‘પતિ કહેતા નથી તેમનો પગાર કેટલો છે’, તો પત્નીએ આરટીઆઈ દાખલ કરીને માંગી લીધી જાણકારી

0
492

આગ્રામાં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી અને વિનંતી પત્રોની માહિતી જ નહી, પરંતુ કુટુંબના ઝગડાથી લઈને પત્ની પોતાના પતિના પગાર સુધીની માહિતી લઇ રહી છે. વ્યક્તિગત કેસમાં માહિતી આપવાની ના કહેવામાં આવી રહી છે, જયારે પતિ-પત્નીના કેસમાં માહિતી આપતા પહેલા તપાસ કરવામાં આવી રહી છે.

૫૦ ટકાને માહિતી આપવાની ના કહી દીધી :

આ વર્ષે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધી માહિતી અધિકાર હેઠળ પોલીસ પાસે લગભગ ૧૫૦૦ લોકોએ માહિતી માટે અરજી કરી છે. તેમાંથી ૪૦૦ કેસ એવા નીકળ્યા, જેમાં અંગત માહિતી માંગવામાં આવી હતી. તેમાં ૫૦ ટકાને માહિતી આપવાની ના કહી દેવામાં આવી, જયારે બીજાની ફાઈલ ચાલી રહી છે.

કેસ : ૧

એક મહિલાનો પતિ સાથે ઝગડો ચાલી રહ્યો હતો. મહિલાને એનો પતિ ખર્ચ માટે કાંઈ આપી રહ્યો ન હતો. મહિલાએ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી છે કે પતિનો પગાર કેટલો છે? ક્યા ખાતામાં આવે છે?

કેસ : ૨

કુટુંબ નિવારણ કેન્દ્રમાં એક મહિલાનો તેના સાસરીયા સાથે ઝગડો ચાલી રહ્યો છે. કાઉન્સિલંગમાં બંને પક્ષોએ ફરિયાદ કરી છે. હવે સાસુ અને વહુ માહિતી માંગી રહી છે કે, અત્યાર સુધીમાં કાઉન્સલિંગમાં કઈ કઈ કાર્યવાહી થઇ.

કેસ : ૩

દિલ્હીના એક વ્યક્તિએ માહિતી માંગી કે એક યુવકને આગ્રામાં પોલીસે નકલી નોટોનું માર્કેટ ચલાવવાના કેસમાં જેલ મોકલ્યો છે. તેની સાથે ઘણા બીજા લોકો પકડવામાં આવ્યા. તેમાં શું કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ, અરજદારનું સાચું ઠેકાણું કે સરનામું નથી.

કેસ : ૪

મથુરાના એક વ્યક્તિએ માહિતી માંગી છે કે, આગ્રામાંથી નિવૃત્ત થયેલા એક પોલીસ કર્મચારીને કેટલું પેન્શન મળી રહ્યું છે, પરંતુ આરજદારે માહિતી માંગવાના કારણ, અને જેની માહિતી માંગી રહ્યા છે તેની સાથે સંબંધનો ખુલાસો નથી કર્યો.

કેસ : ૫

‘નાઈ કી મંદી’ ક્ષેત્રના એક વ્યક્તિએ માહિતી માંગી છે કે, ક્ષેત્રમાં રહેતા વ્યક્તિનો ગુનાહિત ઈતિહાસ શું છે? તેને કેટલી વખત જનપ્રતિનિધિએ છોડાવ્યો છે? એ વ્યક્તિ વિષે એવું પણ કહ્યું છે કે, તેને ગાળો આપી હતી અને તેની યુપી ૧૦૦ ઉપર ફરિયાદ કરી હતી, તેમાં શું થયું?

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.