પતિ-પત્ની દર શુક્રવારે મળીને કરો આ કામ, માં લક્ષ્મીની કૃપાથી પૈસાની તંગી ને લઈને ભાગ્ય પલટાઈ જશે

0
645

કોઈ પણ ઘરને સુધારવામાં અને તેની પ્રગતીમાં પતિ અને પત્ની બંનેનો સરખો હાથ રહે છે. પતિ સામાન્ય રીતે કમાવા જાય છે, જયારે પત્ની ઘરની દેખરેખ અને પૈસાનું મેનેજમેન્ટ સંભાળે છે. આમ તો આજકાલ ઘણી પત્નીઓ પણ જોબ કરે છે. એટલા માટે બંને જ પરિસ્થિતિઓમાં પતિ પત્ની ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.

આમ તો તે બધા વચ્ચે તમારા માટે એક બીજી વસ્તુ જરૂરી હોય છે, અને એ છે નસીબ. જો નસીબ તમારો સાથ આપે તો પૈસા વધુ આવે છે, અને ખર્ચા ઓછા થાય છે. અને ખરાબ નસીબને લઈને પૈસાની આવક ઓછી થાય છે, અને ખર્ચ દુનિયાભરના થવા લાગે છે. તેવામાં બચત નથી થતી. પરિણામે ઘરની આર્થિક સ્થિતિ નીચે આવતી જાય છે.

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં આવા પ્રકારની સ્થિતિ ઉભી ન થાય, તો તમારે માં લક્ષ્મીનો એક વિશેષ ઉપાય કરવાનો રહેશે. આ ઉપાય માત્ર શુક્રવારે જ થાય છે. તે કરવા માટે પતિ અને પત્નીનું સાથે હોવું ઘણું જરૂરી છે. આમ તો આ ઉપાય તમારે દર શુક્રવારે કરવો જોઈએ, પરંતુ સમયનો અભાવ હોય તો મહિનામાં એક વખત પણ કરી શકાય છે.

માં લક્ષ્મીનો આ ઉપાય તમારું નસીબ ચમકાવશે, તમને ખોટા ખર્ચાથી બચાવશે, અને ઘરમાં ધનના આગમનના બીજા પણ રસ્તા ખોલશે. બધું મળીને તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. તો આવો જાણી લઈએ કે, આ ઉપાય કેવી રીતે કરવાનો છે?

શુક્રવારના દિવસે પતિ પત્ની સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરી લે. પીળા કપડા ન હોય તો નારંગી કે લાલ રંગ પણ ધારણ કરી શકાય છે. હવે લક્ષ્મી માતાની સામે ઘી નો દીવડો પ્રગટાવો. સાથે જ એક શુદ્ધ જળ ભરેલો કળશ પણ મુકો. આ કળશ તાંબાનો હોવો જોઈએ. સાથે નારીયેળ અને આંબાના પાંદડા પણ લો.

અહિયાં આંબાના પાંદડા વૈક્લ્પિત છે. એટલે તે ન હોય તો પણ કામ ચાલી જશે. તેને બદલે તમે પીપળાના પાંદડા પણ ઉપયોગ કરી શકો છો. તેને તમારે નારીયેળ અને લોટાની વચ્ચે ચારે તરફ લગાવવાના છે. તેના માટે માત્ર પાંચ પાંદડાનો જ ઉપયોગ કરો.

હવે તમારા ઘરમાં જો કોઈ ધન કે ઘરેણા હોય તો તમે તેને પણ લક્ષ્મી માં સમક્ષ મૂકી શકો છો. ત્યાર પછી માં લક્ષ્મીની આરતી કરો. આ આરતી પતિ પત્નીએ મળીને કરવાની છે. હવે માતા સામે તમારી ધન સાથે જોડાયેલી સમસ્યા મુકો. ત્યાર પછી બંને પતિ પત્ની એક સાથે માથું નમાવો. હવે ધનની પૂજા કરો. ત્યાર પછી તેને પુનઃ તમારી તિજોરીમાં મૂકી દો. તમે કળશ માટે જે નારીયેળ લીધું હતું તેને પ્રસાદી તરીકે ગ્રહણ કરો.

એક વાત યાદ રાખો કે આ નારીયેળ માત્ર પતિ પત્નીએ મળીને જ ખાવાનું છે. તેને કોઈ બીજાને ન આપો. તમે ધારો તો તે દિવસે ઉપવાસ પણ રાખી શકો છો. તેનાથી લક્ષ્મી માતા વધુ પ્રસન્ન થઇ જશે. આ ઉપાય તમારા ઘરમાં પૈસાની આવક તો વધારશે જ, સાથે સાથે બીજી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.