આ છે હિપ્સ અને જાંઘની વધારાની ચરબી ઘટાડવાના સરળ અને અસરકારક ઉપાય, ક્લિક કરી જાણો

0
4632

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં એકવાર ફરી સ્વાગત છે. મિત્રો આજે અમે તેમના જણાવીશું કે, તમે કેવી રીત તમારા હિપ્સની વધારાની ચરબીને ઓછી કરી શકો છો. મિત્રો આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ અને કેટલીક એક્સરસાઇઝ પણ જણાવવાના છીએ, જેના દ્વારા તમે હિપ્સ અને જાંઘની વધારાની ચરબી ઘટાડી શકો.

જણાવી દઈએ કે, તમારે આના માટે થોડી મહેનત તો જરૂર કરવી પડશે. જો તમે તમારા રોજિન્દાજીવનમાં થોડું પરિવર્તન લાવી શકો છો, અને થોડી મહેનત કરી શકો છો એટલે કે થોડી એક્સરસાઇઝ કરી શકો છો, તો તમે પોતાની બોડીને પ્રોપર શેપ આપી શકો છો.

આમ તો જે લોકો પોતાની હિપ્સ અને થાઈના ભાગ વજનદાર હોવાથી પરેશાન છે, એમણે એના માટે ઘણા બધા ઉપાય કર્યા પણ હશે. ઘણા લોકો એના માટે ખાવા-પીવામાં પરેજી રાખવાના ઉપાય પણ કરે છે. પણ જણાવી દઈએ કે આપણે આવું કરવાનું નથી. કારણ કે તમે કઈ પણ ખાઈને પણ તમારા હિપ્સને ઓછું કરી શકો નહિ.

જણાવી દઈએ કે, વગર મહેનતે આ વસ્તુથી છુટકારો મેળવવો અસંભવ હોય છે. મિત્રો આ લેખમાં અમે તમને ફક્ત 3 એક્સરસાઇઝ જણાવવાના છીએ, જે તમારે થોડા સમય માટે કરવાની છે. એટલે કે રોજ 8 થી 10 મિનિટ સવાર-સાંજ આ કામ કરવાનું છે. આ જણાવતા પહેલા અમે તમને જણાવી દઈએ કે, તમારે દરરોજની દિનચર્યામાં શું શું ચેન્જ કરવાનું છે?

તમે દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવો. જો પહેલાથી જ પીવો છો તો ખુબ સારી વાત છે. આ તમારા સારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. અને દિવસમાં ત્રણ વાર નવશેકું પાણી પીવાનું છે. સવારે ઉઠ્યા પછી અને બોપોરે જમ્યાના અડધાથી એક કલાક પહેલા અને સાંજે જમવાના અડધાથી એક કલાક પહેલા તમારે નવસેકું પાણી પીવાનું છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, આમ કરવાથી તમારું પાચન સુધરશે, અને આનાથી તમારા શરીરની ચરબી પણ ઓછી થશે. આનાથી તમારા આખા શરીરની ચરબી ઓછી થશે. જેનાથી તમારા હિપ્સ પર અસર થશે અને તેના દ્વારા તમારા હિપ્સની ચરબી ઓછી થઇ જશે.

તેમજ રોજ રાત્રે જમ્યા પછી થોડી વાર ચાલવું જરૂરી છે. તમારે વધારે નહિ પણ ઓછામાં ઓછું 10 થી 15 મિનિટ તો ચાલો જ. અને જેટલું થઇ શકે એટલું જંક ફૂડનું સેવન ઓછું કરો. આ બધું કરવાની સાથે સાથે તમારે આ ત્રણ એક્સરસાઇઝ કરવાની છે જેથી તમે સરળતાથી પોતાની હિપ્સની ચરબી ઘટાડી શકો છો.

1. પહેલી કસરત કરવા માટે તમે સીધા ઉભા રહી જાવ અને પછી એક ચેયર પોઝીશન બનાવો. એટલે કે જેમ તમે ખુરસીમાં બેસો છો, તેમ તમારે બેસવાનું છે પણ કોઈ આધાર લીધા વગર. તમારે ફક્ત દીવાલનો આધાર લેવાનો છે અને તમારે તમારો હાથ એકદમ સીધા રાખવાના છે. પહેલી વાર તમે જો આ કરતા હશો તો તમને થોડી સમસ્યા થશે પણ તમારાથી જેટલા સમય થાય એટલા સમય કરતા રહેવાનું છે.

આનાથી તમારા થાઈસમાં અને હિપ્સમાં એક ખેંચાવનો અનુભવ થશે. જયારે તમે થાકી જ જાઓ છો, તો થોડા સેકેંડ માટે સીધા ઉભા રહો, ત્યારબાદ પાછા આવી જ પોઝીસનમાં આવી જાઓ. આવું તમે ઓછામાં ઓછું શરૂઆતમાં 1 થી 2 મિનિટ જરૂર કરો. જયારે તમને આ કરવાનું સારું લાગે ત્યારે તમે આનો સમય વધારી નાખો.

2. બીજી કસરત આ મુજબ છે. તમે એકદમ સીધા ઉભા રહી જાવ, અને તમારા હાથને છાતીની આજુબાજુ અને નાભિ સુધી તમારા હાથ રાખો જેમ ફોટોમાં દેખાય છે. પોતાના ઘૂંટણને ઉપર લાવો અને પોતાના હાથને ટચ કરો. પહેલા જમણી ત્યાર બાદ તેવી જ રીતે પોતાની બીજું ઘુંટણ હાથને ટચ કરવાનું છે.

જમણાં તરફનો ઘૂંટણ તમારા જમણા હાથ પર અને ડાબી બાજુનો ઘૂંટણ તમારા ડાબી બાજુના હાથ પર ટચ નવા જોઈએ. આ તમારે લગભગ 2 થી 3 મિનિટ સુધી કરવાનું છે શરૂઆતમાં આ તમારાથી વધારે સમય થશે નહિ એટલે જેમ જેમ તમને આદત પડતી જાય તેમ તેમ સમય વધારતા રહેવાનું છે.

3. આ ત્રીજી જે કસરત છે તે તમે ક્યારેય પણ કરી શકો છો. અને જો તમારું કામ આખો દિવસ ખુરશી પર બેસી રહેવાનું છે, તો પણ તમે આ કરી શકો છો. જ્યાં તમે બેસો છો તે જગ્યા પર તમે તમારા પગને સીધા રાખો અને થોડા સમય પછી બીજા પગને પણ સીધો રાખી શકો છો. 10 થી 12 સેકેંડ જરૂર રાખો આનાથી તમે તમારા પગમાં ખેંચાવનો અનુભવ થશે. જેનાથી તમને લાગશે કે આ કસરત તમારા પગ પર કામ કરી રહી છે. આનાથી તમારા મસલ્સ મજબૂત થશે અને ચરબી ઓછી થશે.

આ બધી કસરતમાં તમારે વધારે સમય પણ આપવાની જરૂર નથી. તમારે ફક્ત સવાર સાંજ આ 8 થી 10 મિનિટ આ કસરતો કરવાની છે. જો તમે આ કસરત દરરોજ કરો છો, તો તમને એક મહિનાની અંદર અંદર તમારા હિપ્સ અને જાંધમાં ફરક દેખાવા લાગશે.