જાણો કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવી જોઈએ, ખોટી પ્રદક્ષિણા કરવા પર હંમેશા થાય અશુભ.

0
338

ઘણા ઓછા લોકો જાણે છે કયા ભગવાનની કેટલી પ્રદક્ષિણા કરવામાં આવે છે, ખોટી પ્રદક્ષિણા કરશો તો મળશે અશુભ પરિણામ. પૂજા કરતી વખતે ભગવાનની પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા જરૂર કરવામાં આવે છે. પ્રદક્ષિણાએ પૂજાનો જ એક ભાગ હોય છે. ભગવાનની મૂર્તિ સિવાય ઘણા લોકો મંદિર અને પવિત્ર વૃક્ષોની પણ પ્રદક્ષિણા કરે છે. શાસ્ત્રોમાં પ્રદક્ષિણાને લગતા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે, અને શાસ્ત્રો અનુસાર દરેક દેવી-દેવતાઓની પ્રદક્ષિણાની સંખ્યા અલગ અલગ હોય છે.

પંડિતો અનુસાર, સૂર્ય દેવની પૂજા કર્યા પછી તેમની પ્રદક્ષિણા જરૂર કરવી જોઈએ, અને તેમની પ્રદક્ષિણાની સંખ્યા સાત હોય છે. શાસ્ત્રોમાં શ્રી ગણેશની પ્રદક્ષિણાની સંખ્યા ત્રણ જણાવવામાં આવી છે. ભગવાન શ્રી વિષ્ણુ અને તેમના બધા અવતારોની ચાર વખત પ્રદક્ષિણા કરવી જોઈએ. જ્યારે દેવી દુર્ગા સહિત તમામ દેવીઓની પ્રદક્ષિણાની સંખ્યા એક હોય છે. હનુમાનજીની ત્રણ અને શિવલિંગની અડધી પ્રદક્ષિણા કરવાની હોય છે. શિવજીની પ્રદક્ષિણા કરતી વખતે શિવલિંગની જલધારીને ઓળંગવી જોઈએ નહીં. જલધારી સુધી પહોંચીને પ્રદક્ષિણા પુરી થાય છે. જેના લીધે શિવલિંગની પ્રદક્ષિણા અડધી માનવામાં આવી છે.

આ રીતે કરો પ્રદક્ષિણા : જયારે પણ પ્રદક્ષિણા કરો ત્યારે દિશાનું ધ્યાન રાખો અને ખોટી દિશામાં પ્રદક્ષિણા શરૂ ના કરો. આમ કરવાથી પ્રદક્ષિણા કરવાનું ફળ મળતું નથી. શાસ્ત્રો અનુસાર પ્રદક્ષિણા ફરતા સમયે તમારી દિશા સાચી હોવી જોઈએ. જમણા એટલે કે સીધા હાથ તરફથી પ્રદક્ષિણા શરૂ કરવામાં આવે છે. જમણાનો અર્થ દક્ષિણ થાય છે, આ કારણ કે પરિક્રમાને પ્રદક્ષિણા કહેવામાં આવે છે. જો મૂર્તિની પ્રદક્ષિણા ફરવા માટે કોઈ સ્થાન ન હોય તો, તે એક જ જગ્યા પર ગોળ ફરીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે.

તમે વિચારી રહ્યા હશો કે પ્રદક્ષિણા ફરવાથી શું લાભ મળે છે. તો જણાવી દઈએ કે, હકીકતમાં જયારે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ, ત્યારે આપણું શરીર સકારાત્મક ઉર્જા ગ્રહણ કરે છે, અને મનને શાંતિ મળે છે. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે.

આ મંત્રનો જાપ કરો :

પ્રદક્ષિણા શરૂ કરતા પહેલાં તમારે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. દીવો પ્રગટાવ્યા પછી જ પોતાની પ્રદક્ષિણા શરૂ કરો. તેમજ પ્રદક્ષિણા ફરતા સમયે નીચે જણાવેલા મંત્રનો જાપ જરૂર કરો. આ મંત્રનો જાપ કરવાથી પરિક્રમા સફળ થઈ જાય છે.

યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર કૃતાનિ ચ,

તાનિ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણે પદે-પદે.

આ મંત્રનો અર્થ આ પ્રકારે છે – જાણે અજાણે કરવામાં આવેલા અને પૂર્વજન્મના પણ બધા પાપ પ્રદક્ષિણાની સાથે સાથે નષ્ટ થઈ જાય. ભગવાન મને સદ્દબુદ્ધિ આપો.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.