શું તમને ખબર છે માલપુઆ ક્યાં અને કેવી રીતે બનાવાય છે, વર્ષો જૂનો છે એનો ઇતિહાસ, અહીં જાણો

0
1122

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. જો આપણે ભારતીય ખાણી-પીણીની વાત કરીએ તો એ ઘણી પ્રખ્યાત છે. અને સદીઓથી તે સ્વાદ અને બનાવવાની રીતોને લીધે જાણીતી છે.

આમ તો ભારતની ઘણી બધી વાનગીઓ પ્રખ્યાત છે, પણ આજે આપણે એક ખાસ વાનગી વિષે વાત કરીશું, અને એ છે માલપુઆ. તમે માલપુઆનું નામ તો સાંભળ્યું જ હશે. પરંતુ શુ તમે તેનો ઇતિહાસ જાણો છો? માલપુઆ સૌથી જુની ભારતીય મિઠાઇ છે.

તે માત્ર ભારતમાં જ નહિ પરંતુ બાંગ્લાદેશ, નેપાલ (મરપા) અને પાકિસ્તાનમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આમ તો માલપુઆ એક પ્રકારની પેન કેક જેવું હોય છે. માલપુઆએ મેંદામાંથી બનાવવામાં આવે છે. એને દેશી ઘીમાં તળીને, ચાસણીમાં ડૂબાડીને નીકાળવામાં આવે છે. અને  આપણે ત્યાં તેને ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને કે ઉપર રબડી ઉમેરીને પણ સર્વ કરવામાં આવે છે. મિત્રો, જાણકારી માટે જણાવી દઈએ કે આ માલપુઆનો ઇતિહાસ ઘણો જૂનો છે. તમને વિશ્વાસ નહિ થાય પણ સત્ય એ છે કે, સૌથી પહેલા ઋગવેદમાં માલપુઆનો ઉલ્લેખ ‘અપુપા’ના નામથી કરવામાં આવ્યો હતો. અને જ્યારે તેને જવમાંથી બનાવવામાં આવતા હતા અને દેશી ઘીમાં તળીને પછી મધમાં ડૂબાડીને પીરસવામાં આવતા હતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને 2 BCમાં તેને લોટથી બનાવવામાં આવવા લાગ્યા. એને બનાવવા માટે લોટમાં દૂધ, માખણ, ખાંડ, ઇલાયચી, કાળામરી અને આદુ મિક્સ કરવામાં આવતા હતા. 2 BCમાં તે પુપાલિકે નામથી એક વખત ફરીથી સામે આવ્યા. અને એ સમયે એમાં ગોળની સ્ટફિંગ ભરવામાં આવતી હતી. આથી તેને સ્ટફ્ડ અપુપા પણ કહેવામાં આવે છે. પછી ભારત અને પાકિસ્તાન અલગ થયા બાદ માલપુઆને પાકિસ્તાનમાં ઇંડાથી બનાવવામાં આવ્યા. ત્યાં આ ડિશને ‘માલપુઆ વિથ એગ માવા’ તરીકે બનાવવામાં આવ્યા. પાકિસ્તાનમાં તેને ખાસ તહેવાર પર બનાવવાની શરૂઆત થઇ.

આમ આ વાનગીમાં ઘણા બધા પરિવર્તન આવ્યા. અને આજે આખા ભારતમાં તે માલપુઆના નામથી પ્રખ્યાત છે. જેને હવે હોળી, દિવાળી દરેક તહેવારમાં બનાવવામાં આવે છે. ભારતના દરેક ખૂણામાં તેને બનાવવાની અલગ-અલગ રીત છે. પરંતુ તેનો સ્વાદ એક જ હોય છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.