પત્નીને ખોટું બોલીને ગર્લફ્રેન્ડની સાથે ગયો હતો ઇટલી, કોરોના એ ઝડપી લીધો : પરંતુ નથી જણાવી રહ્યો GF નું નામ

0
649

પત્નીને ખોટું કહીને ગર્લફ્રેન્ડ સાથે ઇટલી ગયો હતો પતિ, કોરોનાની ઝપેટમાં આવ્યો પણ ગર્લફ્રેન્ડનું નામ નથી જણાવતો

તમે ગેબ્રિયલ ગ્રાસીઆ માર્ખેસના પ્રખ્યાત પુસ્તક ‘લવ ઇન ધ ટાઇમ્સ ઓફ કોલેરા’ નું નામ તો સાંભળ્યું જ હશે. આ જ વિચાર ઉપર હવે ‘લવ ઇન ધ ટાઇમ્સ ઓફ કોરોના’ જેવા સમાચારો પણ સામે આવવાના શરૂ થવા લાગ્યા છે.

કોરોના વાયરસથી ચીન બાદ ઇટલીમાં સૌથી વધુ વિનાશ સર્જાયો છે. આવી સ્થિતિમાં, એક વ્યક્તિ પોતાની પત્ની સમક્ષ વ્યવસાયિક પ્રવાસ પર જવાનું છે એવું ખોટું બહાનું બનાવીને, પોતાની ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય ગાળવા માટે ઇટલીની જતો રહ્યો. પણ ત્યાં તેને કોરોનાએ પોતાની ઝપેટમાં લઇ લીધો.

વાત એવી છે કે, બ્રિટનનો એક વ્યક્તિ પોતાની પત્નીને જુઠ્ઠાણાના અંધકારમાં રાખીને બીજી સ્ત્રી સાથે મજા કરી રહ્યો હતો. વ્યવસાયિક પ્રવાસ તો એક બહાનું હતું, વાસ્તવમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઇટલીમાં સમય પસાર કરવો હતો. પરંતુ કમનસીબે તેના આ ગુપ્ત પ્રવાસને ‘કોરોના વાયરસ’ ની નજર લાગી ગઈ, અને આ પ્રવાસ દરમિયાન તે કોરોના વાયરસનો ભોગ બની ગયો.

એક અહેવાલ મુજબ આ 30 વર્ષીય વ્યક્તિને કોરોનાને કારણે અલગ રૂમમાં રાખવામાં આવ્યો છે. પરંતુ તેની પત્ની હજી પણ અજાણ છે કે, આ વાયરસ તેના પતિમાં કેવી રીતે આવ્યો. કોરોનાનાં લક્ષણો જોતાં તે વ્યક્તિ સંમત થયો કે, તે ઇટલીના ગુપ્ત પ્રવાસ દરમિયાન આ વાયરસની ઝપેટમાં આવી ગયો. આ સાથે જ વ્યક્તિએ હોસ્પિટલના ડૉક્ટરોને કહ્યું કે, તેનું એક મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે.

જો કે, જ્યારે તેની ઓળખ પૂછવામાં આવી ત્યારે તેણે ગર્લફ્રેન્ડનું નામ આપવાની ના પાડી દીધી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વ્યક્તિએ સ્વીકાર્યું છે કે તેની પત્નીને ખબર ન હતી કે, ખરેખર તેને આ ચેપ કેવી રીતે લાગ્યો. હજી સુધી તો આ માણસની હાલત સ્થિર રહી છે. જ્યારે તેની પત્નીએ પોતાની જાતને તેના ઉત્તર ઇંગ્લેન્ડના ઘરે સેલ્ફ આઈસોલેશનમાં રાખેલી છે.

ધ્યાન રાખો કે, કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં પાયમાલી થઈ છે. ચીનના વુહાન શહેરથી નીકળેલા આ વાયરસથી 8,000 લોકો મરી ગયા છે. જ્યારે 2 લાખથી વધુ લોકો તેના ચેપથી પ્રભાવિત છે. બુધવારે એક અહેવાલમાં જણાવાયું છે કે, ઇટલીમાં કોવિડ -19 ને કારણે મૃત્યુનાં 500 નવા કેસ નોંધાયા છે. 12 માર્ચથી આ આખો પ્રદેશ લોકડાઉન હેઠળ છે.

આ માહિતી ઓપ ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.