હોટલમા માંને મૂકીને જતો રહ્યોં’તો IPS દીકરો, આઠ મહિના પછી આવ્યો તો આ હાલત થઈ ગઈ, જાણો વધુ વિગત.

0
1098

ઉજ્જેનના સેવાધામ આશ્રમમાં રહેતી હતી, પોલીસ ઓફિસરની માતા. દીકરો પાછો ફર્યો તો ધ્રુસકે ધ્રુસકે રડ્યો.

ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) ના એક અધિકારી આઠ મહિના પહેલા ઉજ્જેનની એક હોટલમાં માતાને એકલી મુકીને ગયા હતા. નિરાધાર માતા આટલા મહિનાથી નિરાશ્રિત અને દિવ્યાંગ લોકોના સેવાધામ આશ્રમમાં રહેતી હતી. બુધવારે આઈપીએસ દીકરો માતાને લેવા આશ્રમ ગયો અને તેને ગળે લગાવીને ખુબ રડ્યો. ત્યાર પછી માતાને દિલ્હી લઇ ગયો.

દિલ્હીના રહેવાસી ૨૦૦૪ બેચના આઈપીએસ અધિકારી અવિનાશ જોશી માતા સાથે ડિસેમ્બર ૨૦૧૮માં ઉજ્જેન આવ્યો હતો. તે દરમિયાન તારાને હોટલમાં મુકીને જતો રહ્યો હતો. જતી વખતે દીકરાએ માતાને કોઈ કારણ ન જણાવ્યું હતું. માતા તારા એક મહિના સુધી હોટલમાં જ રોકાઈ અને દીકરાના પાછા ફરવાની રાહ જોતી રહી.

તે દરમિયાન તેની પાસે પૈસા પણ પુરા થઇ ગયા. હોટલ માલિકે આ બાબત વિષે કલેકટરને માહિતગાર કર્યા. ત્યાર પછી એડીએમ અને મહિલા સશક્તિકરણ અધિકારીએ માતા તારાને વન સ્ટાફ સેન્ટરમાં સ્થળાંતર કરાવ્યા. કેમ કે સેન્ટરમાં વધુ સમય મહિલાને રાખવામાં આવી શકે એમ ન હતા. એટલા માટે તેને સેવાધામ આશ્રમમાં મોકલી દેવામાં આવ્યા.

આશ્રમના સંચાલકે કર્યો દીકરાનો સંપર્ક

મહિલા વિષે જાણકારી મળતા આશ્રમના સંચાલક સુધીરભાઈ ગોયલ અને સમાજસેવી યશવંત ભંડારીએ અવિનાશ સાથે સંપર્ક કર્યો. તેણે તેની માતાની સ્થિતિથી માહિતગાર કર્યા. તેને પોતાની સાથે ઘરે રાખવા માટે જણાવ્યું. તેનું પરિણામ એ આવ્યું કે દીકરો આઠ મહિના પછી આવ્યો અને માતાને પોતાની સાથે લઇ ગયો. બકોલ સુધીરભાઈ ગોયલને તારાએ દિલ્હીથી ફોન કરી જણાવ્યું કે તે હવે ઠીક છે. શાંતિથી દિલ્હી પહોચી ગઈ છે અને તેનો દીકરો તેમનુ સારી રીતે ધ્યાન પણ રાખી રહ્યો છે.

ખરેખર શા માટે છોડી દીધી હતી દીકરાએ

એક આઈપીએસ દીકરો પોતાની માતાને કેમ છોડી ગયો? એ પ્રશ્નનો જવાબ સુધીરભાઈને જાણવા મળ્યો. સુધીરભાઈએ જણાવ્યું કે અવિનાશની પહેલી પોસ્ટીંગ નક્સલ પ્રભાવિત વિસ્તારમાં થઇ હતી. હાલમાં તે ઘણા સમયથી ચિંતામાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેમની માતાને જીવનું જોખમ છે, એટલા માટે તે કાંઈપણ જણાવ્યા વગર માતાને ઉજ્જેનમાં છોડીને જતો રહ્યો. પાછળથી તેને મળવાનો પ્રયાસ પણ ન કર્યો, પરંતુ તેને તેની ભૂલનો અહેસાસ થયો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.