ચિત્તોડગઢ કિલ્લાનો ઈતિહાસ છે અદ્દભુત, ઘણા લોકો આજે પણ છે તેનાથી અજાણ, જાણો એના વિષે

0
1339

ચિત્તોડગઢનો કિલ્લો યુનેસ્કો વર્લ્ડ હેરીટેજ સાઈટમાં જોડાયેલો છે. અને આ કિલ્લો ભારતના રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢમાં આવેલો છે. આ કિલ્લો ઘણો જ વિશાળ છે, અને એક પહાડ ઉપર બનેલો છે. જેની ઊંચાઈ ૧૮૦ મીટર છે. આ કિલ્લાને ચિત્તોડનો કિલ્લો પણ કહેવામાં આવે છે. ૨૮૦ હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા આ કિલ્લા સાથે ઘણો જ રસપ્રદ ઈતિહાસ જોડાયેલો છે, અને આ કિલ્લો ભારતનો સૌથી મોટો કિલ્લો છે.

આ કિલ્લો ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે અને તેણે સાતમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. ઈતિહાસકારોના જણાવ્યા મુજબ આ કિલ્લાને શાસક ચિત્રાંગદા મોર્ય દ્વારા બનાવવામાં આવ્યો હતો. કહેવામાં આવે છે કે બપ્પા રાવલે ૭૨૪ ઇ.સ. માં આ કિલ્લાની સ્થાપના કરી હતી, અને આ કિલ્લા ઉપર ૮૩૪ વર્ષો સુધી મેવાડ દ્વારા શાસન કરવામાં આવ્યું હતું.

ઘણી વખત કરવામાં આવ્યો હુમલો :

ચિત્તોડગઢ કિલ્લા ઉપર ઘણી વખત હુમલો કરવામાં આવી ચુક્યો છે, અને આ કિલ્લાને બચાવવા માટે ઘણા બધા રાજપૂત શાસકોએ પોતાના બલિદાન આપ્યા હતા. રાણી પદ્મિનીને મેળવવા માટે આ કિલ્લા ઉપર અલાઉદીન ખીલજી દ્વારા વર્ષ ૧૩૦૩ માં હુમલો કરવામાં આવ્યો હતો.

આ કિલ્લા ઉપર બીજો હુમલો ૧૫૬૭ માં અકબર દ્વારા કરવામાં આવ્યો હતો, અને મહારાણા ઉદય સિંહ પાસેથી આ કિલ્લો છીવની લેવામાં આવ્યો હતો. આમ તો ૧૬૧૬ માં જહાંગીરે આ કિલ્લો મહારાજા અમર સિંહને પાછો આપી દીધો હતો, અને ફરી રજપૂતોનો હક્ક આ કિલ્લા ઉપર સ્થાપિત થઇ ગયો હતો.

કિલ્લાની અંદર છે ઘણો જ સુંદર મહેલ :

આ કિલ્લાની અંદર ઘણા બધા મહેલો છે, જેમાંથી એક મહેલને પદ્મિની મહેલ કહેવામાં આવે છે. પદ્મિની મહેલ સફેદ રંગનો છે અને આ મહેલમાં ઘણા બધા કાચ લાગેલા છે. આ મહેલ ઉપરાંત આ કિલ્લાની અંદર રાણા કુંભા મહેલ અને ફતેહ પ્રકાશ મહેલ પણ છે.

રાણા કુંભા પણ ઘણો સુંદર મહેલ છે અને આ મહેલ આ કિલ્લાનો સૌથી જુનો મહેલ છે. એવું કહેવામાં આવે છે કે, ઉદયપુરના સંસ્થાપક મહારાણા ઉદયસિંહનો જન્મ આ મહેલમાં થયો હતો. આ મહેલ ઉપરાંત આ કિલ્લા પાસે જ ભગવાન સૂર્ય દેવનું એક મંદિર પણ છે.

ચિત્તોડગઢ કિલ્લા પાસે જ બેરાચ નદી પણ છે જે અહિયાંનું આકર્ષણનું કેન્દ્ર છે :

ચિત્તોડગઢના કિલ્લાની અંદર એક સમયમાં ૮૪ પાણીની નહેર યોજના હતી, અને આ તમામ જળ નહેરો પાણીથી ભરેલી રહેતી હતી. એવું માનવામાં આવે છે કે આ જળ નહેરો આ રાજ્યના લોકો માટે પાણી પૂરું પાડવાનું સાધન હતું.

કિલ્લાની અંદર બનેલા છે બે સ્થંભ :

આ કિલ્લાની અંદર જ બે પાષાણીય સ્થંભ પણ બનાવવામાં આવ્યા છે જો કે જોવામાં ઘણા જ સુંદર છે. આ સ્થંભને કીર્તિ સ્થંભ અને વિજય સ્થંભના નામથી ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થંભ બનાવવામાં લગભગ ૧૦ વર્ષનો સમય લાગ્યો હતો, અને આ બંને સ્થંભ રાજપુર વંશમાં ગૌરવશાળીનું પ્રતિક માનવામાં આવે છે. આ સ્તંભો ઉપર સુંદર કાર્ય કરવામાં આવ્યું છે.

