શું તમે જાણો છો કેવી રીતે થયું હતું રાધાજીનું મૃત્યુ? અને શા માટે શ્રીકૃષ્ણએ તોડી હતી પોતાની પ્રિય વાંસળી?

0
2877

ભારત વર્ષના ઇતિહાસમાં રાધાકૃષ્ણની પ્રેમ કહાની સૌથી વધારે પ્રચલિત છે. એમનો પ્રેમ નિસ્વાર્થ હતો. એમના એક બીજા સાથે લગ્ન થયા ન હતા પણ એકબીજા વગર એ અધૂરા હતા. તેઓ એક બીજા સાથે મનથી જોડાયેલા હતા. પણ આજે અમે તમને રાધાના મૃત્યુ સાથે જોડાયેલી ઘટના વિષે જણાવીશું.

પ્રભુ શ્રીકૃષ્ણનું નામ આવે ત્યાં રાધાજીનું નામ આવે છે. રાધા કૃષ્ણને એક બીજા વગર અધૂરા માનવામાં આવે છે, ત્યારે તો તમામ ભક્ત કૃષ્ણને રાધા કૃષ્ણના નામથી જ યાદ કરે છે. એ કહેવું ખોટું નહિ હોય કે તે બન્ને નામ એક બીજા માટે જ બન્યા છે, અને તેને જુદા નથી કરી શકાતા. તે નામ જપવાથી જીવન રૂપી નાવડી પાર પડી જાય છે.

શ્રીકૃષ્ણના લગ્ન તો રુકમણી સાથે થયા હતા. પણ તમે એમના કોઈપણ મંદિરમાં જાવ તો ભગવાન શ્રીકૃષ્ણની સાથે રાધાજીની મૂર્તિ જ હોય છે. બન્નેનો પ્રેમ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. પરંતુ શું તે જાણો છો? ત્યારે શું થયું હતું, જયારે શ્રીકૃષ્ણ રાધાને છોડીને જતા રહ્યા? રાધાજીનું મૃત્યુ કેવી રીતે થયું હતું અને તેમની છેલ્લી ઈચ્છા શું હતી? જો નહિ, તો આવો આજે અમે તમને એના વિષે જણાવીએ.

કેવી રીતે થયું રાધાનું મૃત્યુ :

એ વાત તો તમે જાણતા હશો કે જયારે મામા કંસએ ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામને મથુરા આમંત્રિત કર્યા ત્યારે પહેલી વખત ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા એકબીજાથી જુદા થયા હતા. પણ વિધિનું વિધાન કંઈક અલગ જ હતું. અને રાધાજી એક વખત ફરી શ્રીકૃષ્ણને મળ્યા. એ સમયે રાધાજી શ્રીકૃષ્ણની નગરી દ્વારકા જઈ પહોંચ્યા હતા. અને જયારે કૃષ્ણએ રાધાને જોઈ તો તે ઘણા ખુશ થયા.

આ મુલાકાતમાં તે બન્ને સાંકેતિક ભાષામાં એક બીજા સાથે ઘણી વાર સુધી વાતો કરતા રહ્યા. શાસ્ત્રોમાં એ વાતનું વર્ણન છે કે રાધાને કાન્હાની નગરી દ્વારકામાં કોઈ ઓળખતું ન હતું. રાધાના અનુરોધ કરવાંથી કૃષ્ણએ તેમને મહેલમાં એક દેવિકા તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ રાધાજી આખો દિવસ મહેલમાં રહેતા હતા, અને મહેલ સાથે જોડાયેલા કામની દેખરેખ રાખતા હતા. અને સમય મળતા જ તે શ્રીકૃષ્ણના દર્શન કરી લેતા હતા.

છોડી દીધો મહેલ :

અહી પણ ભાગ્યમાં કંઈક બીજું જ લખ્યું હતું. વધતી ઉંમરની સાથે-સાથે તે કૃષ્ણથી દુર જવા માટે મજબુર થઇ ગયા. એ કારણે એક સાંજે રાધાજી મહેલ માંથી છાનામાના જ નીકળી ગયા અને ન જાણે કઈ તરફ જતા રહ્યા. એમને તો ખબર પણ ન હતી કે તે ક્યાં જઈ રહ્યા છે, પણ ભગવાન શ્રીકૃષ્ણ બધું જાણતા હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને રાધાજી એકદમ એકલા થઇ ગઈ હતા. અંતે એમને ભગવાન શ્રીકૃષ્ણના સાથની જરૂર પડી. તે કોઈ પણ રીતે ભગવાન શ્રીકૃષ્ણને જોવા માંગતા હતા. અને તેમની એ ઈચ્છા જાણી ભગવાન શ્રીકૃષ્ણ તેમની સામે આવી ગયા.

કૃષ્ણએ વગાડી વાંસળી :

પોતાના અંતિમ સમયે જેવા જ કૃષ્ણ પોતાની સામે આવ્યા કે રાધાજી અત્યંત પ્રસન્ન થઇ ગયા. પણ એ પ્રસન્નતા એમના માટે વધુ સમય રહેવાની ન હતી. કારણ કે હવે તે સમય નજીક હતો જયારે રાધા પોતાના પ્રાણ ત્યાગ કરી દુનિયાને વિદાય લેવાના હતા. રાધાએ એ સમયે કૃષ્ણને કહ્યું કે તે છેલ્લી વખત તેમને વાંસળી વગાડતા જોવા માંગે છે. શ્રીકૃષ્ણએ વાંસળી લીધી અને ઘણા જ સરસ સુર સાથે વગાડવા લાગ્યા.

વાંસળીનું સંગીત સાંભળતા સાંભળતા રાધાએ કર્યો શરીરનો ત્યાગ :

પ્રભુ વાંસળી વગાડી રહ્યા હતા અને ધીમે ધીમે રાધાજી દુનિયા માંથી વિદાય લઈને જતા રહ્યા. તેમના જતા જ ભગવાન શ્રીકૃષ્ણ ઘણા દુ:ખી થઇ ગયા અને તેમણે વાંસળી તોડીને ઘણે દુર ફેંકી દીધી. જે સ્થળ ઉપર રાધાએ કૃષ્ણની મરવા સુધી રાહ જોઈ તેને આજે ‘રાધા મંદિર’ના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર મહારાષ્ટ્રમાં આવેલું છે.