ઘરે બેઠા મળી શકે છે સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, આ છે તેની આખી પ્રક્રિયા

0
116

હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટની જલ્દી શરુ થઇ શકે છે હોમ ડિલિવરી, ઘરે બેઠા મળશે ઘણી સુવિધાઓ. દિલ્હીમાં વાહન માલિકોના ઘરે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) ની હોમ ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. જણાવી દઇએ કે, એચએસઆરપી અને કલર કોડેડ સ્ટીકરો લગાવવામાં આવી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે હાલમાં જ નવું બુકિંગ અટકાવી દીધું છે.

પરિવહન મંત્રી કૈલાશ ગહલોતે આદેશ આપ્યો છે કે, HSRP અને સ્ટીકરો લગાવવાની પ્રક્રિયા વહેલી તકે સરળ કરવામાં આવે. આ પ્રક્રિયાને આગળ વધારતા સ્પેશિયલ કમિશનર (ટ્રાફિક) એ નંબર પ્લેટ લગાવતી કંપનીઓને હોમ ડિલિવરી શરૂ કરવાને લઈને વાત પણ કરી છે.

એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે : કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે, નંબર પ્લેટો માટે અરજી કરતા વાહન માલિકોને એસએમએસ દ્વારા તેમના સ્ટેટ્સ વિશે જાણકારી આપવામાં આવે. તે સિવાય એ પણ સૂચના આપવામાં આવી છે કે, ગ્રાહકોને રિયલ ટાઇમ જાણકારીની સુવિધા પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

આ સુવિધાઓ ઉપલબ્ધ થશે : સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવહન વિભાગે એચએસઆરપીની હોમ ડિલીવરી માટેનો એક પ્લાન પણ તૈયાર કર્યો છે. આ અંતર્ગત, વાહન માલિક જેવી જ એચએસઆરપી માટે ઓનલાઇન અરજી કરશે કે તરત જ તેને એસએમએસ દ્વારા કહેવામાં આવશે કે, કયો કર્મચારી નંબર પ્લેટ લગાવવા માટે ઘરે આવશે. આ સિવાય અરજદારને તેની પણ જાણ કરવામાં આવશે કે, હાલ કંપનીનો કર્મચારી ક્યાં છે અને ક્યારે તે તેના ઘરે પહોંચશે.

ઓનલાઇન અરજીમાં આરસી અને આઈડી પ્રૂફ નહિ આપવું પડે : અગાઉ દિલ્હી સરકાર દ્વારા હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) અને કલર કોડેડ સ્ટીકરો માટેની ઓનલાઇન અરજીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી હતી. હવે ઓનલાઇન પોર્ટલ પર કોઈ પણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર નથી. હકીકતમાં એપ્લિકેશન પ્રક્રિયામાં હવે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને આઈડી પ્રૂફની સોફ્ટ કોપી અપલોડ કરવાની શરત દૂર કરી દેવામાં આવી છે.

ફક્ત કારનો એન્જીન અને ચેસીસ નંબર દાખલ કરવો પડશે : હવે એચએસઆરપી અને કલર કોડેડ સ્ટીકર માટે ઓનલાઇન અરજી કરવા પર તમારે ફક્ત વાહનનો એન્જીન નંબર અને ચેસીસ નંબર દાખલ કરવો પડશે.

એચએસઆરપી લગાવવા માટે કેટલો ખર્ચ થશે? અલગ અલગ વાહનો માટે એચએસઆરપીના ભાવો અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, કાર માટે તેની કિંમત 600 થી 1000 રૂપિયાની વચ્ચે છે. તો ટુ વ્હીલર્સ માટે તેની કિંમત 300 થી 400 રૂપિયા સુધીની છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.