવ્યા પછી તેને આદેશ આપવા લાગી.

ઘણા પ્રયત્ન પછી પણ તે સફળ ન થઈ તો પતિ બોલ્યો,

રહેવા દે તારાથી નહીં થાય.

એટલે પત્ની બોલી : થઇ જશે, શરૂઆતમાં તમારી સાથે પણ આવી સમસ્યા થઈ હતી ને.

જોક્સ 2 :

ગરમી શરૂ થતા જ પરિવારના બેરોજગાર સભ્યોની કામની યાદીમાં 2 મોટા કામ જોડાય જાય છે.

પહેલું ફ્રીઝમાં બોટલ ભરીને મુકવાનું,

અને બીજું કુલરમાં પાણી ભરવાનું.

જોક્સ 3 :

ટીચર : આજનો ઓનલાઇન ક્લાસ હમણાં પૂરો થાય છે,

કોઈ પ્રશ્ન હોય તો પૂછો.

વિદ્યાર્થી : ક્લાસમાં વચ્ચે તમને ચા આપવા આવી હતી તે તમારી દીકરી હતી?

જોક્સ 4 :

છગન : પરણેલી છોકરી અને પરણેલા છોકરામાં શું અંતર હોય છે?

મગન : મંગળસૂત્ર લટકેલું હોય તો છોકરી પરણેલી હોય,

અને મોઢું લટકેલું હોય તો છોકરો પરણેલો હોય.

જોક્સ 5 :

ડોક્ટરે દર્દીની તપાસ કર્યા પછી કહ્યું,

તમને કોઈ બીમારી છે જે તમને ધીરે ધીરે ખલાસ કરી રહી છે.

દર્દી : ડોક્ટર સાહેબ, થોડું ધીરે બોલો તે બહાર જ બેઠી છે.

જોક્સ 6 :

એક દિવસ ટપ્પુના ઘરે ચોર આવ્યો,

ચોર સામાન ચોરીને ભાગ્યો તો ટપ્પુ તેની પાછળ ભાગ્યો,

ભાગતા ભાગતા ટપ્પુ ચોરની આગળ નીકળ્યો અને બોલ્યો,

એક તો મારા ઘરમાં ચોરી કરે છે ને પાછો મારી સાથે રેસ લગાવે છે.

જોક્સ 7 :

એક બાળકે પોતાની માં ને પૂછ્યું,

માં હું એટલો મોટો ક્યારે થઈ જઈશ કે તમને પૂછ્યા વગર ક્યાંય પણ જઈ શકીશ?

માં એ પણ દિલને સ્પર્શી લે તેવો જવાબ આપ્યો,

દીકરા આટલા મોટા તો તારા પપ્પા પણ નથી થયા.

જોક્સ 8 :

ચંગુ મંગુને પૂછે છે : તને ખબર છે કે ચીનની દીવાલમાં એવું તે શું ખાસ છે જેના લીધે તે 7 અજાયબીઓમાં શામેલ છે?

મંગુ : ના મને નથી ખબર, તું જણાવ શું ખાસ છે તેમાં?

ચંગુ : કારણ કે ચીનાઓ દ્વારા બનાવવામાં આવેલી પહેલી અને છેલ્લી એવી વસ્તુ છે જે આટલા વર્ષો સુધી ટકી છે.

જોક્સ 9 :

પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું જેમાં પપ્પુ નાપાસ થયો હતો.

પપ્પુના પપ્પા : પેલી છોકરીને જો, તે તારા જ ક્લાસમાં ભણે છે અને પહેલો નંબર લાવી છે.

પપ્પુ : તમે મને ગુસ્સો ના અપાવશો, તેને જોવાના ચક્કરમાં જ હું નાપાસ થયો છું.

જોક્સ 10 :

પતિ : શું થયું, આટલી ગુસ્સે કેમ છે?

પત્ની : આ જુઓ રીંગણ સડેલા નીકળ્યા.

કેટલી વાર તમને ચેતવ્યા કે શાકભાજી ખરીદતા સમયે શાકભાજી વેચવાવાળી પર નહિ,

શાકભાજી પર ધ્યાન આપો.

પતિની બોલતી બંધ.

જોક્સ 11 :

દરેક પરિણીત પુરુષો માટે જોરદાર સલાહ,

જયારે તમારો પત્ની સાથે ઝગડો થઈ જાય અને

લાખ પ્રયત્નો પછી પણ તે તમારી સાથે વાત ન કરે,

તો રસોડામાં જઈને બધી બરણી, બોટલો અને ડબ્બાના ઢાંકણ ખુબ તાકાત લગાવીને ટાઈટ કરી દો,

પછી જુઓ કમાલ.

જોક્સ 12 :

રામુ : યાર તને ગરમી લાગે તો તું શું કરે છે?

ઢોલુ : ત્યારે હું એસીની સામે બેસી જાઉં છું.

રામુ : અને જયારે વધારે ગરમી લાગે તો શું કરે છે?

ઢોલુ : ત્યારે હું એસી ચાલુ કરી દઉં છું.

જોક્સ 13 :

સંજુ (નોકરને) : જરા જો તો બહાર સુરજ નીકળ્યો કે નહિ?

નોકર : બહાર તો અંધારું છે.

સંજુ : અરે તો ટોર્ચ ચલાવીને જોઈ લે કામચોર.

જોક્સ 14 :

પત્ની રોમાન્ટિક મૂડમાં પોતાના પતિને કહે છે,

હું તમારા દિલમાં રહેવા માંગુ છું.

થોડી વાર વિચાર્યા પછી પતિ કહે છે,

ઠીક છે, પણ ત્યાં જઈને બીજી મહિલાઓ સાથે ઝગડતી નહીં.