મજેદાર જોક્સ : પતિ પોતાની પત્નીને લઈને ફિલ્મ જોવા ગયો, હોલમાં પત્ની સતત પતિ સાથે વાત કરતી…

0
406

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

પપ્પુ જે બસનો ડ્રાઈવર હતો, તે બસ નદીમાં પડી ગઈ.

રિપોર્ટર : બસ નદીમાં કેવી રીતે પડી ગઈ?

પપ્પુ : મને કાંઈ ખબર નથી સાહેબ.

રિપોર્ટર : યાદ કરીને જણાવો શું થયું હતું?

પપ્પુ : તે દિવસે કંડકટર આવ્યો ન હતો, અને જયારે બસ નદીમાં પડી તે સમયે હું પાછળવાળા યાત્રીઓનું ભાડું લેવા ગયો હતો.

જોક્સ 2 :

તાંત્રિક : દીકરા તારા પર ચુડેલનો સાયો છે.

પપ્પૂ : બાબાજી એક ઝાપટ લગાવી દઈશ, તે મારી ગર્લફ્રેન્ડ છે.

જોક્સ 3 :

ટીચર : બાળકો જણાવો, વાસ્કોડિગામા ભારત ક્યારે આવ્યા હતા.

ચિંટુ : શિયાળામાં આવ્યા હતા.

ટીચર : પાગલ છે કે શું? તને કોણે કહ્યું કે તે શિયાળામાં આવ્યા હતા?

ચિંટુ : મેં ચોપડીમાં ફોટો જોયો હતો, તેમણે કોટ પહેર્યો હતો.

જોક્સ 4 :

પપ્પા ખીજાતા ખીજાતા પોતાના દીકરાને બોલ્યા,

રાજુ તને ફૂલ તોડવા મોકલ્યો હતો, અને તું આખી ડાળી તોડી લાવ્યો, જલ્દી બોલ એવું કેમ કર્યું?

રાજુ : પપ્પા, ત્યાં લખ્યું હતું કે ફૂલ તોડવાની મનાઈ છે, એટલા માટે હું ડાળી તોડી લાવ્યો.

જોક્સ 5 :

જાનમાં સૌથી ખાસ માણસ વરરાજો નહિ પણ તેનો તે મિત્ર હોય છે,

જેની પાસે બીજા બધાને દારૂ પીવડાવવાની જવાબદારી હોય છે.

જોક્સ 6 :

છોકરી વાળા : અમને એવો છોકરો જોઈએ જે,

ખાતો-પીતો ના હોય,

અને કોઈ ખોટું કામ ના કરતો હોય.

પંડિતજી : તો પછી તમને આવો છોકરો હોસ્પિટલના ICU વોર્ડમાં મળશે.

જોક્સ 7 :

ટીચર : 15 ફળોના નામ જણાવો.

સોનુ : કેરી, કેળા, જમરૂખ…

ટીચર : શાબાશ, બીજા 12 ફળોના નામ જણાવ.

સોનુ : એક ડર્ઝન કેળા.

જોક્સ 8 :

ટીચર : એક તરફ પૈસા અને બીજી તરફ અક્કલ હોય તો શું પસંદ કરશો?

છગન : પૈસા.

ટીચર : ખોટું, હું અક્ક્લ પસંદ કરતે.

છગન : તમે બરાબર કહી રહ્યા છો, જેની પાસે જે વસ્તુ ઓછી હોય તે જ પસંદ કરે છે.

પછી છગન બે કલાક સુધી મરઘો બની રહ્યો.

જોક્સ 9:

ટીચર વિદ્યાર્થીને : જણાવો તમે ઇતિહાસના પુરુષોમાં સૌથી વધારે કોને નફરત કરો છો?

મગન : રાજા રામ મોહન રાયને.

ટીચર : શા માટે?

મગન : તેમણે જ બાળ વિવાહ બંધ કરાવી દીધા હતા, નહિ તો આજે અમે પણ પત્ની અને બાળકો વાળા હોત.

જોક્સ 10 :

પતિ પોતાની પત્નીને લઈને ફિલ્મ જોવા ગયો,

હોલમાં પત્ની સતત પતિ સાથે વાત કરતી રહી.

કંટાળીને પતિ ઈન્ટરવલમાં પત્ની માટે પાન લઇ આવ્યો અને તેને આપી દીધું.

પત્ની : તમારા માટે પણ એક પાન લાવવું હતું ને.

પતિ : હું તો પાન વગર પણ ચૂપ રહી શકું છું.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.