આ છે હાઈ બ્લડ પ્રેશર પર નિયંત્રણ મેળવવા માટેના અત્યંત પ્રભાવશાળી ઘરેલું ઉપાય, ક્લિક કરી જાણો.

0
2025

મિત્રો તમે બધા જાણો જ છો કે, અનિયમિત દિનચર્યા અને આધુનિક જીવન શૈલીને કારણે વર્તમાન સમયમાં હાઈ બ્લડ પ્રેશર એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણા બધા લોકોને આ સમસ્યા રહે છે. અને ગ્રામીણ વિસ્તારોની સરખામણીમાં શહેરના લોકોને આ સમસ્યા વધુ પ્રમાણમાં થાય છે.

જણાવી દઈએ કે, હાઈ બ્લડ પ્રેશરના દર્દીને ચક્કર આવવા અને માથું ફરવું વગેરે સમસ્યાઓ થાય છે. તેમજ દર્દીનું કોઈ પણ કામમાં મન નથી લાગતું. તેમજ આનાથી શારીરિક કામ કરવાની ક્ષમતા પણ નથી રહેતી. અને દર્દી ઊંઘનો શિકાર બની જાય છે.

આવી સમસ્યા થવા પર વધારે ગભરાવાની જરૂર નથી. કારણકે કેટલાક ઘરેલુ ઉપચારના સાવધાનીપૂર્વક ઉપયોગથી વગર કોઈ પ્રકારની દવા લીધે આ ભંયકર બીમારીને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી શકાય છે. એના માટે માત્ર જરૂરી છે પ્રતિબંધિત રીતે નિયમોનું પાલન કરવાની. તો આવો જાણીએ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાં માટેના ઘરેલુ ઉપાય.

મીઠાનો ઉપયોગ ઓછો કરવો :

જણાવી દઈએ કે, મીઠું બ્લડ પ્રેશર વધારવાનું સૌથી પ્રમુખ કારણ છે. એટલા માટે આ વાત સૌથી મહત્વપૂર્ણ છે કે, હાઈ બી પી વાળા દર્દીએ મીઠાનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ.

લસણનો ઉપયોગ :

મિત્રો, હાઈ બ્લડ પ્રેસરનું એક મુખ્ય કારણ લોહીનું ઘટ્ટ થવું હોય છે. શરીરમાં રહેલું લોહી ઘટ્ટ હોવાથી તેનો પ્રવાહ ધીમે થઇ જાય છે. આનાથી ધમનીઓ અને નસમાં દબાણ વધી જાય છે. એવામાં લસણ બ્લડ પ્રેશરને સારું કરવામાં ખુબ મદદગાર ઘરેલુ ઉપાય છે. તે શરીરમાં લોહીનો જથ્થો નહિ જામવા દે. તેમજ તે ઘમનીની કઠોરતામાં પણ લાભદાયક છે. અને લોહીમાં વધારે કોલેસ્ટ્રોલ હોવાની સ્થિતિનું પણ સમાધાન કરે છે.

ડુંગરીનું સેવન :

જાણકારી માટે જણાવી દઈએ કે, ડુંગરીનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહે છે. અને જો તમારું બ્લડ પ્રેશર વધી ગયું છે, તો તેને સરખું કરવા માટે ડુંગરીનો ઉપયોગ કરવો. આના સેવનથી શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલની માત્રા પણ નિયત્રિત થાય છે. આમાં ક્યોરસેટિન જોવા મળે છે, આ એક એવું ઓક્સીડેંટ ફ્લેવેનોલ છે, જે હદયને રોગોથી બચાવે છે. ડુંગરીનો શાકની સાથે અને સલાડની સાથે પણ પ્રયોગ કરી શકો છો.

આદુ છે ઉપયોગી :

આ સમસ્યામાં આદુ પણ ઘણું ફાયદાકારક હોય છે. જણાવી દઈએ કે, ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓની દિવાલો પર પ્લેક એટલે કે કેલ્શિયમ યુક્ત મૈલ પૈદા કરે છે. એનાથી લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો થાય છે, અને એનું પરિણામ હાઈ બલ્ડ પ્રેસરના રૂપમાં સામે આવે છે.

