હોટલમાં ગયેલા આ કપલની સાથે જે થયું, તે તમારી સાથે પણ થઇ શકે છે.

0
4524

તમે હોટલમાં કોઈ પણ પુરુષ સાથે રોકાવા માટે જઈ રહ્યા છો, તો જરૂર ધ્યાન રાખો આ વાતો.

પ્રિયા (નામ ફેરવેલું છે) પોતાના મિત્રો સાથે ટિહરી ફરવા ગઈ હતી. રીહરી ઉત્તરાખંડમાં એક જીલ્લો છે. પ્રિયા અને તેના મિત્ર ત્યાં એક હોટલમાં રોકાયા. તે જે હોટલમાં રોકાયા હતા, તે ત્યાની ઘણી જૂની અને ફેમસ હોટલ હતી. મે મહિનાના છેલ્લા દિવસોની વાત છે. હવે થયું એવું કે જયારે તે લોકો રાત્રે સુવા લાગ્યા, ત્યારે તેમણે રૂમમાં લગાવેલો પંખો ચાલુ કર્યો. પરંતુ પંખો ચાલુ થયો નહિ. ત્યારે તેનું ધ્યાન પંખા ઉપર લગાવેલા એક ઈંડીકેટર ઉપર પડી.

બન્નેએ આ ઈંડીકેટરની ચકાસણી કરી, ત્યારે તેમને સમજાયું કે આ એક વાયરલેસ કેમેરો છે. જે પંખા ઉપર ફીટ કરવામાં આવ્યું હતું, બન્ને હોટલના રીસેપ્શન ઉપર પહોચ્યા. પરંતુ ત્યાં કોઈ હતું નહિ. ત્યાર પછી પ્રિય અને તેના મિત્રે પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ સ્થળ ઉપર પહોચી પુછપરછ કરી. પોલીસે હોટલના માલિક લક્ષ્મી પ્રસાદ ભટ્ટની ધરપકડ કરી લીધી.

તે ઉપરાંત પંખા ઉપર લગાવેલો કેમેરો, પંખો, હોટલના માલિકનું લેપટોપ, મોબાઈલ અને ઘણા ઇલેક્ટ્રોનિક વસ્તુ પણ જપ્ત કરી લીધી. તે ઉપરાંત એ પણ તપાસ કરવાનો પ્રયાસ થઇ રહ્યું છે કે તે પહેલા પણ હિડન કેમેરાથી કોઈનો વિડીયો બનાવવામાં આવ્યો છે કે નહિ.

જે ઘટના પ્રિય અને તેના મિત્ર સાથે થઇ તે કોઈની પણ સાથે થઇ શકે છે. એટલા માટે અમે તમને થોડી જરૂરી ટીપ્સ જણાવી રહ્યા છીએ. કે જયારે પણ તમે કોઈ હોટલમાં રોકાવ તો આ ટીપ્સનો ઉપયોગ કરીને હેડન કેમેરાની શોધ કરી શકો.

હવે આમ તો હોટલના રૂમમાં ઘણી બધી જગ્યા એવી હોય છે, જ્યાં હેડન કેમેરા છુપાવી શકાય છે. જેવા કે તમારા રૂમમાં રાખવામાં આવેલા કુંડા, છોડ ઉપર, ટીસ્યુ બોક્સની અંદર, પંખા ઉપર, બારી ઉપર, પુસ્તકોની વચ્ચે, ટેબલના ખૂણા ઉપર લાગેલા નટ ઉપર. દરવાજાના ખૂણા ઉપર. તે ઉપરાંત જો કોઈ કુંડા કોઈ અલગ એવા પલંગ ઉપર રાખ્યું છે, તો તેની ઉપર ધ્યાન આપો.

આ દિલ્હી રેલ્વે સ્ટેશન પાસેનો વિસ્તાર છે પહાડગંજ. તેના માટે કહેવામાં આવે છે કે અહિયાં આઈડી વગર હોટલ કલાકના હિસાબથી જ આપવામાં આવે છે. આ ફોટા હાલમાં જ આવેલી ફિલ્મ ‘પહાડગંજ’ માંથી લેવામાં આવ્યા છે.

