સાઉથના સુપર સ્ટાર નાગાર્જુનની વહુ છે ઘણી સુંદર અને બોલ્ડ, આખું સાઉથ છે આમનો દીવાનો, જુઓ ફોટોસ.

0
2596

મિત્રો જો તમે સાઉથ ઇન્ડિયન મુવી જોતા હશો, તો પછી તમે ત્યાંના સુપરસ્ટાર નાગાર્જુનને જાણતા જ હશો. તેમનું આખું નામ અક્કીનેની નાગાર્જુન છે. પણ સાઉથ સિવાયના ભારતના અન્ય લોકો એમને ફક્ત નાગાર્જુન નામથી જાણે છે. નાગાર્જુન એક ભારતીય ફિલ્મ અભિનેતા હોવાની સાથે સાથે ફિલ્મ નિર્માતા પણ છે. તેમનો જન્મ 29 ઓગસ્ટ 1959એ મદ્રાસમાં થયો હતો. તમને જણાવી દઈએ કે નાગાર્જુન સાઉથમાં પોતામાં જ એક બ્રાન્ડ છે, અને તેમને લાખો લોકો પસંદ કરે છે.

એમના ચાહકોની સંખ્યા પણ ઘણી વધારે છે. આખા ભારત દેશમાં રજનીકાંતની જેમ જ નાગાર્જુનના દીવાના ઘણા બધા છે. અને એમના ચાહકો આમની ફિલ્મો જોવા માટે કઈ પણ કરવા તૈયાર રહે છે. નાગાર્જુન ઘણી મોટી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે. અને આ ફિલ્મોમાં મુખ્ય “શિવા” અને “વિક્કી દાદા” છે. આ બંને ફિલ્મોએ દેશમાં ખુબ ધૂમ મચાવી હતી. દરેક જગ્યા પર એક જ નામ બધાના મોં પર હતું અને એ હતું નાગાર્જુન. અને આ બંને પ્રભાવશાળી ફિલ્મોના કારણે આમનું પણ નામ ફેમસ થઇ ગયું.

જાણકારી માટે જણાવી દઈએ કે, નાગાર્જુનના દીકરા અક્કીનેની નાગા ચૈતન્ય પણ એક અભિનેતા છે. અને ચૈતન્ય પણ પોતાના પિતા જેવા જ ઘણા હેન્ડસમ અને સ્માર્ટ છે. અને તેમની પત્ની પણ ખુબ બોલ્ડ અને સુંદર છે. ચૈતન્યની પત્નીનું નામ સમાંથા રૂથ પ્રભુ છે, જે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. અને આજે અમે તમને આ લેખના માધ્યમથી સમાંથા રૂથ પ્રભુના વિષે જાણકારી આપવા જઈ રહ્યા છે. તે દેખાવમાં ખુબ જ સુંદર અને બોલ્ડ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, નાગર્જુનના દીકરાની પત્ની સમાંથા રૂથ તેલુગુ અને તમિલ ફિલ્મોની ફેમસ અભિનેત્રી અને મોડલ પણ છે. સમાંથાનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ તમિલનાડુંમાં થયો હતો. સમાંથા રૂથ પ્રભુએ પોતાનું સ્કૂલનું ભણતર હોલી એન્જેલસ એંગ્લો ઇન્ડિયન હાયર સેકેન્ડરી સ્કૂલ ચેન્નાઇથી પુરૂ કર્યુ હતું. ત્યારબાદ એમણે સ્ટેલ્લા મારિસ કોલેજ ચેન્નાઇથી કોમર્સમાં ડિગ્રી પણ લીધી હતી.

સમાંથાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ “યે માયા ચેસવા” થી કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી બધી ફિલ્મોમાં પોતાનો અભિનય દેખાડીને લોકોના દિલ જીત્યા છે. સમાંથા રૂથ પ્રભુને સર્વશ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી માટે ફિલ્મ ફેયર પુરુસ્કાર-દક્ષિણ પણ મળ્યો છે. સમાંથા રૂથ પ્રભુએ તેલુગુ સિનેમામાં ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મો આપી છે. અને સમાંથા રૂથ પ્રભુ સર્વશ્રેઠ તેલુગુ અભિનેત્રી ફિલ્મફેયર પુરસ્કાર અને સર્વશ્રેઠ તમિલ અભિનેત્રી ફિલ્મ ફેયર પુરુસ્કાર પ્રાપ્ત કરવા વાળી બીજી અભિનેત્રી બની છે.

સમાંથા રૂથ પ્રભુના પરિવારની વાત કરીએ, તો એમના પિતાનું નામ જોસફ પ્રભુ છે, અને તેમની માતાનું નામ નીનેત્તે છે. અને તેમનો એક ભાઈ પણ છે, જેમનું નામ જોનાથન પ્રભુ છે. સમાંથાએ નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય જોડે 6 ઓક્ટોમ્બર 2017 ના રોજ લગ્ન કર્યા હતા. હમણાં તેમના લગ્નને વધારે સમય થયો નથી અને તેમનું જીવન ખુબ પ્રેમ ભરેલ અંદાજથી આગળ વધી રહ્યું છે. અને આ કપલ એમનું વૈવાહિક જીવન પુરા આનંદથી વિતાવી રહ્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સમાંથા એક અભિનેત્રી હોવાની સાથે સાથે ઘણી બ્રાન્ડ અને ઉત્પાદો માટે એક પ્રમુખ સેલિબ્રિટી એડોસર પણ છે. સમાંથા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ દેખાય છે. સમાંથા ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ શેયર કરતી રહે છે, અને આ જેટલી સોશિયલ મીડિયા પર એક્ટિવ દેખાય છે, તેટલા જ એક્ટિવ તેમના ફોલોવર્સ પણ રહે છે. તેમના ફોલોવર્સ તેમની ફોટોઝની રાહ જોતા રહે છે, અને તેમના ફોટોઝ પર ખુબ લાઈક અને કમેન્ટ આપે છે. તેવી જ રીતે જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી છે તો આને પણ લાઈક, શેયર અને કમેન્ટ જરૂર કરશો.