ૠતિક રોશન કરવા જઈ રહ્યો છે બીજીવાર લગ્ન, દુલ્હનનું નામ જાણીને વિચારમાં પડી જશો તમે.

0
3288

એ વાતમાં કોઈ શંકા નથી કે દરેક માણસના જીવનમાં સંબંધો ઘણું મહત્વ ધરાવે છે. અને જો સંબંધો શરુ કરવાની વાત આવે તો, તે નવો સંબંધ શરુ કરતા ઘણો સમય લાગે છે. પરંતુ પહેલાથી શરુ કોઈ સંબંધને તોડવામાં એક ક્ષણ જ પુરતી હોય છે.

અને જો બોલીવુડ સ્ટાર્સના સંબંધોની વાત કરવામાં આવે, તો એમના સંબંધો હંમેશા બને અને બગડે છે. અમુક સ્ટાર્સને બાદ કરતા બોલીવુડના ઘણા બધા સ્ટાર્સ એકથી વધુ લગ્ન કરે છે. એટલે કે એક સાથે છૂટાછેડા લઈને બીજી સાથે લગ્ન કરી લીધા. આમ પણ લગ્ન પહેલા તે પોતાના અફેયરને લઈને પણ ઘણા ચર્ચામાં રહેતા હોય છે. અને લગ્ન પછી છૂટાછેડાને લઈને પણ સમાચારોમાં રહે છે. ફિલ્મી કલાકારો માટે આ બધું સામાન્ય હોય છે.

આજે અમે તમને એક એવા જ કલાકાર વિષે જણાવવાં જઈ રહ્યા છીએ. જેમણે પહેલા લગ્ન પછી છૂટાછેડા લીધા છે અને હવે બીજા લગ્ન કરવાં જઈ રહ્યા છે. અમે જેની વાત કરવાના છીએ તે કોઈ બીજા નહિ પરંતુ બોલીવુડના પ્રસિદ્ધ સ્ટાર ઋત્વિક રોશન છે. જે ઘણા જ સારા ડાંસર પણ છે. ઋત્વિક રોશને સુઝેન ખાન સાથે લગ્ન કર્યા હતા. સુઝેન સંજય ખાનની દીકરી છે. પરંતુ થોડા વર્ષો પહેલા સુઝેન અને ઋત્વિક રોશને છૂટાછેડા લઇ લીધા છે.

જયારે ઋત્વિક અને સુઝેનના છૂટાછેડા થયા હતા દરેક વ્યક્તિ ચકિત થઈ ગયા હતા. કારણ કે ત્યારે આ બન્નેની જોડીને આદર્શ જોડી માનવામાં આવતી હતી. કેમ કે ઋત્વિક, સુઝેન અને સાથે મળીને પોતાના બન્ને બાળકોની સારી રીતે સંભાળ રાખે છે. ત્યાં સુધી કે ક્યારેય પણ બન્ને વચ્ચે કોઈ વાતને લઈને કોઈ પણ પ્રકારનો ઝગડો થયો હોય એવું પણ જાણવામાં આવ્યું ન હતું. છતાં પણ ન જાણે કઈ વાતને લઈને બન્નેના છૂટાછેડા થઇ ગયા.

જો કે તે બંને જણા છૂટાછેડા પછી પણ ઘણીવાર એક સાથે રેસ્ટોરન્ટ કે પીકનીક ઉપર પોતાના બાળકો સાથે જોવા મળે છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, બન્ને એક સાથે એટલા માટે છે જેથી તે પોતાના બાળકો સાથે સમય પસાર કરી શકે. તે નહોતા ઇચ્છતા હતા કે તેમના જુદા થવાની અસર તેમના બાળકો ઉપર પડે. એટલા માટે તે હંમેશા બાળકો સાથે ફરવા જતા હતા.

છૂટાછેડા પછી ઋત્વિક તો એકદમ એકલા જ થઇ ગયા છે. અને એમને સુઝેનની યાદ પણ દુ:ખી કરવા લાગી છે. અને હવે તો એવું લાગી રહ્યું છે કે, ઋત્વિક સુઝેન વગર નથી રહી શકતો. એટલા માટે જ તે હવે બીજી વાર લગ્ન કરવા જઈ રહ્યા છે.

સામાન્ય રીતે બીજા લગ્ન શબ્દ વાંચતા એ વાત જરૂર લોકોના મગજમાં આવે છે કે, ઋત્વિક હવે કઈ છોકરીને પોતાની પત્ની બનાવવા જઈ રહ્યા છે. ખાસ કરીને તેમની પત્ની બનવા જઈ રહેલી છોકરી બીજી કોઈ નહિ, પરંતુ તેની એક્સ પત્ની સુઝેન જ છે. જી હાં, ઋત્વિક રોશન ફરીથી સુઝેન ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.

છૂટાછેડાને થોડો સમય વીત્યા પછી ઋત્વિકને સમજાયું કે, તે સુઝેનથી અલગ નથી રહી શકતો. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઋત્વિક, સુઝેન સાથે બીજી વાર લગ્ન પોતાના બાળકોના વર્તમાન અને ભવિષ્ય માટે કરી રહ્યો છે. તે નથી ઈચ્છતો કે તેમના બાળકો ઉપર તેમના જુદા રહેવાની કોઈ ખરાબ અસર થાય.

જણાવી દઈએ કે, બોલીવુડના સુત્રો અનુસાર ઋત્વિકની ઈચ્છા છે કે તેમના બન્ને બાળકોને માં અને બાપ એમ બંનેનો પ્રેમ મળે, નહિ કે કોઈ એકનો. એટલા માટે ઋત્વિક રોશને સુઝેન સાથે ફરી વખત લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જયારે આ બન્નેના છુટાછેડા થઇ રહ્યા હતા, ત્યારે બંનેના ઘરવાળાઓએ એમને ઘણા સમજાવ્યા હતા કે, તે છૂટાછેડા ન લે, અને થોડા દિવસો જુદા રહીને જોઈ લે.

પરંતુ કેટલું પણ ઘરવાળાઓના સમજાવવા છતાં પણ બન્ને ન માન્યા અને છૂટાછેડા લઇ લીધા. એ બાબતે સુઝેને જણાવ્યું હતું કે, તે છૂટાછેડા એટલા માટે લઇ રહી છે જેથી તે પોતાનું જીવન પોતાની રીતે જીવી શકે.