હોડન કેમેરો શોધવા માટે કોઈ ઉત્તમ ઈલાજ નથી. પરંતુ છતાં પણ તમે સાવચેતી રાખી શકો છો. હોટલના રૂમમાં પ્રવેશ કરતાની સાથે જ તમે આખો રૂમ એક વખત સારી રીતે ચેક કરો. તમારી આંખોનો યોગ્ય ઉપયોગ કરો.

અમને ઇન્ડિયા ટુડેની ટીમ સાથે વાત કરી થોડી રીત જાણવા મળી છે.

હોટલના રૂમમાં પ્રવેશ કરતા સાથે જ તમે સૌથી પહેલા લાઈટ બંધ કરી દો. બધી લાઈટ બંધ કરી દો. પછી બધા પડદા દુર કરો. તમારી આંખોને અંધારામાં એડજેસ્ટ કરો. પછી જુવો કે ક્યાય રૂમમાં અંધારામાં કોઈ લીલી લાઈટ કે એલઈડી તો નથી ચાલુ.

તમે નાઈટ વિઝન કેમેરો શોધી શકો છો. તેના માટે તમારે તમારા ફોનના કેમેરાની મદદ લેવી પડશે. તમારા ફોનના કેમેરાને ઓન કરીને તમે આખા રૂમમાં ફેરવો. જેથી તમે અમુક હેડન કેમેરા શોધી શકો છો. કેમ કે આ હિડન કેમેરાની લાઈટ્સ તમારા ફોનના કેમેરામાં ચમકતી જોવા મળી શકે છે.

ફોનની ફ્લેશલાઈટ પણ તમારી મદદ કરી શકે છે. હિડન કેમેરામાં લેન્સ લાગેલા હોય છે. જો કે લાઈટને રીફલેક્ટ કરે છે. જયારે જયારે અંધારામાં તમે તમારા ફોનની ટોર્ચ રૂમમાં ફેરવશો, તો કેમેરાના લેન્સથી તે રફલેક્ટ થશે. દીવાલો ઉપર જો નાના નાના હોલ છે, તો તેની ઉપર પણ ટોર્ચ નાખો. કેમેરા જો હશે તો લાઈટ રીફલેક્ટ થશે.

હિડન, ડીવાઈસ ડીટેક્ટરનો ઉપયોગ :-

જરૂરી નથી કે ફોન દ્વારા તમે હિડન કેમેરો શોધી જ શકો છો. ફોન અને તેનો કેમેરો તો એક પ્રકારનો પ્રયાસ માત્ર છે. પરંતુ જો તમે ધારો તો થોડા એવા પૈસા તમે હિડન ડીવાઈસ ડીટેક્ટરમાં ખર્ચ કરી શકો છો. તમે આરએફ સિગ્નલ ડીટેક્ટર ખરીદી શકો છો. આ ડીટેક્ટર તે કેમેરાનો શોધ કરી શકે છે, જે બ્લુટુથ અને વાઈ ફાઈ દ્વારા ડેટા સેન્ડ અને સ્વીંગ કરો છો. એવી રીતે કેમેરો શોધી આરએફ ડીટેક્ટર દ્વારા લગાવી શકાય છે. આ ડીટેક્ટર દ્વારા લગાવી શકાય છે. આ ડીટેક્ટર ડીવાઈસ તમને ઓનલાઈન પણ મળી શકે છે.

મોબાઈલ એપ્લીકેશન પણ હોય છે :-

તમે તમારા મોબાઈલ ઉપર અમુક એપ્લીકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. જેના દ્વારા તમે અમુક અંશે હિડન કેમેરો શોધી શકો છો. અમે એ તો નથી કહેતા કે તમે એકદમ ચોક્કસ હિડન કેમેરા શોધી કેશો. પરંતુ છતાં પણ થોડે અંશે તમે આમ કરી શકો છો.

