હિમા દાસે 15 દિવસની અંદરમાં જીત્યું ચોથું ગોલ્ડ મેડલ, ભારતનું નામ દુનિયામાં કર્યું રોશન

0
537

હાલમાં જ ક્રિકેટ વર્ડ કપની ટુર્નામેન્ટ પૂર્ણ થઇ છે, અને આવી બીજી રમતોની આંતરરાષ્ટ્રીય ટુર્નામેંટ પણ ચાલી રહી છે. અને તેમાં પણ ભારતના ઘણા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. અને ઘણા ચંદ્રકો(મેડલ) પણ મેળવી રહ્યા છે. તે ઉપરાંત તેમાંથી થોડા ખેલાડીઓ એવા પણ છે, જેમણે પોતાના પગારનો અમુક ભાગ આસામના પુર પીડિતો માટે રીલીફ ફંડમાં જમા કરાવ્યો છે. અને બીજા મોટા વ્યક્તિઓએ પણ આ પ્રકારની સહાયમાં ભાગ લીધો છે. આવો જાણીએ આજના આ લેખમાં તમારા માટે વિશેષ શું છે?

હિમા દાસનું જોરદાર પ્રદર્શન સતત ચાલુ છે. હિમા દાસે મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં ૧૫ દિવસની અંદર જ ચોથો સ્વર્ણ ચંદ્રક(ગોલ્ડ મેડલ) મેળવ્યો છે. ભારતીય સ્ટાર ધાવિકા હિમા દાસનું જોરદાર પ્રદર્શન સતત ચાલુ છે. હિમા દાસે મહિલાની ૨૦૦ મીટર દોડમાં ૧૫ દિવસની અંદર જ ચોથો સ્વર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ચેક ગણરાજ્યમાં ચાલી રહેલી ટબોર એથલેટીક્સ મીટમાં તેમણે આ સ્વર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા છે.

હિમા દાસ માત્ર ૨૩.૨૫ સેકન્ડના સમય સાથે ટોપ ઉપર રહી. તે પહેલા ૧૯ વર્ષની હિમા દાસે આ મહીને જુદી જુદી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ત્રણ સ્વર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા હતા. અને હિમા દાસે પોતે ટ્વીટ કરી તે વાતની જાણકારી આપી છે.

હિમા દાસ ઉપરાંત ૨૦૦ મીટરમાં જ વીકે વિસ્માયા ૨૩.૪૩ સેકન્ડના સમય સાથે બીજા નંબર ઉપર રહી. અને પુરુષોની ૪૦૦ મીટર દોડમાં મુહમ્મદ અનસે પોતાનો બીજો સ્વર્ણ ચંદ્રક જીત્યો. અનસે ૪૫.૪૦ સેકન્ડમાં સ્વર્ણ ચંદ્રક જીત્યો. અનસે ૧૩ જુલાઈના રોજ કલાદનો મીટમાં પોતાના રાષ્ટ્રીય રેકોર્ડમાં સુધારા સાથે સ્વર્ણ ચંદ્રક જીત્યો હતો.

જણાવી દઈએ કે એથલીટ હિમા દાસે પોતાના પગારનો અડધો ભાગ આસામમાં આવેલા પુરથી પીડિત લોકો માટે રીલીફ ફંડમાં આપ્યો છે. હિમા દાસના આ નિર્ણયની આખા દેશમાં પ્રસંશા કરવામાં આવી રહી છે. બીજા ઘણા મોટા વ્યક્તિઓએ પણ આસામના પુર પીડિતોની મદદ કરી છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.