સામે આવ્યો ઋતિક રોશનનો બાળપણનો ફોટો, 42 વર્ષ પહેલા અમિતાભની આ રીતે નકલ ઉતારતા હતા

0
112

અમિતાભ બચ્ચને શેયર કર્યો ઋતિક રોશનનો 42 વર્ષ જૂનો ફોટો, દેખાયા એકદમ ક્યૂટ અંદાજમાં. બોલીવુડના બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન ભલે અભિનયની દુનિયાથી થોડા દૂર થઈ ગયા હોય, પરંતુ તેમના ફેન્સ ફોલોવિંગ હજી પણ ઓછા થયા નથી એટલે કે બિગ બીનો ક્રેઝ હજી અકબંધ છે અને તેમના ચાહકો તેમને હૃદયથી પ્રેમ કરે છે. વળી અમિતાભ પણ સતત સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે.

બિગ બી તેમના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે નવા નવા દિવસે કેટલાક ફોટા અથવા વીડિયો શેર કરતા રહે છે. એટલું જ નહીં, તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય અપાતા પણ જોવા મળે છે. જો કે, હાલમાં જ બિગ બીએ તેમના સોશ્યલ મીડિયા હેન્ડલમાંથી એક જૂની તસવીર શેર કરી છે, જે તેમની ફિલ્મ મિસ્ટર નટવરલાલના શુટીંગ સેટની છે.

આજથી લગભગ 42 વર્ષ પહેલા 1979 માં રીલીઝ થયેલ ફિલ્મ મિસ્ટર નટવરલાલ, અમિતાભની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ માંથી એક છે. એ દિવસોમાં, અમિતાભ યુવાન હતા અને તેમનો મોહક દેખાવ દરેકને પોતાની તરફ ખેંચી લેતો હતો. વળી, અમિતાભ દ્વારા શેર કરેલી આ તસવીર ખૂબ જ ખાસ છે. ચાલો જાણીએ આ તસવીરમાં શું છે ખાસ…

બિગ બીએ એક થ્રોબેક ફોટો શેર કર્યો… ખરેખર આ તસવીરમાં અમિતાભ બચ્ચન નજરે પડે છે, સાથે સાથે મ્યુઝિક ડિરેક્ટર રાજેશ રોશન તેની સામે બેઠા છે અને રિતિક રોશન ખુરશી પર પલાઠી મારીને અમિતાભને ખૂબ પ્રેમથી જોઈ રહ્યો છે.

તો આ તસવીર આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે ડેનિમ શર્ટ અને જીન્સમાં રિતિક ખૂબ જ ક્યૂટ લાગે છે અને અમિતાભને સ્ક્રીપ્ટ વાંચતો જોઈને આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યો છે.

જણાવી દઈએ કે અમિતાભ અને રીતિક વચ્ચે લગભગ 31 વર્ષનો તફાવત છે. આ જ કારણ છે કે બંને ફિલ્મ કભી ખુશી કભી ગમમાં પિતા-પુત્રની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં પિતા-પુત્રની જોડીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.

વળી અમિતાભ બચ્ચને 42 વર્ષ પહેલાની આ તસવીર શેર કરતી વખતે અમિતાભ બચ્ચને લખ્યું કે મિસ્ટર નટવરલાલમાં મેં પહેલી વાર ગીત ગયું હતું. આ ગીતાના શબ્દો હતા – મેરે પાસ આઓ, મેરે દોસ્તો…. તમને જણાવી દઈએ કે આ ગીત રાજેશ રોશનના સંગીત અને અમિતાભ બચ્ચનના અવાજમાં બધાને ખૂબ ગમ્યું હતું.

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે રાજેશ રોશન વીતેલા જમાનાના પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર હતા. તેમણે એક સંગીતકાર તરીકેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1974 માં ફિલ્મ કુંવર બાપથી કરી હતી. જો કે, તેમને તેની વાસ્તવિક ઓળખ 1975 માં આવેલી ફિલ્મ જુલીથી મળી.

ફિલ્મ જુલીના ગીતોને સંગીત પ્રેમીઓએ ખૂબ જ પસંદ કર્યા હતા. તે જ સમયે, રાજેશ રોશનને આ ફિલ્મના સંગીત માટે ફિલ્મફેરનો શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી, રાજેશ રોશનને ફરી ઋત્વિક રોશન સ્ટારર ફિલ્મ “કહો ના પ્યાર હૈ” માટે બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

મિસ્ટર નટવરલાલ ફિલ્મ વિશે વાત કરીએ તો અમિતાભ ઉપરાંત, રેખા, કાદર ખાન, અમજદ ખાન અને અજિતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના ગીતો હિટ થયા હતા, સાથે સાથે આ ફિલ્મ મોટા પડદે ખુબ ચાલી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.