આવી ગયુ સ્પ્લેન્ડરનું સ્પેશ્યલ એડિશન, આમા મોબાઈલ ચાર્જીગની પણ છે સુવિધા.

0
2893

મિત્રો આપણે બધા એ વાત તો જાણીએ છીએ કે, આધુનિક સમયમાં વાહનોની જરૂરિયાત ઘણી વધતી જઈ રહી છે. અને લોકોને તેના વગર ચાલે તેમ પણ નથી. એટલે જ તો કંપનીઓ વાળા પણ વાહનોના નવા નવા મોડલ બહાર પાડતા રહે છે, અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયત્ન કરતા રહે છે. હાલમાં જ એક એવું જ નવું મોટર સાયકલનું મોડલ બહાર પાડવામાં આવ્યું છે.

જણાવી દઈએ કે, ભારતમાં હીરો સ્પ્લેન્ડરએ પોતાના ૨૫ વર્ષ પુરા કરી લીધા છે. અને આ સમયે કંપનીએ પોતાની સૌથી લોકપ્રિય બાઈક સ્પ્લેન્ડરની ૨૬ મી એનીવર્સરી પર એનું સ્પેશીયલ એડીશન બહાર પાડ્યું છે, જો કે કંપનીના નવા શો રૂમમાં જોઈ શકાય છે. કંપનીએ તેની કિંમત ૫૬,૦૦૦ રૂપિયા રાખી છે. જો કે હાલમાં રહેલા નોર્મલ મોડલની સરખામણીમાં લગભગ ૩,૫૪૦ રૂપિયા વધુ છે. સ્પ્લેન્ડરનું સ્પેશીયલ એડીશન સ્પ્લેન્ડર પ્લસ બેસ્ડ છે. આવો જાણીએ શું ખાસ અને નવું છે તેમાં?

મળેલી જાણકારી અનુસાર સ્પ્લેન્ડરના સ્પેશ્યલ એડીશનમાં ગ્રાહકોની સગવડતા માટે મોબાઈલ ચાર્જીંગ સોકેટ તેના હેન્ડલમાં જ ફીટ કરવામાં આવ્યું છે, જો કે ઘણું ઉપયોગી ફીચર છે. તે ઉપરાંત તેમાં સ્પેશ્યલ એડીશનનો લોગો પણ લગાવવામાં આવ્યો છે. તે બાઈકમાં મેટ બ્લેક એલોય વીલ, ટ્યુબલેસ ટાયર્સ 5 સ્ટેપ એડજેસ્ટ ટ્વીન હાઈડ્રોલીક શોક એબ્ઝોર્બર, ઈંટીગ્રેટેદ બ્રેકિંગ સીસ્ટમ અને હેલોજન હેડલેમ્પ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

અને તે બાઈકમાં થોડા કોસ્મેટીક અપગ્રેડસ પણ કરવામાં આવ્યા છે. સ્પેશીયલ એડીશન વાળી આ બાઈક નવી ઓરેન્જ અને ગોલ્ડ ડેકોલ્સ કલરમાં મળશે. સ્પ્લેન્ડરના સ્પેશીયલ એડીશનની લંબાઈ ૨૦૦૦ MM, પહોળાઈ ૭૨૦ MM અને ઊંચાઈ ૧,૦૪૦ MM છે.

હીરોએ સ્પ્લેન્ડરના સ્પેશીયલ એડીશનના એન્જીનમાં કોઈપણ પ્રકારનો કોઈ ફેરફાર નથી કર્યો. તેમાં જુના સ્પ્લેન્ડરના મોડલ વાળા ૯૭.૨ CC નું સિંગલ સીલીન્ડર એન્જીન જ લગાવ્યું છે, જે ૮.૩૬ BHP નો પાવર અને ૮.૦૫ NM નું ટોર્ક જનરેટ કરે છે.

તે ઉપરાંત બાઈકમાં ૪ સ્પીડ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઈકના ફ્રન્ટ અને રીયરમાં ડ્રમ બ્રેક્સ આપવામાં આવી છે. તેમાં ડિસ્ક બ્રેકની સુવિધા નથી. આમ તો હીરો મોટોકોર્પ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે આ બાઈક વિષે કોઈ જાણકારી મળી નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેયર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.