આ રીતે જાતે જ કરો અસલી-નકલી દૂધની ઓળખાણ, કારણ કે પેકેટમાં દૂધની જગ્યાએ આવી રહ્યું છે ઝેર…

0
2817

દૂધ વગર મોટાભાગના લોકોનો દિવસ અધુરો ગણાય છે. દુધનો આપણે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આપણા બધાના ઘરમાં દૂધ રોજ ઉપયોગમાં લેવાતી પ્રોડક્ટ છે, અને તેની માંગ પણ ઘણી વધારે છે. દૂધને આપણે બે રીતે લઈએ છીએ, એક તો પેકેટ વાળું દૂધ અને બીજું જે આપણા ઘેર ફેરિયા આપવા આવે છે તે ખુલ્લું દૂધ. તમારા હિત માટે જણાવી દઈએ કે આજકાલ નકલી દુધનો ધંધો ઘણો વિકાસ પામી રહ્યો છે. એવામાં આપણે જાણે અજાણ્યે નકલી દૂધનું સેવન કરી રહ્યા છીએ, જે આપણા આરોગ્ય માટે ઘણું જ હાનિકારક છે.

માટે એ જરૂરી છે કે તમારે તમારા ઘરમાં આવતા દુધની તપાસ કરવી જોઈએ. કારણ કે હવે તો પેકેટ વાળું દૂધ પણ નકલી આવવા લાગ્યું છે. આજે આ લેખના માધ્યમથી અમે તમને જણાવીશું થોડી એવી ટીપ્સ, કે જેની મદદથી જ તમને ખબર પડી જાય છે, કે તમે જે દૂધ વાપરી રહ્યા છો, તે નકલી છે કે પછી અસલી. તો આવો જાણીએ થોડી એવી રીતો વિષે જેનાથી અસલી અને નકલી દૂધની પરખ કરી શકાય છે.

સૌથી પહેલી રીત છે દુધને સુંઘવું. તમે દુધને સુંઘીને જાણી શકો છો કે તે દૂધ નકલી છે કે અસલી. જો તમને દુધ માંથી સાબુ જેવી વાસ આવી રહી છે, તો તે દૂધ ભેળસેળ વાળું છે. તેનો અર્થ કે તમે સેંથેટીક દૂધનો ઉપયોગ કરી રહ્યા છો. તેને તરત બદલી દો તે તમને નુકશાન જ કરશે.

બીજી રીત છે કાચ, લાકડા કે પથ્થરથી તપાસવું. આ રીત પણ એક અસરકારક રીત છે. આ રીતનો ઘરની મહિલાઓ વધુ ઉપયોગ કરે છે. આ રીત મુજબ દુધના થોડા ટીપા સપાટ પથ્થર ઉપર કે લાકડા અથવા કાચ ઉપર નાખો. જો દૂધ સીધી લીટીમાં અને સફેદ નિશાન બનાવી દે તો તમારું દૂધ અસલી છે અને જો એવું નથી થતું તો તે દૂધ નકલી છે.

તમે અસલી અને નકલી દુધની તપાસ સમયાંતરે કરતા રહો તો એ તમારા અને પરિવારના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. આમ કરવાથી તમે સ્વસ્થ રહી શકો છો. અને નાના બાળકોને તો ભેળસેળ વાળું દૂધ પીવડાવવાથી દુર જ રહેવું જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.