કૂતરાની સામે આવ્યો ભૂખ્યો દીપડો, પછી જે થયું તે તમને હસાવવા માટે પૂરતું છે

0
451

દીપડો જો કોઈની સામે આવી જાય તો તેની હાલત ખરાબ થઇ જાય છે. શિકારની શોધ માટે જયારે તે આગળ વધે છે તો સારા-સારા માણસનો પરસેવો છૂટી જાય છે. પરંતુ એક દીપડાની હાલત એક કુતરાના ભસવાથી પતલી થઇ ગઈ. અને તેનો વિડીયો જો તમે જોશો તો તમને પણ હસવું આવી જશે.

જો તમને પૂછવામાં આવે કે, દીપડા અને કૂતરાની લડાઈ થાય તો કોણ જીતશે? તો તમે સમય બગડ્યા વિના દીપડાના પક્ષમાં જવાબ આપશો. પરંતુ આ વિડીયો તો કંઈક બીજું જ જણાવી રહ્યું છે. જેમાં દીપડાનો સામનો કુતરા સાથે થયો, જ્યાં કૂતરાએ દીપડાનો પરસેવો છોડાવી દીધો. કૂતરાએ ભસી-ભસીને દીપડાને ભગાવી દીધો. કૂતરાએ ખુબ જ સમજદારીથી પોતાનો જીવ બચાવ્યો. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયો રાજસ્થાનના જયપુરના ઝલાના સફારી પાર્કનો જણાવવામાં આવી રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રસ્તા વચ્ચે કૂતરો સૂતેલો હતો ત્યાં તેની સામે જંગલમાંથી દીપડો આવે છે અને તેને સુંઘવા લાગે છે. કૂતરો તેને જોઇને ઉભો થાય છે અને જોર જોરથી ભસવા લાગે છે. એનાથી દીપડો ગભરાઈ જાય છે અને પાછો જતો રહે છે.

આ વિડીયો કોઈ ટુરિસ્ટે રેકોર્ડ કર્યો છે. Wilderness of India એ આ વિડીયો યુટ્યુબ પર અપલોડ કર્યો છે. હજુ સુધી આ વીડિયોને 21 લાખ વ્યૂ મળી ચુક્યા છે. લોકો ચકિત છે કે, કેવી રીતે કૂતરાએ દીપડાને પછાડ્યો. લગભગ 3 મિનિટનો આ વિડીયો ખુબ શેયર કરવામાં આવ્યો છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.