અમુક એપ્લીકેશન છે – હિડન સ્પાઈ કેમેરા ડીટેક્ટર, રડારબોટ, હિડન કેમેરા ડીટેક્ટર, સ્પાઈ હિડન કેમેરા ડીટેક્ટર, કેમેરા ડીટેક્ટર એંડ લોકેટર, આઈએમ નોટીફાઈડ, ડીટેક્ટર સિક્રેટ કેમેરા, ડોન્ટસ્પાઈ, હેડન કેમેરા ડીટેક્ટર પ્રો, હિડન કેમેરા ડીટેક્ટર, રીયલ હિડન ફેમ ફાઈંડર, પોસ્ટ કેમેરા ફાઉંડર.

અરીસો તો ભૂલથી પણ ન ભૂલવો :-

ટ્રાયલ રૂમમાં અરીસાની પાછળ કેમેરા લાગેલા હોવાના ઘણા કિસ્સા સાંભળ્યા હશે. તો તેમાંથી સીખો. તમારા હોટલના રૂમ કે બાથરૂમનો અરીસો ‘ટુ વે મિરર’ હોઈ શકે છે. એટલા માટે ચેક કરો. કેવી રીતે? જણાવીએ છીએ. પહેલા એ જાણી લો કે ‘ટુ વે મિરર’ શું હોય છે. તમે ઘણી ફિલ્મોમાં પોલીસ સ્ટેશનના દ્રશ્ય જોયા હશે.

તેમાં જોયું હશે કે જયારે કોઈ પોલીસવાળા કોઈ સાથે સવાલ જવાબ કરે છે, તો તે રૂમમાં એક કાચ લગાવેલો હોય છે, રૂમમાં બેઠેલા માણસને (જેને સવાલ જવાબ પૂછવામાં આવે છે.) તે કાચમાં તમારો ચહેરો દેખાય છે. પરંતુ તે કાચ પાછળ કે બીજી બાજુ કોઈ બીજા લોકો ઉભા રહે છે, જે રૂમની અંદરનું આખું દ્રશ્ય તે કાચથી જોઈ શકે છે, પરંતુ રૂમની અંદર બેઠેલા માણસ તે લોકોને નથી જોઈ શકતા. તે કાચ ટુ વે મિરર હોય છે.

હવે તમે તો નથી જાણતા કે તમારા હોટલના રૂમમા લાગેલા મિરર વનવે છે કે ટુ વે. બની શકે છે કે તે ટુ વે હોય. અને બીજી તરફ કોઈ બીજા માણસ બેઠા હોય, કે બીજી તરફ કેમેરા ફિર કરવામાં આવેલા હોય, કાંઈ પણ હોઈ શકે છે. એટલા માટે આ મિરરની ઓળખ કરવી જરૂરી છે.

આ દ્રશ્ય હોલીવુડ ફિલ્મ ‘મિસ્ટર બિન’ નું છે. તેમાં ટુ વે મિરર છે. બિન પોલીસ સ્ટેશનના રૂમની અંદર છે. અને મિરરમાં પોતાને જોઈને ડાંસ કરી રહ્યો છે. પરંતુ રૂમમાં બીજી તરફ અધિકારીઓ ઉભા રહીને તેને જોઈ રહ્યા છે. પણ એ વાત મિસ્ટર બિન નથી જાણતા. તે પોતાની મસ્તીમાં મસ્ત છે.

તમે મિરર ઉપર તમારી આંગળી રાખો. જો વન વે મિરર હશે, તો તમારી આંગળી અને મિરરમાં બનતી તમારી આંગળીના રીફ્લેકશન વચ્ચે એક બે મિલીલીટર નો ગેપ રહેશે. એકમદ સાધારણ એવો ગેપ. પરંતુ જો તમારી આંગળી અને તેના રીફ્લેક્શન વચ્ચે જરા પણ ગેપ નથી જોવા મળતો તો તે ટુ વે મિરર હોઈ શકે છે. કેમ કે તેનાથી આંગળી અને રીફ્લેક્શન વચ્ચે ગેપ નથી હોતો.

તો આ થોડી રીતો છે, પોતાને હિડન કેમેરાથી બચાવવાની. અને એ નથી કહી રહ્યા કે તમે ૧૦૦ ટકા જાણી લેશો, પરંતુ તમારી સુરક્ષા માટે તમે જેટલું કરી શકો છો એટલું જરૂર કરો.

આ માહિતી ઓડ નારી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.