જે હોલીવુડ કલાકારોને તમે સમજી રહ્યા છો વિદેશી, અસલમાં તે છે ભારતીય, નામ જાણીને દંગ થઇ જશો.

0
887

ભારતમાં છોકરીઓને પારકી થાપણ સમજવામાં આવે છે, અને તેને નાનપણથી જ નબળી બનાવી દેવામાં આવે છે. આમ તો આજનું ભારત અલગ છે. પરંતુ આજે પણ ઘણા એવા ઘર છે, જ્યાં છોકરીઓને બોલવા સુધીની આઝાદી નથી. આ ભારતમાં ઘણી એવી છોકરીઓ છે, જેમણે સામાન્ય પરિવાર માંથી આવીને કાંઈક અલગ કરીને દેશનું નામ રોશન કર્યુ છે.

જો આપણે ફિલ્મી દુનિયાની વાત કરીએ, તો અહિયાં ઘણી બધી એવી હિરોઈનો છે જે સામાન્ય કુટુંબ માંથી આવીને કાંઈક અલગ કરીને નામ રોશન કરી ચુકી છે. ભારતીય હોવા છતાં પણ આ અભિનેત્રીઓએ હોલીવુડમાં પોતાની ઓળખ ઉભી કરી, શું તમે ઓળખો છો તેને?

ભારતીય હોવા છતાં પણ આ અભિનેત્રીઓએ હોલીવુડમાં ઉભી કરી પોતાની અલગ ઓળખ :

ભારતીય સિનેમામાં ઘણી બધી એવી હિરોઈનો છે, જેમણે પોતાની શરૂઆતના સમયમાં સ્ટ્રગલ કર્યા પછી જે સ્થાન પ્રાપ્ત કર્યુ છે, તેને આખી દુનિયાએ જોયું છે. પણ આજે અમે તમને એવી અભિનેત્રીઓ વિષે જણાવીશું, જેમણે જન્મ તો ભારતમાં લીધો પરંતુ તે હોલીવુડમાં ઘણી પ્રસિદ્ધ થઇ.

અર્ચી પંજાબી :

હિરોઈન અર્ચી પંજાબીનો જન્મ પંજાબમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેમના માતા-પિતા બંને ભારતીય છે, પરંતુ તેમણે હોલીવુડમાં જે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે, તે કદાચ બોલીવુડમાં રહીને તેમને નથી મળી શકતી.

નાજનીન કોન્ટ્રેક્ટર :

હિરોઈન નાજનીન કોન્ટ્રેક્ટર પણ હોલીવુડની એક પ્રસિદ્ધ અભિનેત્રી છે. તેનો જન્મ મુંબઈમાં થયો છે, પરંતુ તેમણે બોલીવુડ નહિ પરંતુ હોલીવુડમાં પોતાનો જાદુ પાથર્યો અને ત્યાંના લોકો પણ તેમને ખુબ પસંદ કરે છે.

ફ્રીડા પિંટો :

હિરોઈન ફ્રીડા પિંટોનો જન્મ પણ મુંબઈમાં થયો છે. પરંતુ તેમણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોને પોતાના દીવાના બનાવી દીધા. ફ્રીડા પિંટોએ સ્લમડોગ મિલીયનરથી હોલીવુડમાં પ્રવેશ મેળવ્યો અને આ ફિલ્મને ઓસ્કાર મળ્યો હતો.

નોરીન ડેવુલ્ફ :

જણાવી દઈએ કે, હિરોઈન નોરીન ડેવુલ્ફનો જન્મ ભારતમાં થયો છે. અને તે એક ગુજરાતી પરિવારની દીકરી છે. તેમણે પોતાની કારકિર્દીની શરુઆત હોલીવુડની એક શોર્ટ ફિલ્મથી કરી હતી. પરંતુ આજે તેનું નામ હોલીવુડમાં ઘણું પ્રસિદ્ધ છે.

પદ્મા લક્ષ્મી :

ભારતના ચેન્નઈમાં જન્મેલી પદ્મા લક્ષ્મીનું આખું નામ પદ્મા લક્ષ્મી પાર્વતી છે. તેમણે ચેન્નઈમાં રહેતા એક સામાન્ય કુટુંબના માતા-પિતાના ઘરમાં જન્મ લીધો હતો. પરંતુ તેમણે હોલીવુડમાં ઘણી ખ્યાતી મેળવી છે. પદ્મા લક્ષ્મીએ હોલીવુડમાં એક થી એક ચડીયાતી ફિલ્મ અને વેબ સીરીઝમાં કામ કર્યું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.