ગર્લફ્રેન્ડ સાથે રહેવા પતિએ પત્ની પાસે કરી છૂટાછેડાની માંગણી, પત્નીએ મૂકી એક શરત. જાણો આગળ શું થયું?

0
2184

મિત્રો આજકાલ દંપતીઓના છૂટાછેડા થવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એમાંથી અમુક કિસ્સાઓમાં એમના વચ્ચેના ઝગડા જયારે હદની બહાર નીકળી જાય છે, ત્યારે તેઓ આ નિર્ણય પર પહોંચે છે. તો ઘણા કિસ્સાઓ તો એવા હોય છે કે, જેમાં નાની એવી વાતને લઈને અહંકારમાં આવી જઈને વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે.

તો ઘણી વાર પતિ અથવા તો પત્નીના બીજા સાથે સંબંધ પણ છૂટાછેડા માટે જવાબદાર હોય છે. આજે અમે તમારી સમક્ષ એક એવી સ્ટોરી લઈને આવ્યા છીએ જે તમને કંઈક શીખ જરૂર આપી જશે. તો આવો શરુ કરીએ આજની સ્ટોરી.

વાત છે એક જાણીતા શહેરમાં રહેતા એક પતિ-પત્ની રાકેશ અને સીમાની. એમના લગ્નને 10 વર્ષ થઇ ગયા હતા, અને એમનો એક દીકરા પણ હતો જેનું નામ હતું જૈનમ. તેમના ઘરમાં તે ત્રણ જતા રહેતા હતા, સાથે બીજું કોઈ હતું નથી. સીમા રાકેશ અને એના દીકરા જૈનમને ખુબ પ્રેમ કરતી હતી.

પણ રાકેશ સીમા સિવાય બીજી એક છોકરીને પ્રેમ કરતો હતો. અને એ વાતની સીમાને જાણ ન હતી. એવામાં એક દિવસ જ્યારે તે નોકરી પરથી છૂટીને ઘરે આવ્યો, તો એણે સીમાને નજીક બેસાડી અને કહ્યુ કે, મને છૂટાછેટા જોઈએ છે. હવે હું તારી સાથે નહિ રહી શકું.

આ વાત સાંભળીને સીમાના દિલના ધબકારા જાણે થોડી વાર માટે બંધ જ થઇ ગયા. એને આ વાતથી એને ઘણો આઘાત લાગ્યો. પણ એણે રાકેશ પર ગુસ્સો ન કર્યો, અને એને શાંતિથી પૂછ્યુ, કેમ? તો રાકેશે ત્યારે આ પ્રશ્નનો જવાબ ન આપ્યો. તેનાથી તે ઉદાસ થઈ ગઈ. પણ પછી રાકેશે થોડીવાર પછી કહ્યુ કે, મારૂ મારી ઓફિસની એક યુવતી સાથે અફેર ચાલી રહ્યું છે. હવે અમે બંને સાથે રહેવા માંગીએ છીએ.

સીમા આટલું સાંભળીને કંઈ પણ કહ્યા વગર જ ત્યાંથી ઉભી થઈને બીજા રૂમમાં જતી રહી. બીજા દિવસે સવારે રાકેશ રોજની જેમ નોકરીએ જતો રહ્યો અને જ્યારે તે સાંજે ઘરે આવ્યો, તો સીમાએ હસીને તેનું સ્વાગત કર્યુ. આ જોઈ રાકેશને સમજમાં ન આવ્યું કે આ શું થઈ રહ્યું છે? પછી સીમાએ એને કહ્યુ કે, આજે મેં તમારી છૂટાછેડાની વાત પર વિચાર કર્યો અને એ નીર્ણય લીધો કે હું તમને છૂટાછેડા આપીશ. પણ એના માટે તમારે મારી એક શરત માનવી પડશે.

પહેલા તો રાકેશ એકદમ દંગ રહી ગયો. કારણ કે સીમા કોઈ પણ જાતના ઝગડા વગર જ છૂટાછેડા માટે તૈયાર થઇ ગઈ હતી. પછી સીમાએ આગળ કહ્યુ કે, આજથી આવનારા 1 મહિના સુધી આપણે સામાન્ય જીવન જીવીશું, એ રીતે જાણે કે આપણી વચ્ચે કાંઈ થયું જ નથી. અને આપણા દીકરાને પણ આ આપણે આ બધા વિશે કંઈ નહીં કહીએ.

અને સાથે જ પોતાની વાત પુરી કરતા એણે આગળ કહ્યું કે, જે રીતે તમે લગ્ન પછી પહેલી વખત મને ઉપાડીને ઘરની અંદર લાવ્યા હતા, બસ એજ રીતે આવનારા 1 મહિના સુધી એવું જ કરજો.

આ વાત રાકેશના મગજમાં બેસી નહિ, એને લાગ્યુ કે એની પત્નીનું મગજ ખરાબ થઈ ગયું છે. પણ એવું માત્ર એક મહિના સુધી કરવાનું હતું. અને પછી તો એ એની ઓફિસવાળી ગર્લફ્રેન્ડ સાથે રહેવા માટે આઝાદ થઇ જવાનો હતો, એટલે તેણે આ શરત માની લીધી.

