લોકોને લાલ ચોળ કરી દેતું મરચું ભારતમાં કેવી રીતે આવ્યું, જાણો મરચાનો ઈતિહાસ.

0
539

ભારતમાં મોટા પ્રમાણમાં ખાવામાં આવતું અને ઉગાડવામાં આવતું મરચું ભારતનું નથી પણ આ દેશમાંથી આવ્યું છે.

શું તમે ક્યારેય મરચું ખાતા સમયે એવું વિચાર્યું છે કે ખરેખર આ મરચું આવ્યું ક્યાંથી? આજે તે આપણા બધાના જીવનનો ખાસ અને તીખો ભાગ છે, જેનો આપણે મોટા ભાગની વાનગીઓમાં ઉપયોગ કરીએ છીએ. તેનું સૌથી વધુ સેવન ભારતમાં જ કરવામાં આવે છે. પણ શું તમે જાણો છો તેનું મૂળ ઉત્પાદન ભારતમાં થતું ન હતું?

તે અમેરિકાથી ભારતમાં આવ્યું છે. આમ તો ભારતમાં તેનો વધુ ઉપયોગ થાય છે એટલા માટે વપરાશના આધાર ઉપર મરચાના ઉત્પાદનમાં ભારત પહેલા સ્થાન ઉપર છે. આવો જાણીએ કે મરચું ભારતમાં કેવી રીતે આવ્યું અને તેની સાથે જોડાયેલા બીજા રોચક તથ્ય પણ જાણીએ.

મરચાનો ઈતિહાસ : એપિક ચેનલની એક ડોક્યુમેન્ટ્રીના આધાર ઉપર ઘણા ઈતિહાસકારો અને નિષ્ણાંતોનું માનવું છે કે, સેન્ટ્લ અને સાઉથ અમેરિકાના લોકો 7000 બીસીથી મરચાનો ઉપયોગ કરી રહ્યા છે. એટલું જ નહિ, મેક્સિકોમાં 6000 વર્ષ પહેલાથી જ મરચાની ખેતી કરવામાં આવી રહી હતી. તેનો અર્થ 6000 વર્ષ પહેલા જ મરચાનું સેવન શરુ થઇ ગયું હતું. દુનિયાભરમાં એક, બે કે દસ નહિ લગભગ ચારસો પ્રકારના મરચા મળી આવે છે.

ભારતમાં મરચું આવ્યું કેવી રીતે? અમેરિકામાં ખાવામાં આવતું મરચું ભારતમાં કોણ લાવ્યું અને કોણે તેનો ઉપયોગ ભારતમાં કરાવ્યો? એક રીપોર્ટના આધાર ઉપર કહેવામાં આવે છે કે, વાસ્કો ડી ગામા વર્ષ 1498 માં અમેરિકાથી તેને ભારત લઈને આવ્યા. તેમણે સૌથી પહેલા ગોવાના લોકોને મરચાનો સ્વાદ ચખાડ્યો. ત્યાર પછી આખા દેશમાં ધીમે ધીમે મરચાનો ઉપયોગ શરુ થઇ ગયો.

મરચા પહેલા લોકો ખાવાનું તીખું બનાવવા માટે કાળા મરીનો ઉપયોગ કરતા હતા, પણ જયારે લાલ મરચું આવ્યું તો તેમણે તેનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધું કેમ કે આ મરચું ઉગાડવામાં સરળ હતું અને તેનો ટેસ્ટ પણ ઘણો સારો હતો. તેમ જ એવો અંદાજ પણ લગાવવામાં આવે છે કે ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં મરચા શ્રીલંકાથી આવ્યા હતા.

ભારતમાં સૌથી વધુ થાય છે ઉત્પાદન : ભલે ભારતમાં મરચું અમેરિકાથી આવ્યું, પણ આજે ભારતમાંથી અમેરિકામાં મરચું મોકલવામાં આવી રહ્યું છે કેમ કે ભારતે મરચાની ક્વોલેટી ઉત્તમ બનાવી અને તેના ઉત્પાદનની બાબતમાં બીજા દેશોથી આગળ નીકળી ગયું. આજે ભારત તેની નિકાસની બાબતમાં પણ સૌથી આગળ છે. પ્રતિ વર્ષ 13 લાખ મેટ્રિક ટન મરચાનું ઉત્પાદન કરવા વાળું ભારત પોતાને ત્યાંથી અમેરિકા, નેપાળ, યુકે, શ્રીલંકા અને બાંગ્લાદેશને મરચાની નિકાસ કરે છે. ભારત ઉપરાંત પેરુ, પાકિસ્તાન, ચીન અને થાઇલેન્ડ પણ મરચાનું ઉત્પાદન કરે છે.

મરચું તીખું છે કે નથી તે કેવી રીતે જાણી શકાય છે? મરચાની તીખાશ જાણવા માટે અમેરિકાના ડબ્લ્યુ એલ સ્કોવીલે વર્ષ 1912 માં એક યુનિક પદ્ધતિ શોધી કાઢી, જેમાં ખાંડથી મરચાની તીખાશ માપવામાં આવતી હતી. ત્યાર પછી આ રીતને વધુ સારી બનાવવામાં આવી, જેને એસએચઓ (SHO) યુનિટ કહેવામાં આવે છે. તેની ઉપરથી જાણી શકાય છે કે મરચું કેટલું તીખું છે.

(આ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.)

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.