મજેદાર જોક્સ : પતિ : તારા જન્મદિવસે હીરાનો હાર ભેટમાં લાવ્યો છું, પત્ની : તમે તો મને મોટરકાર…

0
283

જોક્સ :

પત્ની : મેં તમારી સાથે એ માટે લગ્ન કર્યા કે મને તમારી પર દયા આવી ગઈ કારણ કે, તમારી સાથે કોઈ વાત નહોતું કરતું.

પતિ : હા, પ્રિયે પણ હવે બધાને મારા પર દયા આવે છે.

જોક્સ :

સેલ્સમેન : મેડમ, પગ દબાવવાનું ઇલેક્ટ્રિક મશીન લેવાનું છે?”

મેડમ : ના રે ભાઇ. મારા તો લગ્ન થઈ ગયા છે.

જોક્સ :

જજે મગનને કહ્યુ : તે રેલવેના ડબ્બામાંથી પંખા અને વીજળીના બલ્બ લઇ જવાનો પ્રયત્ન કેમ કર્યો?

મગને કહ્યુ : સાહેબ, ડબ્બામાં લખ્યુ હતુ કે ‘આ તમામ સંપત્તિ તમારી પોતાની છે.’

એટલે એમાંથી હું મારો ભાગ લેતો હતો.

જોક્સ :

એક ઘણા કાળા અને કદરૂપા પતિએ પોતાની પત્નીને કહ્યું,

પતિ : આપણું બાળક સુંદર હોવું જોઈએ.

પત્ની : સાંભળો, અરીસામાં જોઈને સારી રીતે વિચારી લો.

બાળક સુંદર હોવું જોઈએ, બરાબર!

પછી મને કાંઈ ન કહેતા.

જોક્સ :

બેલેન્સ ડાયટના સેમીનારમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કઠોળના ફાયદા શું?

એક પતિએ નિર્દોષ ભાવે જવાબ આપ્યો,

શાક સુધારવું ના પડે.

જોક્સ :

વોટ્સએપ ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પાએ દીકરાને મેસેજ કર્યો,

પપ્પા : ઓય, જોક્સ મોકલ.

દીકરાએ મેસેજ કર્યો : અત્યારે હું ભણી રહ્યો છું.

થોડી વાર પછી….

પપ્પા : મસ્ત હતો બીજા પણ મોકલ.

જોક્સ :

પતિ : તારા જન્મદિવસે હીરાનો હાર ભેટમાં લાવ્યો છું.

પત્ની : તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને?

પતિ : હા, પણ નકલી મોટરકાર મળી નહીં.

જોક્સ :

માસ્ટરજી : નીમ હકીમ ખતરા-એ-જાનનો શું અર્થ થાય છે?

છગન : તેનો અર્થ છે કે,

હકીમ તું લીમડાના ઝાડ પર ના ચઢ,

તારા જીવને ખતરો છે.

માસ્ટરે સ્કૂલ છોડી દીધી.

જોક્સ :

પત્ની પાસે ક્યારેય હિસાબ માંગવો નહીં,

આમ છતાં તે સામે ચાલીની આપે તો સમજવાનું કે આપણે આપવાના નીકળશે.

જોક્સ :

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણ હું રોજ ન્હાવ છું.

ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.

રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,

ચિંટુ : ના રે ગાંડી, હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.

જોક્સ :

છગન (મગનને) : સાંભળ્યુ છે કે ચૂટણી આયોગે દેશના પાંચ રાજ્યોમાં ચૂટણીની જાહેરાત કરી છે.

મગન : સારુ છે દોસ્ત, હું તો ક્યારનો આ દિવસની જ રાહ જોઈ રહ્યો હતો.

છગન : કેમ?

મગન : અરે વાહ, કેમ નહી. મારા માથા પર પણ ફરીવાર મુગટ પહેરાવવામાં આવશે ને.

જોક્સ :

ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.

ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.

ઘુઘો : એટલા બધા એકહારે કેમ ભૂલી જવા?

ભૂરો : તો 10/10 હજારના હપ્તા કરી નાખ.

જોક્સ :

કેમ ફુવાજી લગ્ન્ન હોલની બહાર બેઠા છો?

ફુવા : ગણતરી કરૂ છું, જેવો એકાવનમો આવ્યો કે તરત જ પોલીસ બોલાવવાનો છું.

જોક્સ :

વિજ્ઞાનના શિક્ષક : સુઈ ગયો?

વિદ્યાર્થી : ના સાહેબ,

ગુરુત્વાકર્ષણના લીધે માથું નીચે જતું રહે છે.

જોક્સ :

એક ચોર ચોરી કરતા પકડાયો અને કોર્ટમાં મેજીસ્ટ્રેટની સામે ઉભો કરવામાં આવ્યો.

મેજિસ્ટ્રેટે કહ્યુ : તારા ખિસ્સામાં જે કંઈ હોય તે ટેબલ પર મૂકી દે.

આ સાંભળી ચોર બોલ્યો : આ તો અન્યાય છે, માલના બે ભાગ થવા જોઈએ.