ચીનમાં બાળકો પાછળથી કાણાવાળું પેન્ટ શા માટે પહેરે છે? દુકાન વાળા સાદા પેન્ટ રાખતા જ નથી

0
10155

તમે કોઈક વાર કોઈ બાળકને કોઈ ગલી, પાર્ક કે શોપિંગ સેન્ટરમાં જાહેરમાં ઉભડક બેસીને શૌચ કરતા જોશો તો તમે શું વિચારશો? પણ ચીનમાં આવું બનતું જોવું સામાન્ય વાત છે.

ચીનમાં બાળકોને ચાલવા ફરવામાં તકલીફ ન પડે એટલા માટે ચીનના ઘણા લોકો બાળકોને એક જાતનો પારંપરિક ડ્રેસ પહેરાવે છે. તેને ‘કઈ ડાંગ કુ’ (kai dang ku) કહેવામાં આવે છે. (વધુ ફોટા જોવા તમે આ શબ્દ સર્ચ કરી શકો છો.) આ ડ્રેસ એક ખાસ પ્રકારનું પેન્ટ હોય છે જેના પાછળના ભાગમાં મોટું કાણું હોય છે. તે સત્ય છે કે પહેલાની સરખામણીએ હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે, પણ આ ચલણ સંપૂર્ણ રીતે બંધ પણ નથી થયું.

ત્યાં ફરવા જતા વિદેશીઓને આવા પ્રકારના પેન્ટનો કોઈ અર્થ સમજાતો નથી. બીજા દેશ માંથી આવેલ મોટાભાગના લોકોને એવું લાગે છે કે આ સારી ટેવ નથી અને તેનાથી બાળકોને તકલીફ થાય છે.

બ્રાઝીલથી હાલમાં જ બેજિંગ સીફટ થયેલા એક વકીલે બીબીસીને જણાવ્યું, “છેલ્લા અઠવાડિયામાં તે બેજિંગના એક મોંઘા શોપિંગ સેન્ટરમાં ગયા હતા. તેમણે જોયું કે ત્યાં એક બાળક વાકું વળીને બેઠું છે અને શૌચ કરી રહેલ છે. પછી  તેમણે તેની માતાને શૌચ ઉપાડતા જોઈ. તે આ જોઇને ચકિત થઇ ગઈ. આ બધું ખુબ વિચિત્ર હતું.” એક સમયે જોવામાં તે ભલે કેટલું પણ ખરાબ લાગતું હોય પરંતુ એવું પણ નથી કે તેના લીધે માત્ર નુકશાન જ થાય છે. તેના લીધે ઘણા ફાયદા પણ થાય છે. આવો એના ફાયદા વિષે જાણીએ.

કઈ ડાંગ કુ ના ફાયદા :

ચીનના લોકોનું માનવું છે કે આવા કાણા વાળા પેન્ટ પહેરવા વાળા બાળકો તરત વોશરૂમ ઉપયોગ કરવાનું શીખી જાય છે. અને તેની સરખામણીએ ડાયપર પહેરનાર બાળકોને વોશરૂમ જવાની ટેવ ઘણે મોડેથી પડે છે.

જો કોઈ બાળક ખોટી જગ્યાએ શૌચ કરવા બેસે છે તો મોટા વ્યક્તિ તેને અટકાવે છે. ચીનમાં ત્રણ ચાર મહિનાની ઉંમરથી જ બાળકોને બાથરૂમમાં જવાનું શીખવવામાં આવે છે. જ્યારે પશ્ચિમી દેશોમાં એક દોઢ વર્ષની ઉંમરમાં બાળક બાથરૂમ જતા શીખે છે.

ચીનના બાળકોનો આ પહેરવેશ એ હદે લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે, કે તેના વિષે વાત કરવા માટે ઈન્ટરનેટ ઉપર ઔપચારિક ફોરમ પણ બનાવવામાં આવી રહ્યા છે.

ચીનના પારંપરિક પોશાક ‘કઈ ડાંગ કુ’ ની લોકપ્રિયતાનો અંદાજો આ વાત ઉપરથી લગાવી શકાય છે, કે ચીનના મોટાભાગના બજારોમાં કપડાની દુકાનોમાં બાળકો માટે કાણા વગરની પેન્ટ મળવી મુશ્કેલ હોય છે.

કઈ ડાંગ કુ ના નુકશાન :

આવા પેન્ટ પહેરાવવાનું નુકશાન એ છે કે તમને ઠેક ઠેકાણે ઘરની બહાર શૌચ કરતા બાળકો જોવા મળશે. પરિણામે સાર્વજનિક સ્થળો ઉપર ગંદકી અને દુર્ગધ ફેલાયેલી રહે છે, અને તે બીમારીઓને જન્મ આપે છે. આ બાબતમાં શહેરના પ્રમાણમાં ચીનના ગામડાઓની સ્થિતિ વધુ ખરાબ છે. વિશ્વમાં આ મુદ્દા ઉપર વિવાદ થઇ રહ્યો છે કે શું ‘કઈ ડાંગ કુ’ નો ઉપયોગ પર્યાવરણ માટે સારો છે કે નથી.

લોકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, કે આ પોશાકના ઉપયોગથી ઘણા બધા ટન ડાયપરનો કચરો ઓછો થઇ રહ્યો છે. ઘણા યુરોપીય દેશોમાં પણ હવે લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના બાળકોને કાપડનું ડાયપર પહેરાવે.આમ તો ચીની ડોકટરો પણ માનવા લાગ્યા છે કે ડીસ્પોઝેબલ ડાયપરનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે. તકલીફ વગર જ તે તરત જ બદલી શકાય છે નહી તો બીમારીઓનો ભય રહે છે. ઉપરાંત હવે ડાયપરના ઉપયોગને સ્ટેટ્સ સિમ્બોલ સાથે જોડીને પણ જોવામાં આવવા લાગ્યો છે.