હવે પહેલા દિવસે જ્યારે એણે એવી જ રીતે સીમાને ઉપાડી જે રીતે એણે 10 વર્ષ પહેલા લગ્નના પહેલા દિવસે ઉપાડી હતી. ત્યારે બંને જણા એકદમ વિચિત્ર અનુભવ કરી રહ્યા હતા. પરંતુ તેમનો દીકરો આ જોઇને ખૂબ ખુશ થઈ રહ્યો હતો, કે મારા માતા પિતા એક બીજાને કેટલી પ્રેમ કરે છે. અને બીજાની જેમ લડતા ઝગડતા નથી.

આવું ચાલતું રહ્યું. બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે શરત અનુસાર આજ વસ્તુ રિપીટ થવા લાગી. પાંચમા દિવસે ફરી વખત જ્યારે રાકેશે સીમાને ઉપાડી તો જોયું કે ઉંમરની અસર તેના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાઈ રહી હતી. દિવસો પસાર થઇ રહ્યા હતા. નવમા દિવસે જ્યારે રાકેશે સીમાને ઉપાડી તો તેને આત્મીયતાનો અનુભવ થયો. એ દિવસે તેણે વિચાર્યુ કે, મારા હાથોમાં એ જ મહિલા છે, જેણે મારી સાથે પોતાના જીવનના 10 વર્ષ પસાર કર્યા છે.

શરત અનુસાર આ સિલસિલો રોજ ચાલતો હતો. ધીમે ધીમે રાકેશને અનુભવ થયો કે તેમની વચ્ચે ફરીથી પ્રેમ જન્મી રહ્યો છે. અને એ દરમ્યાન જ રાકેશે એ વાત પર પણ ધ્યાન આપ્યું કે, છેલ્લા થોડા દિવસોમાં સીમાનું સ્વાસ્થ્ય સતત બગડી રહ્યું છે.

હવે આમ કરતા-કરતા એક મહિનો પસાર થઇ ગયો. સીમાની શરત અનુસાર આજે છેલ્લો દિવસ હતો. હવે એ દિવસ આવી ગયો જયારે રાકેશ પોતાની ગર્લફ્રેન્ડ સાથે પોતાનું નવું જીવન શરુ કરવાથી થોડી ક્ષણ દૂર હતો. પણ અહીં સ્ટોરીમાં વળાંક આવે છે. જ્યારે છેલ્લા દિવસે રાકેશે સીમાને ઉપાડી તો તેમની આંખોમાં આંસૂ હતા. અને પછી તે સીમાને રૂમમાં મૂકીને સીધો તે યુવતી પાસે ગયો જેની સાથે તેનું અફેર ચાલી રહ્યું હતું. પણ તે એની સાથે રહેવા નહિ પણ એની માફી મંગાવા.

તેણે પોતાની ઓફિસની ગર્લફ્રેન્ડ પાસે જઈને માફી માંગતા કહ્યુ કે, હવે હું મારી પત્નીથી અલગ નહિ રહી શકું. હવે મને એનાથી એક જ વસ્તુ અલગ કરી શકે છે અને એ છે મૃત્યુ. થઇ શકે તો તું મને માફ કરી દેજે. આજે મને સમજાઈ ગયું છે કે હું એક મોટી ભૂલ કરવા જઈ રહ્યો હતો. હવે હું મારી એ ભૂલ સુધારવા માંગુ છું. હું મારી પત્ની અને મારા દીકરા સાથે જ મારુ આખું જીવન પસાર કરવા માંગુ છું. આટલું કહીને તે ત્યાંથી નીકળી ગયો.

પોતાના હાથમાં એક સુંદર ફૂલોનો ગુલદસ્તો અને હોઠ ઉપર સ્મિત લઈને રાકેશ પોતાના ઘરે પહોંચ્યો. પણ તેણે ઘરે પહોંચીને જે દ્રશ્ય જોયું એ ઘણું જ દુઃખદ હતું. તેણે જોયું કે તેની પત્ની સીમાનું મૃત્યુ થઈ ગયું હતું. મિત્રો તેને ઘણા સમયથી કેન્સરની બીમારી હતી, પણ તેણે આ તરફ ધ્યાન જ ન આપ્યુ. અને રાકેશને સમજમાં આવી ગયું કે સીમાએ એક મહિના પહેલા આવી શરત શા માટે રાખી હતી. એણે એ શરત એટલા માટે રાખી હતી જેથી એના દીકરાને એવું લાગે કે, તેના પિતા એક સારા વ્યક્તિ છે, જે તેની માતાને ખૂબ પ્રેમ કરતા હતા.

મિત્રો અહીં આપણી સ્ટોરી પૂર્ણ થાય છે, પણ તે એક જરૂરી શીખ આપતી જાય છે. તે આપણને લાઇફ મેનેજમેન્ટ શીખવાડતી જાય છે. મિત્રો પતિ અને પત્નીનો સંબંધ અતૂટ હોય છે. જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ કેમ ન આવે, ગમે તેટલા ઉતાર-ચઢાવ કેમ ન આવે, પણ પતિ-પત્ની એકબીજાનો સાથ નથી છોડતા.

હવે જ્યારે પણ પતિ-પત્ની વચ્ચે કોઈ વિવાદ થાય, તો તમે તમારી એ પળોને એક વખત યાદ કરજો, જ્યારે તમે બંનેએ એકબીજા પ્રત્યેના પ્રેમ અને આત્મીયતાનો અનુભવ કર્યો હતો. આમ કરવાથી તમારા બંને વચ્ચેનું એ અંતર ઓછું થઈ શકે છે. અને તમે ફરી એકબીજાની નજીક આવી જશો.