હિમાચલ પ્રદેશનો સમૃદ્ધ ઇતિહાસ દર્શાવતો અરકીનો કિલ્લો, ક્લિક કરી જાણો એના વિષે

0
545

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. આજે અમે તમને હિમાચલ પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસને દર્શાવતા અરકીના કિલ્લા વિષે થોડી જાણકારી આપવાના છીએ. ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય હિમાચલ પ્રેદેશ રજાઓ ગાળવા માટેના અને એક પરફેક્ટ હનીમૂન પ્લેસના રૂપમાં લોકપ્રિય છે. બરફવર્ષા, ટ્રેકિંગ, સમૃદ્ધ વન્યજીવન, સુંદર પહાડો અને આકર્ષક મઠોથી પરિપૂર્ણ આ જગ્યા હંમેશાથી જ દરેક પ્રવાસીની યાદીમાં શામેલ રહી છે.

બરફવર્ષા, ટ્રેકિંગ અને બીજી ગતિવિધિઓ સિવાય હિમાચલ પ્રેદેશનો ઇતિહાસ જોવામાં આવે તો એ પણ ઘણો રસપ્રદ છે. આ રાજ્યમાં ઘણા એવા કિલ્લા છે, જેમના વિષે પ્રવાસીઓ અત્યાર સુધી અજાણ છે. આ કિલ્લાઓની મુલાકાત કરીને પ્રવાસીઓ અહીંના ઐતિહાસિક અને સમૃદ્ધ ઇતિહાસને જાણી શકે છે.

તમે હિમાચલ પ્રેદેશમાં આવેલા અરકી કિલ્લાની મુલાકાત લઇ શકો છો, જે રાજ્યના ઘણા સુંદર રત્નો માંથી એક કહેવામાં આવે છે. આ કિલ્લો અરકી નામના શહેરમાં આવેલો છે. લીલોતરી વાળા અરકી શહેરનું વાતાવરણ આખું વર્ષ ઘણું સુખદ રહે છે, એટલા માટે અહીં ફરવાની ખુબ મજા આવે છે. અને અરકીના કિલ્લાની મુકાલાત લેવાનો સૌથી સારો સમય સપ્ટેમ્બરથી માર્ચના અંત સુધીનો છે. આવો જાણીએ અરકીના કિલ્લાનો ઇતિહાસ.

જેવું અમે આગળ જણાવ્યું એમ અરકીનો કિલ્લો હિમાચલ પ્રદેશના અરકી શહેર ખાતે આવેલો છે. અરકીનો કિલ્લો 1695 થી 1700 ના સમયગાળા દરમ્યાન રાણા પૃથ્વી સિંહે બંધાવ્યો હતો. રાણા પૃથ્વી સિંહ રાણા સભા ચંદના અનુગામી હતા. પણ 1806 ના વર્ષમાં આ કિલ્લાનો કબજો ગોરખાઓએ લીધો હતો. અને તે સમયે રાણા જગત સિંઘ, જેઓ બાઘલ રજવાડાના શાસક હતા, તેમણે નાલાગઢ ખાતે આશ્રય મેળવ્યો હતો.

અમર સિંહ થાપા જે ગોરખા સેનાપતિ હતા એમણે 1806 થી 1815 દરમિયાન આ અરકી કિલ્લાનો ઉપયોગ કરી, હિમાચલ પ્રદેશ તેમજ ખાસ કરીને કાંગરા પ્રદેશમાં પોતાનો મજબૂત પ્રભાવ રાખ્યો હતો. અરકી પર્વતીય રજવાડા બાઘલની રાજધાની રહ્યું હતું, જેનો પાયો રાણા અજય દેવ નામના પંવાર રાજપૂત દ્વારા નાંખવામાં આવ્યો હતો. 1643 ના વર્ષમાં બાઘલ રજવાડાની સ્થાપના કરવામાં આવી હતી અને અરકી શહેરને રાણા સભા ચંદ દ્વારા 1650 ના વર્ષમાં રાજધાની બનાવવામાં આવી હતી. અને અરકીના કિલ્લાનું બાંધકામ એના ઘણા વર્ષો પછી થયું હતું.

સમુદ્રની સપાટીથી લગભગ 4100 ફૂટની ઊંચાઈ ઉપર આવેલો આ અરકી કિલ્લો હિમાચલ પ્રદેશના સુંદર કિલ્લાઓમાંથી એક છે. વર્તમાનમાં આ કિલ્લો અહીંના દુઃખદ અને સુખદ ઇતિહાસનું વર્ણન કરતો જોવા મળે છે. સમૃદ્ધ વનસ્પતિઓથી ઢંકાયેલ તેમજ આકાશ અને પર્વતોથી ઘેરાયેલ અરકીનો કિલ્લો તમને પાછા ઇતિહાસમાં લઇ જતો જોવા મળે છે. અહીં ઘણી મૂર્તિઓ અને કલાકૃતિઓ છે, જે બાઘલ સમયના પ્રગતિશીલ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.