આ કેદી મહિલાનો ડાન્સ એવો કે તેની મજા માણી રહ્યા હતા જેલર અધિકારી પછી…

0
528

ઇન્દોર જેલમાં બંધ હની ટ્રેપની આરોપી મહિલાનો ડાન્સ જોઈ રહ્યા હતા જેલર, વિડીયો થયો વાયરલ

મધ્ય પ્રદેશના બહુચર્ચિત હની ટ્રેપ કેસમાં ઈંદોર જેલમાં બંધ આરોપી મહિલાઓનો ડાંસ જોઈ રહેલા જેલરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા હની ટ્રેપની આરોપી મહિલા શ્વેતા જૈનનો જેલર કેકે કુલશ્રેષ્ઠ સાથેનો ફોટો વાયરલ થયો હતો, અને હવે જેલની અંદરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં આરોપી મહિલાઓ ડાંસ કરતી દેખાઈ રહી છે અને જેલર તેમનો ડાંસ જોઈ રહ્યા છે. આ વાયરલ વિડીયોએ ખાખી વરદીને શર્મસાર કરી દીઘી છે.

વાયરલ ફોટામાં આરોપી મહિલા શ્વેતા જૈન જેલર કેકે મિશ્રા સામે ઉભી છે, અને જેલર તેની સાથે પુછપરછ કરી રહ્યા હતા. જોકે મહિલા જેલ વોર્ડમાં પુરુષનું જવું પ્રતિબંધિત છે. ફોટો વાયરલ થયા પછી કુલશ્રેષ્ઠનું ટ્રાન્સફર ભોપાલ જેલમાં કરી દેવામાં આવ્યું.

આ બાબતમાં મુખ્યાલયના ડીઆઈજી સંજય પાંડે તપાસ કરી રહ્યા હતા, કે તે દરમિયાન જ વિડીયો વાયરલ થયો જે હોળીના સમયનો જણાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં આરોપી મહિલા શ્વેતા જૈન ડાંસ કરતી દેખાઈ રહી છે. આ વિડીયોમાં સફેદ ટી-શર્ટ પહેરેલા જેલર પણ દેખાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશના ચર્ચિત હની ટ્રેપ કેસમાં જેલમાં બંધ મહિલા આરોપી શ્વેતા અને જેલર વચ્ચેની મુલાકાતના વાયરલ ફોટાએ સુસ્ત પડેલા આ કેસને ફરી ચર્ચામાં લાવી દીધો છે. સોશિયલ મીડિયા પર આ ફોટા વાયરલ થયા પછી જેલ ડીઆઈજી તપાસ માટે પહોંચ્યા હતા. જેલમાં મહિલા વોર્ડમાં શેમ્પુ અને સૌંદર્ય સામગ્રી મળી હતી.

જણાવવામાં આવ્યું છે કે, મહિલા કેદીને જેલના ડોક્ટરના કહેવા પર સૌંદર્ય સામગ્રી આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટા અને વિડીયોને લઈને શંકા છે કે, જેલના જ કોઈ કર્મચારીએ તેને વાયરલ કર્યા છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.