આ હોટલ છે ઘણી ખાસ, જ્યાં તમારા પડખું ફેરવતા જ બદલાઇ જાય છે તમારો દેશ, જાણો તે કઈ રીતે શક્ય છે?

0
834

દુનિયામાં એવી ઘણી હોટલ છે જે ઘણી સુંદર છે, અને એટલું જ નહીં ઘણી હોટલ આલીશાન પણ છે જેના કારણે તેમાં રાત્રે રોકવાની કિંમત ઘણી વધારે હોય છે. ઘણા લોકોનું સપનું હોય છે કે તે આલીશાન હોટલમાં ઓછામાં ઓછી એક રાત જરૂર રોકાય. પણ કયારેય તમે કોઈ એવી હોટલ વિષે સાંભળ્યું છે, જેમાં પથારી પર માત્ર પડખું ફેરવવાથી લોકો એક દેશમાંથી બીજા દેશમાં જતા રહે છે? જી હાં, આ કોઈ મજાક નથી પણ હકીકત છે. આ હોટલનું નામ અર્બેજ હોટલ છે.

આ હોટલને અર્બેજ ફ્રાંકો-સુઈસે હોટલના નામથી પણ ઓળખવામાં આવે છે. આ હોટલ ફ્રાંસ અને સ્વિટ્ઝર્લેન્ડની બોર્ડર પર લા ક્યોર વિસ્તારમાં આવેલી છે. આ હોટલ બંને દેશોમાં આવે છે, એટલા માટે આ હોટલના બે-બે એડ્રેસ છે.

આ હોટલની ખાસ વાત એ છે કે ફ્રાંસ અને સ્વિટ્ઝર્લેન્ડની બોર્ડર આ હોટલની એકદમ વચ્ચેથી પસાર થાય છે. આ હોટલની અંદર જતા જ લોકો એક દેશમાંથી બીજા દેશમાં પહોંચી જાય છે.

અર્બેજ હોટલનું વિભાજન બંને દેશોની સીમાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ હોટલનું બાર સ્વિટ્ઝર્લેન્ડમાં પડે છે, તો બાથરૂમ ફ્રાંસમાં છે.

આ હોટલમાં બધા રૂમને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યા છે. રૂમમાં ડબલ બેડ કંઈક એ રીતે રાખવામાં આવ્યા છે કે, અડધા ફ્રાંસમાં તો અડધા સ્વિટ્ઝર્લેન્ડમાં છે. સાથે જ રૂમમાં તકિયા પણ બંને દેશોના હિસાબે અલગ અલગ લગાવામાં આવ્યા છે.

આ હોટલ જે જગ્યા પર બની છે, તે વર્ષ 1862 માં અસ્તિત્વમાં આવી હતી. પહેલા અહીં એક કરિયાણાની દુકાન હતી. પછી વર્ષ 1921 માં જુલ્સ-જીન અર્બેજે નામના વ્યક્તિએ આ જગ્યા ખરીદી લીધી અને અહીં હોટલ બનાવી દીધી. હવે આ હોટલ ફ્રાંસ અને સ્વિટ્ઝર્લેન્ડ બંને દેશોની ઓળખ બની ચુકી છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.