પતિ અપાવતા નથી સાડી સાથે મેચિંગ લિપ્સ્ટિક અને ચાંદલો, તો પત્નીએ નારાજ થઈને ભર્યું આવું પગલું.

0
242

સાડી સાથે મેચિંગ લિપ્સ્ટિક અને ચાંદલો નહિ અપાવવા પર આ ભાઈ સાથે જે થયું તે તમારી સાથે પણ થઈ શકે છે. યુપી પોલીસ પાસે ક્યારેક કયારેક એવા કેસ પહોંચે છે કે, તેઓ સમજી નથી શકતા કે તેને કઈ રીતે ઉકેલવા. વારાણસી પાસે ચંદૌલીમાં મહિલા હેલ્પ ડેસ્ક પાસે એક સ્થાનિક મહિના એવી ફરિયાદ લઈને પહોંચી કે ત્યાં હાજર અધિકારી વિચારમાં પડી ગયા. પછી મહિલાને કોઈ રીતે સમજાવીને પાછી મોકલી દેવામાં આવી.

ફરિયાદકર્તા મહિલાએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો કે, તેના પતિ તેને મેચિંગ સાડી, લિપ્સ્ટિક, બંગડી અને મેકઅપનો સામાન નથી અપાવતા. એટલા માટે તે પતિ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા ઈચ્છતી હતી. મહિલા ચંદૌસી મઝવાર રેલવે સ્ટેશન પાસેની એક કોલોનીમાં રહે છે. મહિલાનો આરોપ છે કે, પતિનો વ્યવહાર પણ સારો નથી.

તેણે પોલીસ સ્ટેશનમાં પતિ પર આરોપ લગાવ્યો કે, તેનો પતિ તેની જરૂરિયાત પુરી નથી કરતો. ઘણીવાર તે આનાકાની કરે છે. સાડી સાથે મેચિંગ બંગડી, ચાંદલો નથી લાવતો. જયારે ગેસ સિલિન્ડર ખાલી થઈ જાય છે, તો લાકડાવાળા ચૂલા પર ખાવાનું બનાવવા દબાણ કરે છે.

મહિલાની આ વિચિત્ર ફરિયાદ સાંભળ્યા પછી ત્યાં હાજર મહિલા પોલીસ કર્મચારી પરેશાન થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે, ફરિયાદ લઈને આવેલી મહિલાને પોલીસ કર્મચારીઓએ ઘણી સમજાવી પણ મહિલા કાર્યવાહી કરવા માટે અડગ રહી. પણ અંતે મહિલા માની ગઈ અને ઘરે પાછી જતી રહી.

આ માહિતી લાઇવહિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.