પ્રેમીના ઘરની બહાર પ્રેમિકાનો હાઈ વોલ્ટેઝ ડ્રામા, ‘ભલે જીવ પણ જતો રે, લગ્ન કરીને જ જઈશ’

0
256

પ્રેમિકાએ પ્રેમીના ઘરની બહાર કર્યો હાઈ વોલ્ટેઝ ડ્રામા, પોલીસ આવી અને પ્રેમિકાને ખુબ… તમે ઘણા પ્રેમીઓને પ્રેમિકાના પ્રેમમાં હોબાળો મચાવતા જોયા હશે, પરંતુ બરેલીમાં એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રેમિકા તેના બોયફ્રેન્ડના ઘરની બહાર બેસીને ધરણા(હડતાલ) કરી રહી છે. લડત અને ઝઘડા થયા બાદ અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, પણ ગર્લફ્રેન્ડ અહીંથી જવા માટે તૈયાર નથી. તે કહે છે કે તે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે અને તેને અહીંથી મનાવ્યા વિના ક્યાંય નહીં જાય.

4 વર્ષથી છે અફેર, હવે પ્રેમી લગ્ન કરી રહ્યો છે : લગ્નની જીદ્દ કરેલ યુવતીએ મીડિયાને જણાવ્યું કે 4 વર્ષથી યુવક સાથે તેનો સંબંધ છે. તેણે લગ્નની આશા દેખાડી તેની સાથે સંબંધ બનાવતો રહ્યો અને હવે બીજે લગ્ન કરવા જઇ રહ્યો છે. યુવતીનું કહેવું છે કે તે યુવક તેના સંબંધમાં જ આવે છે અને થોડા દિવસો પહેલા તેના પરિવારે તેમના લગ્ન વિશે પણ વાત કરી હતી. હવે તેઓ તેમની વાતોથી મુકરી રહ્યા છે.

પ્રેમીના ઘરવાળાઓએ ઘરમાંથી કાઢ્યું : યુવતીએ આરોપ લગાવ્યો છે કે તેણે યુવકના ઘરે તેનું આવવા-જવાનું છે પરંતુ લગ્નની વાત થવાથી યુવકના પરિવારનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. 8 નવેમ્બરના રોજ યુવતીને છોકરાના લગ્ન વિશે ખબર પડી ત્યારે તે તેના ઘરે પહોંચી હતી. જ્યારે ગુસ્સે ભરાયેલા પરિવારે યુવતીને ઘરમાંથી બહાર કાઢી નાખી ત્યારે તે રસ્તા પર જ ધરણા(હડતાલ) પર બેસી ગઈ. મહિલા જણાવે છે કે હવે જો તેનો જીવ પણ ચાલ્યો જાય તે હવે અહીંથી હટશે નહિ. આ કેસની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને યુવતીને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે, જોકે યુવતી પોતાની જીદ છોડી દેવા માટે તૈયાર નથી.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.