હું ભાગ્ય છું : આજની આ વાર્તા આપશે અનમોલ શીખ, 2 મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો

0
789

હું ભાગ્ય છું : 2 મિનિટનો સમય કાઢીને અચૂક વાંચજો આ વાર્તા આ અનમોલ શીખ આપશે.

“હું ભાગ્ય છું, તમારા કર્મનો હિસાબ હું જ રાખું છું, તમારા વિચાર, તમારો સ્વભાવ અહીં સુધી કે તમારા વ્યવહાર ને પણ જાણું છું. તમે જેવું કર્મ કરો છો હું તેવું જ ફળ આપું છું. સંસ્કારમાં કેટલાક લોકો એવા પણ છે જે ભગવાનની આરાધના સાંસારિક સુખો માટે કરે છે. તે ભગવાનને ફક્ત એટલા માટે યાદ કરે છે કે તેમની જરૂરતો પુરી થઇ જાય.

એવા લોકો પણ હું એ જોયા છે જે પૈસા અને પોજિશનના દમ પર બીજા પર હુકમ ચલાવે છે પરંતુ એવા લોકો પણ આ સંસારમાં છે જે મહેનત અને ઈમાનદારીથી થોડું ઓછું જ કમાય છે પણ તે ભગવાન પાસેથી પોતા માટે કાઈ માંગતા નથી, આવા લોકો બીજા માટે જીવે છે, તે મોક્ષ પ્રાપ્ત કરે છે. ચાલો આજે અમે તમને એક વાર્તા જાણવું છું.”

આજે અમે તમને આ વાર્તા એટલા માટે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને ખબર પડશે કે ભગવાનની સાચી પૂજા અને આરાધના શું હોય છે. એક ગામમાં એક માલિક અને તેના નોકરની એકસાથે મૃત્યુ થઇ ગયું. બંને યમલોક પહુંચ્યા. ધર્મરાજે માલિકને જણાવ્યું આજે તું તારા નોકર ની સેવા કરજે અને નોકરને જણાવ્યું હવે તું કોઈ કામ કરતો નહિ અને આરામથી અહીં રહેજે.

માલિક પરેશાન થઇ ગયો કે પૃથ્વી પર તો નોકર માલિકની સેવા કરતો હતો પણ હવે ઉલટું થવાનું હતું. માલિકે જણાવ્યું ભગવાન તમે મને આ સજા કેમ આપી, હું તો ભગવાનનો પરમ ભક્ત છું દરરોજ મંદિર જતો હતો, દેશી ઘી થી ભગવાનની આરતી કરતો હતો અને મૂલ્યવાન વસ્તુ દાન કરતો હતો. ધાર્મિક આયોજન પણ હું જ કરતો હતો.

ધર્મરાજે આનો જવાબ આપતા નોકરને પૂછ્યું તું શું કરતો હતો પૃથ્વી પર તો તેનો જવાબ આપતા મજુરે જણાવ્યું : હું એક ગરીબ નોકર હતો દિવસ-રાત માલિકના ખેતરમાં કામ કરતો હતો. કામમાં તેમના ત્યાંથી જેટલું મળતું હતું તેનાથી પરિવારનો ગુજારો કરતો હતો. મોહમાયાથી દૂર જયારે સમય મળતો હતો ત્યારે ભગવાનને યાદ કરી લેતો હતો.

ભગવાન પાસેથી ક્યારેય કઈ માંગ્યું નહિ, ગરીબીના કારણે દરરોજ મંદિરમાં આરતી તો કરી શકતો નહોતો પણ જયારે ઘરમાં તેલ રહેતું તો મંદિરમાં આરતી કરતો હતો. આરતી થયા પછી દીવાને અંધારી ગલીમાં મૂકી દેતો હતો જેથી અંદર આવનારા-જનારાઓને પ્રકાશ મળે. ધર્મરાજે માલિકને જણાવ્યું તમે સાંભળી લીધું ને તમારા નોકરની વાત.

ભગવાન ધન-દૌલત અને અહંકારથી ખુશ થતા નથી, ભગવાન મહેનત અને ઈમાનદારીથી કમાવવા વાળા વ્યક્તિથી પ્રસન્ન રહે છે. આ નોકર તારા ખેતરમાં કામ કરીને ખુશ રહેતો હતો અને દિલથી થી ભગવાનની આરાધના કરતો હતો જયારે તું આરાધના વધારે ધન મેળવવા માટે કરતો હતો. તું નોકરોથી વધારે કામ કરાવીને તેમને ઓછા પૈસા આપતો હતો. તારા આ જ કામોના કારણે તને તમારા જ નોકરનો નોકર બનાવામાં આવ્યો છે. જેથી તું પણ આ નોકરનો આ દુઃખ દર્દને સમજી શકે.

આ વાર્તાના માધ્યમથી અમે તમને એ જ વાત સમજાવવા માંગીએ છીએ કે જેવું કર્મ કરશો ફળ પણ તેવુ જ મળશે. એટલા માટે હમેશા પોતાના કર્મો પર ધ્યાન આપો. જો તમે બીજાના દુઃખ દર્દને સમજશો તો ભગવાન તમારી મદદ જરૂર કરશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.