ત્રણ મિત્રોએ ભાડે લીધું હતું ઘર અને પછી લઇ આવ્યા એક સેકન્ડ હેન્ડ સોફો, પછી જે થયું એ જોઈને દંગ રહી ગયા બધા

0
3427

નસીબ વિશે તો આપણે બાળપણથી સાંભળતા આવીએ છીએ. અને કોઈએ સાચું જ કહ્યું છે કે નસીબમાં જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. તે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે એવી શક્તિ ધરાવે છે. અને આ વાતને સાચી સાબિત કરતી એવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે, જેણે દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ ઘટના ત્રણ વિધાર્થીઓ સાથે થઇ, જે સ્ટેટ યુનીવર્સીટીની ત્રણ જુદી જુદી વિદ્યાલયોમાં ભણે છે. આ ત્રણે મિત્રોને આ વાતની ગંધ પણ ન હતી કે તેમનું નસીબ આટલી નાની ઉંમરે ચમકી જશે, અને એ પણ એક જુના સોફાને કારણે. અને તેને લીધે તે વિશ્વમાં પ્રખ્યાત થઇ જશે. આવો આખી વાત તમને જણાવીએ.

વાત એમ છે કે આ ત્રણે વિદ્યાર્થીઓએ શહેરમાં આવેલો એક ફ્લેટ ભાડા ઉપર રહેવા માટે લીધો હતો. ઘર માટે આ ત્રણેએ ફર્નીચર ખરીદ્યું અને આ ફર્નીચરમાં તેમણે એક જુનો સોફો પણ ખરીદ્યો હતો. જયારે સોફાને તે ઘરે લઇ આવ્યા અને તેની ઉપર ત્રણે બેસીને ગપ્પા મારી રહ્યા હતા, ત્યારે કાંઈક થયું જેને જાણીને માત્ર તે નહીં પણ તમે પણ આશ્ચર્યચકિત થયા વગર નહીં રહી શકો.

જુના સોફએ બદલી દીધું આ ત્રણે મિત્રોનું નસીબ :

આ વાત તો તમે સાંભળી હશે કે જયારે ઉપર વાળો આપે છે તો છપ્પર ફાડીને આપે છે, અને નસીબ બદલાઈ જાય છે. એવું જ કાંઈક ન્યુયોર્કમાં ભણતા ૩ વિદ્યાર્થી રીસે વેરખોવે, કોલી ગાસ્ટી અને લારા રુસ્સો સાથે થયું. પોતાના નવા ફ્લેટના દરેક સામાનનું સેટિંગ કર્યા પછી, જયારે ત્રણે મિત્રો આરામ કરવા માટે ૧૩૦૦ રૂપિયામાં ખરીદેલા સેકન્ડ હેંડ સોફા ઉપર બેઠા, તો ત્યારે તેમની સાથે જે થયું તેનાથી તેમનુ નસીબ બદલાઈ ગયું.

જયારે ત્રણે વિધાર્થી સોફા ઉપર બેસીને વાતો કરી રહ્યા હતા તો તેમને સોફાની ગાદી નીચે કાંઈક અનુભવ થયો. જયારે તેમણે સોફાની ગાદીને ઉપાડીને જોયુ તો તેમને એક કવર મળ્યું. કવર ખોલીને જોયું તો તેમની આંખો ફાટેલી રહી ગઈ.

મિત્રો એ કવરમાં ૪૬ હજાર રૂપિયા મુકેલા હતા. ત્યાર પછી તેમણે સોફાની બીજી ગાદી દુર કરી તો આવા પ્રકારના ઘણા કવર મળ્યા. ત્રણે વિદ્યાર્થીઓને આ જુના સોફામાંથી કુલ ૨૬ લાખ ૨૫ હજાર રૂપિયા મળ્યા. પણ આટલા રૂપિયા મળવા છતાં પણ તેમની નિયત ન બગડી અને તેમણે આ સોફાના માલિકને શોધીને આ રકમ તેને આપવાનો નિર્ણય કર્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.