હીરોએ લોન્ચ કર્યા બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર, એક વખત ચાર્જ પર ચાલશે આટલા બધા કિલોમીટર.

0
4973

આજના ઝડપી યુગમાં દરેક લોકો પાસે કોઈને કોઈ વ્હીકલ જોવા મળે છે, અને જરૂરી પણ છે કેમ કે આજનો સમય ઘણો ઝડપી છે અને દરેકને પોતાના કામના સ્થળે પહોચવાની જલ્દી હોય છે, અને આજના સમયમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘણા વધી રહ્યા છે, અને તેમ છતાંપણ લોકોને તેનો ઉપયોગ કર્યા વગર છૂટકો પણ નથી.

પરંતુ આગામી સમયમાં સરકાર ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન આપવા માંગે છે અને તેથી કંપનીઓ પણ તેના ઉત્પાદનમાં ઇલેક્ટ્રિક વાહનો તૈયાર કરવા લાગી છે. હાલમાં જ એક કંપનીએ ઇલેક્ટ્રિક સ્કુટરના બે મોડલ બહાર પાડ્યા છે, આવો જાણીએ તેના વિષે, શું છે તેની વિશેષતા, કિંમત વગેરે વિષે.

હીરો ઇલેક્ટ્રિક ઇન્ડિયાએ ઇલેક્ટ્રિક રેંજનો વિસ્તાર કરતા સોમવારે ભારતમાં પોતાના બે નવા ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કર્યા. આ સ્કુટરનું નામ ઓપ્ટીમા ઈઆર અને એનવાઈએક્સ ઈઆર છે. તે સમયે કંપનીએ જણાવ્યું કે આ બી2બી (બિજનેશ ટુ બિજનેશ) સેગમેંટમાં વિકાસની યોજના ઉભી થઇ રહી છે.

૬૮.૭૨૧ રૂપિયા રહેશે કિંમત

લોન્ચિંગના સમયે હાલમાં કંપની સીઈઓ સોહિન્દર ગીલે જણાવ્યું કે ઓપ્ટીમાં ઈઆર ૬૮.૭૨૧ રૂપિયા અને એનવાઈએક્સ ૬૯.૭૫૪ રૂપિયાની કિંમતમાં મળી રહેશે. બંને સ્કુટરની ખાસિયત જણાવતા ગીલે જણાવ્યું કે આં ટુ-વ્હીલર્સ લીથીયમ બેટરી ઉપર ચાલે છે. તે બેટરી સાડા ચાર કલાકમાં સંપૂર્ણ રીતે ચાર્જ થઇ જાય છે અને એક વખત ફૂલ ચાર્જ કરવાથી ૧૦૦ કી.મી.થી વધુ પ્રવાસ કરાવે છે. તેમણે જણાવ્યું કે કંપની બેટરી ઉપર ત્રણ વર્ષની વોરંટી આપી રહી છે.

તેમણે જણાવ્યું કે હિરો એકમાત્ર એવી કંપની છે. જે બેટરી ઉપર ત્રણ વર્ષની કોઈપણ શરત વગર વોરંટી આપી રહી છે. તેમણે જણાવ્યું કે આજે એની કિંમત ૧૮ હજાર રૂપિયા છે પરંતુ તમે જોશો કે ઘણા વર્ષોથી તેની કિમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. તેમણે જણાવ્યું કે દરેકે બે ત્રણ વર્ષમાં લીથીયમ બેટરીની કિંમત અડધી થવાની ભવિષ્યવાણી કરી હતી અને તે શક્ય પણ થઇ ગયું છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.