આદુમાં ખુબ શક્તિશાળી એન્ટી-ઓક્સીડેંટ્સ હોય છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને નીચે લાવવામાં ખુબ અસરકારક હોય છે. આદુથી તમારા લોહીના સંચારણમાં પણ સુધારો થાય છે. એનાથી ધમનીઓને અને આસપાસની માંસપેશીઓને પણ આરામ મળે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેસર નીચે આવી જાય છે.

લીંબુનો રસ :

એવું જાણવા મળે છે કે, લીંબુના રસથી રક્ત વાહિનીઓ કોમળ અને લચકદાર થઇ જાય છે. આનાથી હાઈ બ્લડ પ્રેસર સામાન્ય બની જાય છે. આ હાર્ટ એટેકના ભયને પણ ઓછું કરે છે. એક-એક ચમચી મધ, આદુ અને લીંબુના રસને નવશેકા પાણીમાં મિક્ષ કરીને અઠવાડિયામાં બે થી ત્રણ વાર પીવું જોઈએ.

આ બ્લડ પ્રેશર માટે ખુબ સારું ટોનિક છે. આના સિવાય વધેલા બ્લડ પ્રેશરને જલ્દી કંટ્રોલ કરવા માટે અર્ધો ગ્લાસ પાણીમાં અડધું લીંબુ નીચોવીને 2-2 કલાકના અંતરમાં પિતા રહો, આ પણ ઘણો લાભદાયક ઉપચાર છે.

તલનું સેવન :

જાણકારી માટે જણાવી દઈએ કે, તલનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર સામાન્ય થઇ જાય છે. તલનું તેલ અને ચોખા ફોતરાં એક સાથે ખાવાથી બ્લડ પ્રેશર નિયત્રંણમાં રહે છે. આ હાઇપરટેંશનના દર્દીઓના માટે લાભકારક હોય છે. એવું માનવામાં આવે છે કે આ બ્લડ પ્રેશરને ઓછું કરવા વાળી ઓષધીઓ કરતા બધારે સારું છે. બ્લડ પ્રેશર વધવા પર આનું સેવન કરવું સારું રહે છે.

તરબૂચના બીજ અને ખસખસ :

હાઈ બ્લડ પ્રેશરના ઈલાજ માટે, તરબૂજના બીજને છીણીને તેના બીજની ગિરી અને ખસખસ બંનેને બરાબર માત્રામાં લઈને પીસી લો. રોજ સવાર-સાંજ આ મિશ્રણની એક ચમચીનું ખાલી પેટ પાણીની સાથે સેવન કરો. તમારે એક મહિના સુધી આનું સેવન કરવાનું છે. આ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખુબ લાભકારક છે.

અળસી પણ છે ઉપયોગી :

જણાવી દઈએ કે અળસીમાં અલ્ફા લીનોનેલીક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ એક પ્રકારનું ઓમેગા 3 ફેટી એસિડ છે. ઘણી શોધ પરથી એવું જાણવા મળે છે કે, જે લોકોને હાઇપરટેંશનની ફરિયાદ હોય છે, તેમણે પોતાના આહારમાં અળસીનો ઉપયોગ કરવાનું શરુ કરી દેવું જોઈએ. આ ઔષધીમાં કોલેસ્ટ્રોલની માત્રામાં ઓછી હોય છે, અને આના સેવનથી બ્લડ પ્રેસર ઓછું થઇ જાય છે.

આના સિવાય હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે તમે પોતાની દિનચર્યામાં એક મોટી ચમચી આંબળાનો રસ અને તેટલું જ મધ મિક્ષ કરીને સવાર-સાંજ લઇ શકો છો.

તેમજ જયારે પણ બ્લડ પ્રેશર વધેલું હોય છે, ત્યારે અડધો ગ્લાસ ગરમ પાણીમાં થોડો કાળા મરીનો પાઉડર મિક્ષ કરીને ૨-૨ કલાકના ગાળામાં પિતા રહો. આ બ્લડ પ્રેશર સારું કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આના સિવાય પાંચ તુલસીના પાંદડા અને બે લીમડાના પાંદડા પીસીને ૨૦ ગ્રામ પાણીમાં મિક્ષ કરીને સવારે ખાલી પેટ પીઓ. એનાથી તમને ૧૫ દિવસમાં ફાયદો દેખાવા લાગશે.