આંધ્રપ્રદેશનો ઐતિહાસિક નિર્ણય, પ્રાઇવેટ નોકરીઓમાં સ્થાનિક લોકોને મળશે 75 ટકા આરક્ષણ

0
584

દેશના ઘણા રાજ્યોમાં સ્થાનિક લોકોને અનામતનો લાભ આપવામાં આવી રહ્યો છે. એમાં આંધ્ર પ્રદેશનો પણ સમાવેશ થાય છે. આંધ્ર પ્રદેશ વિધાનસભાએ આંધ્ર પ્રદેશ એમ્પ્લોયમેંટ ઓફ લોકલ કેંડીડેટ ઇન ઇન્ડસ્ટ્રીઝ યુનિટ્સ એક્ટ ૨૦૧૯ ને મંજુરી આપી દીધી છે. આ મંજુરી સાથે જ પ્રદેશમાં તમામ પ્રકારની ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ ફેક્ટરીઝ, સંયુક્ત ઉદ્યમ સહીત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં ચાલી રહેલા તમામ પ્રોજેક્ટમાં ૭૫ ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવાનો રસ્તો ખુલ્લો થઇ ગયો છે. આ પહેલ કરવા વાળું આંધ્ર પ્રદેશ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે.

યુવાનોને તાલીમબદ્ધ કરશે કંપનીઓ :

આંધ્ર પ્રદેશના નવા કાયદામાં જણાવવામાં આવ્યું છે કે, જો કંપનીઓને તેની જરૂરિયાત મુજબ સ્થાનિક સ્તર ઉપર તાલીમબદ્ધ યુવાનો ન મળે તો તે તેને તાલીમ આપી નોકરીને લાયક બનાવશે. જાણકારોનું કહેવું છે કે આ જોગવાઈ પછી કંપનીઓ તાલીમબદ્ધ લોકો ન મળવાની વાત કરીને સ્થાનિક યુવાનોને નોકરી આપવાથી બચી નહિ શકે. એક્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જે યુનિટ ફેક્ટરીઝ એક્ટના પ્રથમ શેડ્યુલમાં નોંધાયેલા છે, તેને સ્થાનિક લોકોને ૭૫ ટકા નોકરી આપવાના નિયમમાંથી છૂટ રહેશે.

ત્રણ વર્ષમાં આપવાની રહેશે સંપૂર્ણ અનામત :

નવા એક્ટ મુજબ કંપનીઓએ ત્રણ વર્ષમાં ૭૫ ટકા સ્થાનિક લોકોને નોકરી આપવાનું કામ પરું કરવાનું રહેશે. તે ઉપરાંત કંપનીઓએ સ્થાનિક લોકોને નોકરી આપવામાં પ્રગતીના અહેવાલ દર ત્રણ મહિનામાં નોડલ અધિકારીને આપવાના રહેશે. મુખ્યમંત્રી વાય. એસ. જગન મોહન રેડ્ડીએ વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્થાનિક લોકોને નોકરીઓમાં અનામત આપવાનું વચન આપ્યું હતું.

બીજા રાજ્ય પણ આપી રહ્યા છે સ્થાનિક લોકોને મહત્વ :

પ્રાઈવેટ નોકરીઓમાં લોકોને નોકરી આપવામાં મહત્વ આપવાને લઈને ઘણા રાજ્યો લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. હાલમાં જ ૯ જુલાઈના રોજ મધ્ય પ્રદેશે પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનિક લોકોને ૭૦ ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. ડિસેમ્બર ૨૦૧૮ માં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા પછી કમલનાથ પાસે સ્થાનિક લોકોને વધુમાં વધુ અનામત આપવાની માંગણી થતી રહેતી હતી. મિત્રો, જો આવું દરેક જગ્યાએ થઈ જાય તો કેટલાય લોકોએ દુર દુર સુધી નોકરી કરવાં જવાની જરૂર નહિ પડે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.