તમારી આસપાસ કોઈ વ્યક્તિએ ઝેર પીધું હોય, તો આ ઉપાયથી તમે એનો જીવ બચાવી શકો છો

0
5414

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને ઝેર સંબંધિત થોડી જાણકારી આપીશું. મિત્રો આજકાલના વ્યસ્ત જીવનમાં લોકોને ટેંશન / તણાવ વધારે રહે છે. દુનિયામાં ઘણા બધા લોકો કામ-ધંધામાં આવક ન થવાથી પરેશાન હોય છે, કોઈ ખેતી સારી ન થવાથી પરેશાન હોય છે, કોઈ પ્રેમમાં દગો મળવાથી દુઃખી હોય છે, કોઈ ઘરના કંકાસથી કંટાળી ગયા હોય છે, તો કોઈ સતત નિષ્ફળતા મળવાથી દુઃખી હોય છે.

એવામાં લોકો જીવનથી કંટાળીને ઝીર પી ને પોતાનું જીવન ટૂંકાવી દે છે. જો કે એનાથી કોઈ વાતનો ઉકેલ આવતો નથી. અને એમના ગયા પછી એમના પરિવાર પર જે વીતે છે એના વિષે તેમને ખબર નથી હોતી.

આજે અમે તમને એ ઉપાય જણાવીશું જેનાથી ઝેર પીધું હોય એવા વ્યક્તિનો જીવ તમે બચાવી શકો છો. જયારે કોઈ વ્યક્તિ જીવનથી કંટાળીને ખોટું પગલું ભરે છે. એટલે કે ઝેર પી લે છે, તો એવામાં એમના ઝેર પીધાના થોડા સમયની અંદર જ એમને ઉલટી કરાવી દેવામાં આવે, તો એમનો જીવ બચાવી શકાય છે. જણાવી દઈએ કે ઝેર પીધા પછી એને શરીરમાં પોતાની અસર દેખાડતા થોડો સમય લાગે છે.

જો તમારી આજુબાજુમાં કે તમારી નજરની સામે જ કોઈએ ઝેર પીધું છે, તો તમે સમય ગુમાવ્યા વગર એને ઊલ્ટી કરાવી દો તો તમે એનો જીવ બચાવી શકો છો. આજે અમે આવા સંજોગોમાં કોઈને ઊલ્ટી કેવી રીતે કરાવવી એના વિષે જણાવીશું. તમે આ જાણી લેશો તો તમને તે ગમે ત્યારે આવા મુશ્કેલ સમયમાં કામ લાગી શકે છે.

જેવું કે અમે આગળ જણાવ્યું એમ જ્યારે કોઈપણ વ્યક્તિ ઝેર પી જાય એટલે સૌથી પહેલા તેને ઊલ્ટી કરાવવી જરૂરી બને છે. તો એવા સંજોગોમાં વ્યક્તિને ઊલ્ટી કરાવવા માટે, તેને થોડી રાઈ પીસીને પાણીમાં ભેળવીને પીવડાવી દો. આ પાણીના એક ચમચી સેવનથી જ વ્યક્તિ ઊલ્ટી કરવા માંડશે અને તેના શરીરમાં રહેલુ સંપૂર્ણ ઝેર બહાર નીકળી જશે.

ઊલ્ટી કરાવવા માટે બીજો એક ઉપાય પણ છે, તે પણ તમને જણાવી દઈએ. આ ઉપાય છે સિંધવ મીઠાનો. મિત્રો જે વ્યક્તિએ ઝેર પીધું હોય છે તેને ઝેર પીધાના થોડા સમયની અંદર જ પાણીમાં થોડૂ સિંધવ મીઠું ઉમેરીને પીવડાવવામાં આવે, તો તેનો જીવ બચી શકે છે. તો મિત્રો, જો તમારી આસપાસ પણ કોઈ આવી ઘટના બને તો ત્યારે આ ઉપાયો અવશ્ય કરવા, જેથી કોઈના અમૂલ્ય જીવને બચાવી શકાય,અને તેના જીવનું રક્ષણ કરી શકાય.

તેમજ મિત્રો આ રીતે ઊલ્ટી કરાવી ઝેર બહાર કાઢ્યા પછી સમયનો વ્યય ન કરતા, તરત જ એ વ્યક્તિને ડોક્ટર પાસે પહોંચાડવા. જેથી ડોક્ટર તેની તપાસ કરી એને સંપૂર્ણ રીતે સ્વસ્થ કરી શકે. જીવન અમૂલ્ય છે એથી સ્થિતિની ગંભીરતાને સમજી એવા વ્યક્તિને હોસ્પીટલમાં ડોક્ટર પાસે લઈ જવા જરૂરી છે.