અદ્દભુત : સુરતના રત્નકલાકારે હીરા પર બનાવ્યો ભારતનો નકશો, અંદર બનાવી દીધો પીએમ મોદીનો ફોટો

0
908

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશ સિવાય આખી દુનિયામાં ખુબ લોકપ્રિય છે. પણ એમના ગૃહ નગર ગુજરાતમાં એક હીરા કારીગર એટલે કે રત્ન કલાકારે જે કમાલ કરી છે, તે જાણીને તમે ચકિત રહી જશો.

હકીકતમાં ગુજરાતના સુરત શહેરમાં હીરા ઘસવાનું કામ કરવા વાળા એક વ્યક્તિએ દિવસ રાત મહેનત કરીને પીએમ મોદીની છબીને હીરાની અંતર કોતરી છે. આ કામ પૂરું કરવા માટે તે વ્યક્તિને 2 મહિના લાગ્યા.

હીરા કારીગરના રૂપમાં કામ કરવા વાળા વ્યક્તિ આકાશે પોતાની કલાકૃતિ વિષે જણાવ્યું કે, તેણે દોઢ કેરેટના એક હીરામાં પહેલા ભારતનો નકશો બનાવ્યો અને પછી લેઝર ઇન્સ્ક્રિપ્શન દ્વારા પીએમ મોદીની છબી બનાવી દીધી.

આકાશે જણાવ્યું કે, હીરામાં પીએમ મોદીની છબી બનાવવા માટે તેણે રોજ 5 કલાક સખત મહેનત કરવી પડી, ત્યારે જઈને 2 મહિનામાં આ સ્પેશિયલ હીરો તૈયાર થયો.

તેમણે એક ખાસ હીરા વિષે વાત કરતા જણાવ્યું કે, આને 12 વર્ષ પહેલા કોઈ વ્યક્તિ ખરીદ્યો હતો અને તેમણે થોડા સમય પહેલા એક દિવસ મને પૂછ્યું હતું કે, આનાથી આપણે શું ઉત્તમ બનાવી શકીએ છીએ? એ પછી એક ડિઝાઈનર તરીકે આકાશે હીરાને જોયો અને એના પર ભારતીય નકશો અને એની અંદર પીએમ મોદીનો ફોટો બનાવવાની યોજના બનાવી. અને પછી તે કામ કરી દેખાડ્યું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.