ઘર પાસે મધમાખીએ મધપૂડો બનાવ્યો હોય તો તેને નુકશાન પહોંચાડ્યા વગર દૂર કરવા શું કરવું? અહીં જાણો તેનો ઉપાય.

0
369

ઘણીવાર એવું થાય છે કે, તમારા ઘરની આસપાસ રહેલા ઝાડ પર કે ખેતરમાં રહેલા ઝાડ પર મધમાખીઓ મધપૂડો બનાવી દે છે. મધમાખીએ બનાવેલું મીઠું મધ તો દરેકને પસંદ હોય છે, પણ મધમાખીએ મારેલો ડંખ ખુબ પરેશાન કરે છે. એવામાં લોકો મધપૂડાને ત્યાંથી દૂર કરવા ઈચ્છે છે જેથી તે કોઈને ડંખ ના મારે અને કોઈ પરેશાન ન થાય.

આમ તો તમે મધમાખીને નુકસાન નહીં પહોંચાડતા હોય, તો તે પણ તમને ડંખ નહિ મારે. પણ અજાણતામાં ક્યારેય કોઈથી પણ મધમાખીને નુકસાન પહોંચ્યુ હોય અથવા સમડી કે બાજ જેવા પક્ષી નુકસાન પહોંચાડી ગયાં હોય, તો તે થોડા દીવસ તમારા ઉપર પણ ગુસ્સો કરશે. એવામાં સાવચેત રહેવું જરૂરી છે.

જો તમારે ત્યાં પણ મધમાખીએ મધપૂડો બનાવ્યો છે અને તમે તેને દૂર કરવા માંગો છો, તો જણાવી દઈએ કે અનુભવ વગર મધપૂડો ઉતારવાની ભૂલ કરવી તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

જો તમારે મધપૂડો હટાવવો હોય તો મધ ઉતારનારા વનવાસી આદિવાસી સજ્જન પાસે તેનું સ્થાન પરિવર્તન કરાવી દો. આ સૌથી સારો વિકલ્પ રહેશે.

તે સિવાય તમે ધુમાડાથી માંખોને દૂર કરાવીને, પછી તે ડાળખીને અન્યવૃક્ષ પર જ્યાં કોઈ માણસની અવરજવર ના હોય ત્યાં નિવાસ કરાવી શકો છો.

અન્ય એક ઉપાય એ છે કે, મરચા નાખીને બે દિવસ સુધી ધુમાડો કરો તો મધમાખી ઉડી જશે.

તેમજ ઝાડની નીચે છાંણાનો ધુમાડો કરવાથી પણ મધમાખી પોતાના ઘર બદલી દે છે. પણ તેને પથ્થર મારીને કે અન્ય કોઈ વસ્તુ વડે તેના પર હુમલો કરીને ત્યાંથી ભગાડવી એકદમ ખોટી રીત છે. એવું તો ભૂલથી પણ કરશો નહિ.