વિજય સ્થંભને મહમુદ શાહ આઈ ખલજી પર વિજય પ્રાપ્ત કર્યા પછી રાણા કુંભા દ્વારા બનાવરાવવામાં આવ્યો હતો. જયારે કીર્તિ સ્થંભ જો કે ૨૨ મીટર ઉંચો છે, તેને જૈન વેપારી જીજાજી રાઠોડ દ્વારા બનાવવામાં આવ્યો છે, અને તે આદિનાથને સમર્પિત છે. જો કે પહેલા જૈન તીર્થકર હતા.

બનેલો છે જોહર કુંડ :

ચિત્તોડગઢના કિલ્લાની અંદર જ જોહર કુંડ બનાવવામાં આવ્યો છે. આ કુંડ સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે જયારે અલાઉદ્દીન ખીલજીએ રાની પદ્મિની મેળવવા માટે આ કિલ્લા ઉપર આક્રમણ કર્યું હતું, ત્યારે રાની પદ્મિનીએ મહેલની બીજી મહિલાઓ સાથે આ અગ્નિ કુંડમાં કુદીને પોતાનો જીવ આપી દીધો હતો.

ખાસ કરીને તે દરમિયાન જયારે યુદ્ધમાં રાજા અને તેના સૈનિકો શહીદ થઈ જતા હતા, ત્યારે દુશ્મનોથી પોતાનું રક્ષણ કરવા માટે રાની અને સૈનિકોની પત્નીઓ કુંડમાં કુદીને પોતાના પ્રાણ ત્યાગી દેતી હતી. આ પ્રથાને ‘જોહર પ્રથા’ કહેવામાં આવે છે.

ચિત્તોડગઢ કિલ્લાનો લાઈટ શો :

ચિત્તોડગઢનો કિલ્લો ફરવામાં ઘણો સમય લાગી શકે છે, કેમ કે આ ઘણો જ મોટો કિલ્લો છે. આ કિલ્લામાં લાઈટ શો પણ કરવામાં આવે છે. એટલા માટે જો તમે આ કિલ્લામાં ફરવા માટે જાવ, તો આ લાઈટીંગ શો પણ જરૂર જોશો. આ લાઈટીંગ શો રાજસ્થાનના પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ શો ૫૮ મીનીટનો હોય છે જે સાંજે ૭ વાગ્યે શરુ થાય છે. આ શો જોવા માટે ટીકીટ લેવી પડે છે જેના ૫૦ રૂપિયા થાય છે. ચિત્તોડગઢનો કિલ્લો ઘણો મોટો છે એટલા માટે આ કિલ્લો ફરવા માટે તમને ગાડીની પણ સુવિધા આપવામાં આવે છે.

ક્યારે ફરવા જવું?

મે અને એપ્રિલ દરમિયાન આ રાજ્યમાં ઘણી જ ગરમી હોય છે. એટલા માટે તમે આ બે મહિનામાં ભૂલથી પણ અહિયાં ન જાવ. આ કિલ્લો ફરવા માટે સૌથી સારો સમય શિયાળાનો છે. એટલા માટે તમે ચિત્તોડ કે ચિત્તોડગઢનો કિલ્લો જોવા માટે શિયાળામાં જ આયોજન કરો.

કેવી રીતે પહોચવું?

ચિત્તોડગઢનો કિલ્લો ઉદયપુર પાસે જ આવેલો છે અને તમે આ સ્થળે વિમાન, રેલ્વે અને રોડ રસ્તા દ્વારા જઈ શકો છો. ચિત્તોડગઢ કિલ્લાનું સૌથી નજીકનું વિમાનઘર ઉદયપુર વિમાનઘર છે, જે આ કિલ્લાથી ૭૦ કી.મી.ના અંતરે આવેલું છે. આ વિમાનઘર માટે દિલ્હી, મુંબઈ અને અમદાવાદથી વિમાન સેવાઓ ઉપલબ્ધ છે.

ઉદયપુર પહોંચીને તમારે અહિયાથી બસ કે ટેક્સી મળી જશે. અને જો તમે ઈચ્છો તો તમારા શહેરથી રેલ્વે રસ્તે અને રોડ રસ્તે પણ આ સ્થળ ઉપર જઈ શકો છો. ચિત્તોડના કિલ્લાનો ઈતિહાસ જાણ્યા પછી તમે આ કિલ્લો જોવા માટે જરૂર જાવ. આ કિલ્લો જોઇને તમને રાજપૂત શાસનનો અનુભવ થશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.