ઘરે નવરા બેસી રહેવું મંજુર છે, પરંતુ કોઈની પાસે કામની ભીખ નથી માંગતા બોલીવુડના આ 5 ફિલ્મી સ્ટાર્સ

0
2118

બોલીવુડના આ 5 ફિલ્મી સ્ટાર્સને ઘરે નવરા બેસી રહેવું મંજુર છે, પરંતુ તેઓ કોઈની પાસે કામની ભીખ નથી માંગતા

બોલીવુડમાં ઘણા એવા અભિનેતા છે જેમને કામ મળવાનું લગભગ બંધ થઇ ગયું છે, અને તે એક લાંબા સમયગાળા પછી ક્યારેક ક્યારેક જ પડદા ઉપર જોવા મળે છે. ખાસ કરીને આજકાલ એટલા યુવાન કલાકાર આવી ગયા છે કે, હવે આ અભિનેતાઓને જોવામાં લોકોનો રસ થોડો ઓછો થઈ ગયો છે. પરંતુ તેમના ફેંસ આજે પણ તેમને કામ કરતા જોવાનું પસંદ કરે છે.

બોલીવુડમાં હંમેશા કામ માગવાથી જ કામ મળે છે. જેમાં થોડા અભિનેતા કામ માગવાથી શરમાય છે, તો થોડા અભિનેતા એવા છે જેને ખાલી બેસીને ઘરમાં ટીવી જોવાનું મંજુર છે, પરંતુ તે ક્યારેય કોઈ નિર્માતા નિર્દેશક પાસે કામ માગવા નથી જતા. આજે આ પોસ્ટમાં અમે તમને બોલીવુડના પાંચ એવા જ સ્વમાન વાળા અભિનેતાઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

સની દેઓલ :

૯૦ ના દશકમાં સની દેઓલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર હતા. તેમણે તે સમયમાં જીદ્દી, ઘાતક, બોર્ડર અને ગદર જેવી ઘણી હીટ ફિલ્મો આપી છે. પરંતુ હવે તેની સ્ટારડમ જેમ કે ક્યાંક ગુમ જ થઈ ગઈ છે. સની દેઓલે ભલે વર્ષ ૨૦૧૧ માં પોતાની છેલ્લી હીટ ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ આપી હતી.

ત્યાર પછી તેમણે ઘણી એક્શન ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેને પહેલા જેટલી સફળતા ન મળી શકી. આમ તો આજે સની પાસે પૈસાની કોઈ અછત નથી પરંતુ છતાં પણ તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખે છે. તેમણે આજ સુધી ક્યારેય નિર્માતા આગળ કામની ભીખ નથી માગી.

સુનીલ શેટ્ટી :

એક સમયમાં સુનીલ શેટ્ટીનું નામ સુપરસ્ટારની લીસ્ટમાં રહેલુ હતું. લોકો વચ્ચે સુનીલ શેટ્ટી એક્શન હીરો તરીકે વધુ પ્રસિદ્ધ હતા. દેખાવમાં સામાન્ય હોવા છતાં પણ પોતાના જોરદાર અભિનયથી તેમણે લોકોના દિલ જીતી લીધા હતા. નકારાત્મક પાત્ર હોય કે સકારાત્મક સુનીલ શેટ્ટીએ પોતાના અભિનયનો જાદુ દરેક રોલમાં પાથર્યો છે. ૨૦૦૧ માં આવેલી ફિલ્મ ‘ધડકન’ માટે સુનીલ શેટ્ટીને બેસ્ટ વિલનનો ફિલ્મફેયર એવોર્ડ પણ મળી ચુક્યો છે. પરંતુ હવે તે ઓછી ફિલ્મોમાં જોવા મળે છે. સુનીલ પોતાની પત્ની સાથે મળીને સાઈડ બિઝનેસ કરે છે.

બોબી દેઓલ :

૯૦ ના દશકમાં બોબી દેઓલ જાણીતા અભિનેતા ગણાતા હતા. તે સમયે તો તેમણે ઘણી હીટ ફિલ્મો આપી હતી, પરંતુ આજના સમયમાં તેમની પાસે એક પણ હીટ ફિલ્મ નથી. આમ તો વર્ષ ૨૦૧૧ માં આવેલી ફિલ્મ ‘યમલા પગલા દીવાના’ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે સની દેઓલ અને ધર્મેન્દ્ર હતા. પરંતુ ત્યાર પછી તેમના ખાતામાં એક પણ હીટ ફિલ્મ આવી નથી. હાલમાં તે ‘રેસ 3’ માં જોવા મળ્યા હતા પરંતુ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ અને તેમના કામને કોઈ ખાસ પ્રસંશા ન મળી.

તુષાર કપૂર :

બોલીવુડના મોટા અભિનેતા જીતેન્દ્રના દીકરા છે તુષાર કપૂર. તુષાર કપૂરે બોલીવુડની થોડી ગણી ગાઠી ફિલ્મોમાં જ કામ કર્યું છે. ટેલેન્ટેડ હોવા છતાં પણ તુષાર પોતાનો જાદુ દર્શકો ઉપર ચલાવી ન શક્યા. તુષારની બહેન એકતા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતી પ્રોડ્યુસર છે. તુષાર કપૂર ગોલમાલ સીરીઝમાં પોતાનું કોમિક પરફોરમેન્સ માટે ઓળખાય છે. બોલીવુડમાં તુષાર એક અભિનેતા તરીકે જોવામાં આવે છે, પરંતુ તે ક્યારે પણ કોઈ પાસે કામ માગવા નથી જતા.

અક્ષય ખન્ના :

હાલમાં જ રીલીઝ થયેલી ફિલ્મ ‘એકસીડેંટલ પ્રાઈમ મીનીસ્ટર’ માં અભિનેતા અક્ષય ખન્ના જોવા મળ્યા હતા. તે ફિલ્મ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ ઉપર આધારિત હતી. અક્ષય ખન્ના પણ બોલીવુડ ફિલ્મોમાં ઓછા જોવા મળે છે, પરંતુ લોકો તેની ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. અક્ષય ખન્ના બોલીવુડના એક ઉત્તમ અભિનેતા છે. અક્ષય ખન્ના વિષે પણ તે વાત પ્રસિદ્ધ છે કે, ભલે તેને ફિલ્મમાં કામ મળે કે ન મળે, તે ક્યારે પણ કોઈ નિર્માતા, ડાયરેક્ટર પાસે કામ માગવા નથી જતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.