મુસ્લિમ સમુદાય કબ્રસ્તાન બનાવી શકે, એટલા માટે હિન્દુઓએ દાન કરી કરોડોની જમીન

0
725

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે એ વાતતો તમે સારી રીતે જાણો છો કે, ભારતમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ ઘણા વર્ષોથી ચાલતો આવી રહ્યો છે. પણ એના માટે દરેક હિંદુ કે દરેક મુસ્લિમ વ્યક્તિ જવાબદાર નથી. અમુક એવા કુતત્વો છે જે આ વિવાદનું કારણ બને છે અને એને વધારે છે. નહીંતર ભારતના હિંદુ અને મુસ્લિમ લોકો તો સાથે હળી મળીને રહેવા માંગે છે. તમે પોતે જ જોયું હશે કે દેશના ઘણા બધા ભાગોમાં મુસ્લિમ લોકો હિંદુ તહેવારોનો ભાગ બને છે, અને હિંદુ લોકો ઇસ્લામ તહેવારોનો ભાગ બને છે. બંને ધર્મના બાળકો પણ એક શાળામાં સાથે ભણીને અને સાથે રમીને જ મોટા થાય છે.

અને તમને થોડા થોડા સમયે હિંદુ-મુસ્લિમ ભાઈચારાના ઉદાહરણ મળતા જ રહે છે. આજે અમે તમને એવા જ એક ઉદાહરણ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ઉત્તર-પ્રદેશના ફૈઝાબાદ જિલ્લામાં ધાર્મિક મિત્રતાનું ઉદાહરણ જોવા મળ્યું છે. ગોસાઈગંજ ક્ષેત્રના બેલારીખન ગામમાં હિંદુઓએ પોતાની જમીન મુસ્લિમને કબ્રસ્તાન બનાવવા માટે દાન કરી દીધી છે.

હકીકતમાં આ જમીનને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. પણ છેવટે બીજેપીના સ્થાનિક ધારાસભ્ય ઈંદ્રપ્રતાપ તિવારી અને સુર્યકુમાર મહારાજે આ જમીનને એના બીજા ભાગીદારો સાથે મળીને મુસ્લિમોના નામે કરી દીધી.

સુર્યકુમાર મહારાજે લગભગ 1.25 બીસ્સા (20 બીસ્સા = 1 વીંઘા) વિવાદિત જમીન એના આઠ ભાગીદારો સાથે મળીને, 20 જૂનના રોજ એક કરાર પર સહી કરી મુસ્લિમોના નામે કરી વિવાદને હંમેશા માટે ઉકેલી નાખ્યો છે. સૂર્ય કુમાર મહારાજે ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, રેકોર્ડ અનુસાર જમીન હિંદુઓની હતી પણ ક્યારેક ક્યારેક મુસ્લિમ લોકો ત્યાં પોતાના મૃત પરિવારજનોને દાટતા હતા. આ વાતને લઈને છેલ્લા ઘણા વર્ષોથી બંને સમુદાયો વચ્ચે વિવાદ થઇ રહ્યો હતો. પણ હવે આ ક્લેશ દૂર કરી દેવામાં આવ્યો છે.

સબ રજિસ્ટ્રાર એસ.બી. સિંહના જણાવ્યા અનુસાર, ‘આ હિંદુઓ તરફથી મુસ્લિમોને સ્ટેમ્પ ડ્યુટી સાથે આપવામાં આવેલી ભેટ છે.’ હિંદુ-મુસ્લિમ ભાઈચારાને વધારવા માટે બીજેપીના સ્થાનિક ધારાસભ્ય ઈંદ્રપ્રતાપ તિવારીએ આ નેક પગલું ભર્યું છે.

ઈંદ્રપ્રતાપ તિવારીએ જણાવ્યું કે, હિંદુ-મુસ્લિમ ભાઈચારો દશકો જૂનો છે. અને આ હિંદુઓ તરફથી મુસ્લિમો માટે એક અમૂલ્ય ભેટ છે. આશા કરીએ છીએ કે આ પગલાંથી બંને સમુદાયો વચ્ચે સંબંધ સુધરશે. ગોસાઈગંજ જામા મસ્જિદના મુખ્ય ધર્મગુરુ હાજી અબ્દુલ હક કહે છે જે, આ ભલાઈનું અનોખું ઉદાહરણ છે. આનાથી સંદેશ મળે છે કે બંને સમુદાય શાંતિ અને મિત્રતાથી રહી શકે છે.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.