મજેદાર જોક્સ : પતિ જજને, મને મારી પત્નીથી છૂટાછેડા જોઈએ છે, તે વાસણ ફેંકીને મારે છે.

0
454

અમે તમારા માટે અમુક મજેદાર જોક્સ લઈને આવ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા ટ્રેન્ડિંગ છે. અમને આશા છે કે આ જોક્સ વાંચીને તમારું હાસ્ય નહિ અટકે. તો ચાલો શરૂ કરીએ હસવા-હસાવવાનો આ સિલસિલો.

જોક્સ 1 :

પતિ : સાંભળ, આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં ના મુકતી,

બેટરી ફાટી જશે.

પત્ની : તમે ચિંતા ના કરો,

હું બેટરી કાઢીને ચાર્જિંગમાં મુકીશ.

જોક્સ 2 :

પત્નીથી પરેશાન પતિ બાલ્કનીમાંથી કુદવાનો જ હતો કે પત્નીએ બૂમ પાડી કહ્યું,

જરા અંદર આવજો, મારી બહેનપણીઓ આવી છે તો તમારી ઓળખાણ કરાવી દઉં.

પતિ (ખુશ થતો થતો) : હા હા, આવ્યો આવ્યો.

જોક્સ 3 :

પતિએ નવી કાર ખરીદી અને વિચાર્યું કે પત્નીને સરપ્રાઈઝ આપું.

ઘરમાં પહોંચતા જ પત્નીને જોરથી અવાજ લગાવતા કહ્યું,

ડાર્લિંગ, તારું આટલા વર્ષોનું સપનું આજે પૂરું થઈ ગયું.

પત્ની દોડતી દોડતી રસોડામાંથી બહાર આવી અને બોલી,

હાય હાય, સાસુ માં ને શું થઈ ગયું, સવારે તો એકદમ સાજા હતા.

જોક્સ 4 :

પહેલા દુકાનોમાં લખતા હતા, ‘ગ્રાહક ભગવાન છે’

ત્યારે દેવતાઓ જેવો અનુભવ થતો હતો.

અને હવે લખે છે, ‘તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો’

કસમથી ચોર જેવો અનુભવ થાય છે.

જોક્સ 5 :

વિશ્વમાં મહામારીના સંકટને જોતા પપ્પુએ પત્નીને કહ્યું,

પપ્પુ : ઝેર ખરીદવા જઈ રહ્યો છું, હવે આ જીવનમાં કાંઈ નથી રાખ્યું.

પત્ની : ઓનલાઇન ખરીદજો કેશબેક મળશે.

પપ્પુ : ઓન ઘી સ્પોટ બેભાન.

જોક્સ 6 :

એક મહિલા મંદિરમાં બેસીને રડી રહી હતી.

પૂજારી : શું થયું દીકરી?

મહિલા : બાબા, કાલે રાત્રે મારા પતિ ગુજરી ગયા.

પુજારી : અરે… ઘણું ખરાબ થયું.

તેણે મરતા મરતા કાંઈ કહ્યું દીકરી?

મહિલા : હાં, કહી રહ્યા હતા, ‘મારું ગળું છોડી દે ડાકણ.’

પુજારી બેભાન.

જોક્સ 7 :

પતિ (પત્નીને) : આ કેવો ફોટો પાડ્યો છે તેં, પાછળ કૂતરો આવી ગયો છે.

મારે ફેસબુક પર મુકવો હતો.

પત્ની (ચા ની ચુસ્કી લેતા) : હા તો તેમાં શું થઈ ગયું,

લખી દેજો કે હું આગળવાળો છું.

જોક્સ 8 :

પિતા (દીકરા પર ગુસ્સો કરતા) : એક કામ સારી રીતે નથી થતું તારાથી,

તને ફુદીનો લાવવા કહ્યું હતું અને તું કોથમીર લઇ આવ્યો.

તારા જેવા મૂર્ખને તો ઘરમાંથી કાઢી મુકવો જોઈએ.

દીકરો : પપ્પા ચાલો સાથે જ નીકળી જઈએ.

પિતા : કેમ?

દીકરો : કારણ કે મમ્મી કહી રહી હતી કે આ મેથી છે.

જોક્સ 9 :

પત્ની : તમને ખબર છે મહિલાઓ પોતાના બાળકોને આટલા ઊંચા અવાજે કેમ ખીજવાય છે?

પતિ : ના, જણાવને આવું કેમ?

પત્ની : જેથી પતિઓમાં પણ ડર બન્યો રહે.

જોક્સ 10 :

છગન : સવાર-સવારમાં પાડોશી બોલી રહી હતી કે મારા પેટમાં ઉંદર દોડી રહ્યા છે.

મગ્ન : તો પછી તે શું કર્યું?

છગન : મેં તેને ઉંમર મારવાની દવા ખવડાવી દીધી.

હવે બે કલાકથી ઊંઘી રહી છે, થેંક્યુ પણ કીધું નહિ.

જોક્સ 11 :

પતિ (કરવા ચોથની રાત્રે પત્નીને) : આખું વર્ષ લડતી રહે છે,

જો હું આટલો ખરાબ છું, તો ભગવાન પાસે આવતા જન્મ માટે મને જ કેમ માંગી રહી છે?

પત્ની (હસતા હસતા) : ઓહ! ઘણા સારા બની રહ્યા છો.

તમને આટલા સુધાર્યા પછી કોઈ બીજીને કઈ રીતે આપી દઉં.

જોક્સ 12 :

માસ્ટરજી : છોકરીઓ જો પારકું ધન હોય છે, તો છોકરા શું હોય છે?

પપ્પુ : સર છોકરા ચોર હોય છે.

માસ્ટર જી : એ કઈ રીતે?

પપ્પુ : ચોરોની નજર હંમેશા પારકા ધન પર હોય છે.

જોક્સ 13 :

પતિ જજને : મને મારી પત્ની જોડેથી છૂટાછેડા જોઈએ છે, તે વાસણ ફેંકીને મારે છે.

જજ : હમણાંથી મારી રહી છે કે પહેલાથી?

પતિ : પહેલાથી.

જજ : તો આટલા વર્ષ પછી છૂટાછેડા કેમ જોઈએ?

પતિ : કારણ કે હવે તેનો નિશાનો પાક્કો થઈ ગયો છે.

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.