હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશન લોન્ચ, ગ્રાહક પોતાની પસંદ અનુસાર તેના ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરી શકશે.

0
98

પોતાની પસંદ અનુસાર ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરીને લઇ શકો છો હીરો સ્પ્લેન્ડર પ્લસ, બ્લેક અને એક્સેન્ટ એડિશન થઈ ગયું લોન્ચ. ગ્રાહકો પાસે ત્રણ ડિઝાઇનમાંથી કોઈપણ એકની પસંદગી કરવાનો વિકલ્પ હશે, જેની કિંમત 899 રૂપિયા છે. આ ત્રણેય ડિઝાઇનના નામ બીટલ રેડ, ફાયર ફ્લાય ગોલ્ડન અને બમ્બલ બી યલો છે. 1399 રૂપિયામાં એક સંપૂર્ણ કીટ પસંદ કરવાનો વિકલ્પ પણ મળશે, જેમાં ગ્રાફિક્સ, 3D લોગો અને રિમ ટેપ હશે.

હીરો મોટોકોર્પ દ્વારા હાલમાં જ સ્થાનિક બજારમાં સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશન રજૂ કરવામાં આવ્યું છે. તેની દિલ્હીની એક્સ-શોરૂમ કિંમત 64,470 રૂપિયા છે. આ એડીશનની વિશેષ બાબત એ છે કે, ગ્રાહકો તેમની પસંદગી અનુસાર તેના ગ્રાફિક્સને કસ્ટમાઇઝ કરી શકશે. બ્રાન્ડના ‘હિરો કોલેબ્સ’ કોન્ટેસ્ટના પરિણામરૂપે તેને લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશભરના સહભાગીઓએ સ્પ્લેન્ડર પ્લસ માટે ગ્રાફિક ડિઝાઇન થીમ બનાવી છે. આમાં તમામ એન્ટ્રીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, અને હજારો એન્ટ્રીમાંથી ફક્ત ત્રણ ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.

ગ્રાફિક્સ પસંદ કરવા, ન કરવા ગ્રાહકનો નિર્ણય હશે : નવી ત્રણ ડિઝાઇન હવે ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાઈ છે. તેમાંથી એક મોટરસાઇકલ પર લગાવવાનો નિર્ણય ગ્રાહકનો હશે. જો તેમને કસ્ટમ ગ્રાફિક્સમાં રસ નથી, તો તેઓ કોઈપણ ગ્રાફિક્સનો ઉપયોગ ન કરવાનું પણ પસંદ કરી શકે છે. હીરો કોલેબ્સ કોન્ટેસ્ટ એપ્રિલની શરૂઆતમાં રજૂ કરવામાં આવ્યું હતું. અને તે ઉત્સાહી, મહત્વાકાંક્ષી ડિઝાઇનર્સ અને વિદ્યાર્થીઓ માટે તેમની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવા માટે એક આદર્શ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે.

હિરોને તેની શરૂઆતમાં 10,000 થી વધુ રજિસ્ટ્રેશન મળ્યાં હતાં અને પરિણામો મે 2020 માં જાહેર કરાયા હતા.
પાંચ મહિનાની અંદર હિરોએ સ્પર્ધામાં વિજેતા થનાર ડિઝાઇનોને ઉત્પાદનમાં સાથે રાખી અને ગ્રાહકોને તે ઉપલબ્ધ કરાવી.

બધા ડીઝાઇનની કિંમત ફક્ત 899 : સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશનમાં બ્લેક એલોય વ્હીલ્સ, બ્લેક ચેન કવરવાળા બ્લેક એન્જિન એરિયા, ઓપ્શનલ 3D હીરો લોગો સહિત ઓલ-બ્લેક થીમ આપવામાં આવી છે. આ ત્રણેય ડિઝાઇનના નામ બીટલ રેડ, ફાયર-ફ્લાય ગોલ્ડન અને બમ્બલ બી યલો છે, અને તેની દરેકની કિંમત 899 રૂપિયા છે. ગ્રાહકોને 1399 રૂપિયામાં સંપૂર્ણ કીટ પસંદ કરવાનો વિકલ્પ પણ મળે છે, જેમાં ગ્રાફિક્સ, 3D હિરો લોગો અને રિમ ટેપનો સમાવેશ થઇ જાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.