ત્રીજા લગ્ન કરવા માંગતો હતો પતિ, પહેલી અને બીજી પત્નીએ બરાબરનો ધોઈ નાખ્યો જુઓ વિડિઓ

0
837

એવું કહેવાય છે કે લગ્ન સ્વર્ગમાંથી નક્કી થાય છે. પરંતુ એક વ્યક્તિના સંપૂર્ણ જીવન દરમિયાન કેટલા લગ્ન થશે તેનો હિસાબ તો કોઈની પાસે નથી હોતો. ઘણા લોકો માટે લગ્ન એક પવિત્ર બંધન હોય છે, તે જીવનમાં માત્ર એક વાર જ લગ્ન વિષે વિચારે છે. આમ તો ઘણા એવા પણ હોય છે, જેમના માટે લગ્ન એક ધંધો કે મનોરંજનનું સાધન હોય છે. તે એક પછી એક લગ્ન કરતા જાય છે.

આમ તો લુંટેરી દુલ્હનની વાર્તા તો તમને ખબર જ હશે. નથી ખબર તો જણાવી દઈએ કે તેમાં છોકરીઓ લગ્ન કરે છે અને પછી સાસરિયામાંથી પૈસા લઈને ભાગી જાય છે. ઘણા લોકોએ તેને ધંધો બનાવી લીધો છે. આમ તો આજે અમે તમને એવી છોકરી નહિ પણ છોકરા વિષે જણાવવા જઈ રહ્યા છીએ. સમાજમાં ઘણા એવા પુરુષ પણ છે જે લગ્નનું મહત્વ નથી સમજતા અને તેમના માટે લગ્નનો અર્થ માત્ર સારું દહેજ હોય છે. આ લાલચમાં તે એકથી વધુ લગ્ન કરતા રહે છે.

આમ તો તમીલનાડુના એસ આરંગન ઉર્ફ દિનેશને એવું કરવું ઘણું મોંઘુ પડી ગયું. ખાસ કરીને દિનેશે વર્ષ ૨૦૧૬માં પ્રિયદર્શની નામની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. મહિલાનો આરોપ છે કે દિનેશ તેની સાથે મારઝૂડ કરતો હતો અને તેને ઘણો ત્રાસ આપતો હતો. એટલા માટે કંટાળીને પ્રિયદર્શની દીનેશથી અલગ થઇ ગઈ, અને તેના માતા પિતા સાથે તીરપુર જીલ્લામાં રહેવા લાગી. આ ઘટનાના થોડા દિવસો પછી દિનેશે એક બીજી મહિલાને ફસાવી, આ મહિલાનું નામ અનુપ્રિયા છે, જે પહેલાથી છૂટાછેડા લીધેલી અને બે વર્ષના દીકરાની માતા છે.

દિનેશે અનુપ્રિયાને પોતાના પહેલા લગ્ન વિષે જણાવ્યું નહિ અને તેની સાથે બીજા લગ્ન કરી લીધા. દિનેશ પોતાની બીજી પત્ની અનુપ્રિયાને પણ હેરાન કરવા લાગ્યો, તે તેની ઉપર માતા-પિતા પાસેથી દહેજ લાવવા દબાણ ઉભું કરતો હતો. અનુપ્રિયાથી તે સહન ન થયું તો તેણે પણ દિનેશને છોડી દીધો, અને પોતાના માતા પિતા સાથે રહેવા જતી રહી.

આ ઘટના પછી દિનેશે ફરી વખત લગ્ન માટે છોકરી શોધવાનું શરુ કરી દીધું, તેના માટે તેણે લગ્ન માટેની ઓનલાઈન વેબસાઈટ ઉપર રજીસ્ટ્રેશન પણ કર્યું. આમ તો દિનેશની આ ઈચ્છા વિષે પહેલી પત્ની પ્રિયદર્શિની અને બીજી પત્ની અનુપ્રિયાને ખબર પડી ગઈ. બસ પછી શું હતું? તે બંને એકબીજીને મળી અને દિનેશને પાઠ ભણાવવા તેની કંપનીમાં પહોંચી ગઈ.

બંનેએ દિનેશને મળવાનો આગ્રહ રાખ્યો પરંતુ કંપનીવાળાએ તેને અંદર ન જવા દીધી, તેવામાં પ્રિયદર્શિની અને અનુપ્રિયા પોતાના સંબંધી સાથે દિનેશની ઓફીસના ગેટ ઉપર જ ઉભી રહી એન તેના બહાર આવવાની રાહ જોવા લાગી. પછી જયારે દિનેશ બહાર આવ્યો તો બંને પત્નીઓએ તેને સેન્ડલથી ખુબ ધોયો.

આ આખી ઘટનાનો વિડીયો હવે ઈન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહ્યો છે. પોલીસ હાલમાં આ બાબતની તપાસ કરી રહી છે. આ આખી ઘટના કોઈ બોલીવુડ ફિલ્મથી ઓછી નથી. આને જો તમે પણ તમારી પત્નીને દગો દઈને આમ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ વિડીયો જોઈ લો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

જુઓ વિડીયો :