શું તમારા ખાતામાં જમા થઈ રહી છે LPG સિલિન્ડરની સબસિડી? આ રીતે મેળવો તેની જાણકારી.

0
473

તમે પણ જો LPG ગેસનો બાટલો વપરાતા હોય તો તમને મળતી સબસિડી ક્યાં જઈ રહી છે? આ રીતે કરો ચેક. હાલના સમયમાં સરકાર એક વર્ષમાં દરેક ઘર માટે 14.2 કિલોગ્રામના 12 સિલિન્ડરો પર સબસિડી આપી રહી છે. જો ગ્રાહક તેનાથી વધારે સિલિન્ડર ઈચ્છે છે, તો તે તેમને બજાર કિંમતે ખરીદી શકે છે. ઘણા ગ્રાહકોને તેની જાણકારી નથી હોતી કે તેમના ખાતામાં સબસિડીના કેટલા પૈસા જમા થયા છે.

એવામાં ઘણા ગ્રાહક ફરિયાદ પણ કરે છે કે તેમના ખાતામાં સબસિડીની રકમ જમા નથી થઇ. જો તમને પણ તેની જાણકારી નથી, તો જણાવી દઈએ કે તમે ઘરે બેઠા બેઠા એ જાણી શકો છો કે, તમારા ખાતામાં સબસિડીની રકમ જમા થઈ છે નથી થઈ. આવો જાણીએ તેની રીત.

lpg gas
lpg gas

આ રીતે જાણી શકો છો એલપીજી સબસિડીની સ્થિતિ :

મોબાઈલ દ્વારા ગેસ સિલિન્ડરની સબસિડી વિષે જાણવા માટે તમારે સૌથી પહેલા Mylpg. in પર જવું પડશે. આ વેબસાઈટમાં તમને ત્રણેય પેટ્રોલિયમ કંપનીઓ એચપી, ભારત અને ઇંડેનની ટેબ દેખાશે (એલપીજી સિલેન્ડરના ફોટા હશે જેના પર કંપનીના નામ લખ્યા હશે) . અહીં પોતાની સિલિન્ડર કંપની પર ક્લિક કરો.

હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. મેન્યુમાં ગયા પછી પોતાની 17 અંકવાળી એલપીજી આઈડી દાખલ કરો. જો ગ્રાહકને પોતાની એલપીજી આઈડી નથી ખબર, તો ‘Click here to know your LPG ID’ પર જાવ.

હવે પોતાનો રજીસ્ટર મોબાઈલ નંબર, એલપીજી ઉપભોક્તા આઈડી, રાજ્યનું નામ અને વિતરકની જાણકારી દાખલ કરો. ત્યારબાદ કેપ્ચા કોડ ભર્યા પછી પ્રોસર્સ બટન પર ક્લિક કરો.

પ્રોસેસ કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે, જેના પર તમને LPG ID દેખાશે.

હવે એક પોપ-અપ પર તમારા ખાતાનું વિવરણ દેખાશે. અહીં તમારું બેંક ખાતું અને આધાર કાર્ડ તમારા એલપીજી ખાતા સાથે લિંક હોવાની જાણકારીની સાથે જ તમને એ પણ ખબર પડશે કે, તમે સબસિડીનો વિકલ્પ છોડી દીધો છે કે નહિ.

પેજની ડાબી તરફ ‘સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રી અથવા સબસિડી ટ્રાન્સફર જુઓ’ પર ક્લિક કરો. તેના પર ક્લિક કરવાથી તમને સબસિડીની રકમ પણ જોવા મળશે.

જણાવી દઈએ કે, ગેસ સિલિન્ડરની કિંમત દર મહિને બદલાતી રહે છે. તેની કિંમત સરેરાશ આંતરરાષ્ટ્રીય બેચમાર્ક અને વિદેશી વિનિમય દરોમાં પરિવર્તન જેવા પરિબળ નિર્ધારિત કરે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.