દર્દી પાસે પૈસા ન હોય તો પણ હોસ્પીટલે કરવો પડશે ઈલાજ, દરેક વ્યક્તિને ખબર હોવો જોઈએ પોતાનો આ હક્ક

0
8229

મિત્રો આપણા ભારત દેશમાં સરકાર દ્વારા તમામ નાગરિકોને એક સમાન હક્ક આપવામાં આવ્યા છે. અને આપણા દેશના સંવિધાન મુજબ દેશના દરેક નાગરિકને જીવવાનો હક્ક છે. હવે કોઈ પણ વ્યક્તિએ જીવવા માટે એનું આરોગ્ય સારું હોવું ઘણું જરૂરી બની જાય છે. એટલા માટે વ્યક્તિ દરેક સંભવ પ્રયત્ન કરે છે કે, તે અને તેનું કુટુંબ હંમેશા સ્વસ્થ રહે. પણ દરેક વ્યક્તિ સાથે એવું થવું શક્ય નથી હોતું, અને ન ઇચ્છતા હોવા છતાં તેમને કે પછી તેમના પરિવાર માંથી કોઈએ કોઈ ને કોઈ બીમારીઓનો સામનો કરવો પડે છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે વર્તમાન સમયમાં જો કોઈ પણ વ્યક્તિ કોઈપણ બીમારીની ઝપેટમાં આવી જાય છે, તો તેના કુટુંબ વાળા હોસ્પિટલના આંટા ફેરા લગાવતા થઈ જાય છે. એક વ્યક્તિના બીમાર થવાને કારણે આખા કુટુંબે ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અને એમાંથી સૌથી વધુ ગંભીર સમસ્યા તો પૈસાની હોય છે. કારણ કે આજકાલ હોસ્પિટલ અને દવાઓના ખર્ચ ઘણા વધી ગયા છે.

અને આવી સ્થિતિમાં એ પરિવારે ઘણી વખત જુદી જુદી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. આ એટલા માટે થાય છે કેમ કે અડધાથી વધુ લોકો હોસ્પિટલ માંથી મળતા હક્ક વિષે ઓછી જાણકારી હોય છે. એટલા માટે આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે, દરેક નાગરિકને હોસ્પિટલમાં ઈલાજ કરાવવા માટે સંવિધાનમાં ક્યા ક્યા અધિકાર આપવામાં આવ્યા છે.

૧. ઈમરજન્સીમાં ઈલાજ માટે ના નથી કહી શકતી કોઈ હોસ્પિટલ :

જો કોઈ મેડીકલ ઈમરજન્સી આવી ગઈ છે, અને એ સમયે તમારી પાસે પૈસા નથી, તો કોઈપણ હોસ્પિટલ તમને તાત્કાલિક ઈલાજ આપવાની ના નથી કહી શકતા. પછી ભલે તે કોઈપણ ખાનગી કે સરકારી હોસ્પિટલ કેમ ન હોય. તમે જાણી લો કે ઈમરજન્સીમાં દર્દીની પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ પૈસા તરત નથી માંગી શકતા. કેમ કે તે એવું કરે છે તો દર્દી તેની ફરિયાદ કંઝયુંમર કોર્ટમાં કરી શકે છે.

૨. ખર્ચની જાણકારી :

દરેક ડોક્ટરની એ ફરજ બને છે કે સારવાર સાથે જોડાયેલી તમામ જાણકારી તે દરેક દર્દીને આપે. એટલું જ નહિ તેની સાથે જ હોસ્પિટલમાં સારવારમાં કેટલો ખર્ચ આવશે તેની જાણકારી મેળવવાનો હક્ક પણ દરેક દર્દીને હોય છે.

૩. મેડીકલ રીપોર્ટસ લેવાનો હક્ક :

કોઈપણ હોસ્પીટલમાં દાખલ થયેલ કોઈપણ દર્દી કે તેના પરિવાર વાળાને એ પણ હક્ક મળે છે કે, તે હોસ્પિટલમાં દર્દીની બીમારી સાથે જોડાયેલા રીપોર્ટની માંગણી કરી શકે છે.

૪. સર્જરીથી પહેલા ડોક્ટરે લેવી પડશે મંજુરી :

તેમજ દર્દીને એક હક્ક એ પણ મળ્યો છે, કે તેના શરીરમાં કોઈપણ પ્રકારની સર્જરી કરતા પહેલા ડોક્ટરે તેની મંજુરી લેવી જરૂરી હોય છે.

૫. હોસ્પિટલ નહિ બતાવે કે દવા ક્યાંથી લેવાની છે :

ઘણી વાર એવું થાય છે કે દર્દી કે પછી એના પરિવાર વાળાને હોસ્પિટલ તરફથી દવાનું કાગળ આપતી વખતે કહેવામાં  આવે છે કે, દવા હોસ્પિટલની દુકાન માંથી જ લેવી. પરંતુ દરેક દર્દીને પૂરો હક્ક છે કે, તે દવા પોતાની ઈચ્છા મુજબની દુકાનેથી ખરીદી શકે છે. જરૂરી નથી કે હોસ્પીટલના સ્ટોર માંથી જ દવા લેવી.

૬. હોસ્પિટલમાં બળજબરી દર્દીને રાખી ન શકાય :

મિત્રો તમે એવા ઘણા કિસ્સા જોયા કે સાંભળ્યા હશે કે, જેમાં બીલ ન ચુકવવાને કારણે હોસ્પિટલવાળા ઘણી વખત દર્દીને ડીસ્ચાર્જ નથી કરતા. એટલું જ નહિ ઘણી વખત તો મૃત વ્યક્તિનું શબ પણ ઘરે લઇ જવા નથી દેતા. પરંતુ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બોમ્બે હાઈ કોર્ટે તેને ગેર કાયદેસર જાહેર કર્યુ છે. તેઓ એવું નથી કરી શકતા.

તમે તો આ દર્દીને મળેલા હક્ક જાણી લીધા. તો જો તમને આ માહિતી ખરેખર ગમી હોય તો લાઇક જરૂર કરો અને બીજા પણ પોતાને મળેલ હક્ક પ્રત્યે જાગ્રત થાય એ માટે શેર પણ આવશ્ય કરો. જન હિત માટે.