બમણી ઝડપથી વધશે વાળ, થશે જાડા અને સિલ્કી ફક્ત એક ખાસ વસ્તુથી.

0
308

રસોડામાં રહેલી આ વસ્તુથી વાળ મુલાયમ અને સાઇની થશે, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરવો.

આજે આપણે એક ઉત્તમ હેર માસ્ક બનાવતા શીખીશું. તમે પાર્લરમાં ગયા વગર ઘરે બેઠા જ પોતાના વાળની કાળજી રાખી શકો છો. આજે આપણે જે હેર માસ્ક બનાવતા શીખીશું તેના દ્વારા પાર્લર કરતા પણ સારી રીતે વાળની કાળજી રાખી શકશો.

આ હેર માસ્કમાં વપરાતી દરેક વસ્તુ એવી છે કે તેનાથી તમારા વાળ મુલાયમ અને સાઇની બની જશે. તમારે અઠવાડિયે એક વાર વાળમાં આ માસ્ક જરૂર લગાવવું જોઈએ. 3-4 વખત લગાવ્યા પછી તમને તેનું સારું રિઝલ્ટ દેખાવા લાગશે.

આ માસ્ક બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ થશે તે આપણા રસોડામાં જ મળી જશે. તેના માટે તમારે જોઈશે મેથીના દાણા અને કાળી કલોંજી. તેને મિક્સરમાં પીસીની તેનો પાવડર બનાવી લેવાનો છે. બંનેને અલગ અલગ પીસવાના છે, અને તેને ચારણીની મદદથી ચાળી લેવાના છે. તમે ધારો તો બજારમાં મળતા તૈયાર પાવડર પણ વાપરી શકો છો.

હેર માસ્ક બનાવવા માટે એક લોખંડની કડાઈ લો. આ તૈયારી તમારે એક દિવસ પહેલા કરવાની છે. બીજી વસ્તુ પણ છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ તેને પછીથી ઉપયોગમાં લેવાની છે. લોખંડની કડાઈ લઈને તેમાં 2 ટેબલ સ્પૂનની આસપાસ મેથી પાવડર નાખો. અને તેમાં 1 ટેબલ સ્પૂન કલોંજીનો પાવડર નાખો. આ બંનેનું પ્રમાણ તમારા વાળની લંબાઈ પર આધાર રાખે છે.

હવે તમારે તેમાં 1 ચમચી આમળાનો પાવડર નાખવાનો છે. પછી બધાને મિક્સ કરી એકવાર ફરીથી ચાળી લેવાનો છે, અને તેમાં રહેલા મોટા દાણા અલગ કરી દેવાના છે. પાવડર જેટલો ઝીણો હશે એટલો વધારે અસર કરશે. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવવાની છે. જો તમારા વાળ સફેદ થવાના શરુ થઈ રહ્યા છે તો આ હેર માસ્ક તેને સફેદ થતા અટકાવશે. અને જો સફેદ થઈ ગયા છે તો આ માસ્ક તેને વધારે નુકશાન થવાથી બચાવશે.

પેસ્ટ વધારે પાતળી નથી બનાવવાની. પેસ્ટ બનાવ્યા પછી તેને ઢાંકીને આખી રાત એમ જ રહેવા દો. તમે ઈચ્છો તો તેને 4 કલાક માટે પણ રાખી શકો છો. તેનો રંગ બદલાયને કાળો થઈ જશે. હવે બીજા દિવસે તેમાં 2 ટેબલ સ્પૂન દહીં નાખવાનું છે. દહીં નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો.

આ માસ્ક બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને વાળમાં કેવી લગાવવું તેના વિષે વાત કરીએ. તેને વાળમાં લગાવતા પહેલા હાથ મોજા પહેરી લો. અને મિશ્રણને થોડું હાથમાં લઈને વાળમાં ઉપરથી નીચેની તરફ લગાવવાનું છે. તેને લગાવ્યા પછી 1 કલાક બાદ વાળ ધોવાના છે. વાળ ધોતા સમયે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે, તમારે તેમાં કોઈ પણ કંડીશનર નથી લગાવવાનું. તમારે કોઈ પણ હળવા માઈલ્ડ શેમ્પુથી વાળ ધોવાના છે.

જો તમારા વાળ ડ્રાય હોય તો તમે ઈચ્છો તો તેમાં વિટામિન ઈ ની કેપ્સ્યુલ અથવા થોડી એલોવેરા જેલ પણ ઉમેરી શકો છો.